SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯૭ (રાગ : ભૂપકલ્યાન) મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજી; મારું મનડું છે ગોકુલ વનરાવન, મારા તનના આંગણીયામાં તુલસી વન. મારા પ્રાણજીવન... મારા ઘટમાંo મારા આતમના આંગણે શ્રી મહાકૃષ્ણજી, મારી આંખે દિસે ગિરધારી રે ધારી; મારું તન મન ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મુરારી. મારા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા, નિત્ય કરતાં શ્રીનાથજીને કાલા રે વાલા; મેં તો વલ્લભ પ્રભુજીના કીધાં છે દર્શન, મારું મોહી લીધું મન. મારા હું તો નિત્ય વિઠ્ઠલવરની સેવા રે કરું, હું તો આઠે સમાં કેરી ઝાંકી રે કરું; મેં તો ચિત્તડું શ્રીનાથજીને ચરણે ધર્યું, જીવન સળ કર્યું. મારા મેં તો ભક્તિ મારગ કેરો સંગ રે સાધ્યો, મને ભોળા ક્તિન કેરો રંગ રે લાગ્યો; મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો, હીરલો હાથ લાગ્યો. મારા આવો જીવનમાં લ્હાવો ફ્રી કદી ના મળે, વારે વારે માનવ દેહ ફ્રી ના મળે; મારો લખરે ચોર્યાસીનો ફેરો રે ટળે, મને મોહન મળે. મારા મારા અંત સમયની સુણો રે અરજી , દેજો ચરણોમાં શ્રીજી તારી દયા રે ઘણી; મને તેડા રે યમ કેરા કદી ના આવે, મારો નાથ તેડાવે. મારા માન બીજું મારૂં મરણ થાતાં બધા, હથિયાર - લશ્કર લાવજો; પાછળ રહે મૃતદેહ, આગળ સર્વને દોડાવજો. આખા જગતને જીતનારૂં સૈન્ય પણ રડતું રહ્યું; વિકરાળ દળ ભૂપાળને , નહીં કાળથી છોડી શક્યું. માન ત્રીજું મારા બધા વૈદો - હકીમોને અહીં બોલાવજો; મારો જનાજે એ જ વૈદોને ખભે ઉપડાવજો. દર્દીઓના દર્દને દફ્લાવનારૂં કોણ છે? દોરી તૂટી આયુષ્યની તો, સાંધનારૂં કોણ છે? ક્રમાન ચોથું ખુલ્લી હથેળી રાખીને જીવો જગતમાં આવતા; ને ખાલી હાથે આ જગતથી જીવ સૅ ચાલ્યા જતા. ચૌવન દ્ગા , જીવન દ્ગા , જર ને જગત પણ છે ફ્લા; પરલોકમાં પરિણામ મળશે, પુણ્યનાં ને પાપનાં. ૨૦૯૮ (રાગ : હરિગીત છંદ) ક્રમાન પહેલું મારા મરણ વખતે બધી મિલ્કત અહીં પથરાવજો; મારા જનાજા સાથ, કબ્રસ્તાનમાં પણ લાવજો. જે બાહુ-બળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો; અબજની મિત આપતાં પણ, આ સિકંદર ના બચ્યો. ૨૦૯૯ (રાગ : યમન) મારા રામ મંદિરમાં હોય થાળી ! મારા પ્રભુમંદિરમાં હોય થાળી, તમે જમોને મારા વનમાળી. ધ્રુવ લાડવા ને લાપસી ચણાની દાળ (૨), ઉપર પીરસાવું ઘેવરીયો પ્રસાદ. મારાંo ઊનાં ઊનાં ભોજન ટાઢાં થાય (૨), સાદ કરે છે જશોદા માય. મારાં જારી ભરાવું જળ જમુના નીર (૨), આચમન કરો તમે સુભદ્રાના વીર. મારાં. લવીંગ સોપારી ને બીડલાં પાન (૨), મુખવાસ કરીને મારા રણછોડરાય. મારાં ગલીએ ને શેરીએ પડાવું સાદ (૨), ના લીધો હોય તો લ્યોને પ્રસાદ. મારાં ચૌદે લોકમાં થાળી. થાય (૨), “પ્રભુ પ્રતાપે ભક્તો ગાય. મારાં મનુષ્યજન્મ દુર્લભ અતી, મિલે ન બારંબાર તરવરસે ફૂલ ગિર પડા, ફેર ન લાગે ડાર ૧૨૫૦ કાહે સોવે નીંદભર, જાગી જપો. મુરાર || એક દિન ઐસા સોવના, લંબે પાઉં પસાર ! || ૧૨૫૯ ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy