________________
૧૯૮૪ (રાગ : વસંતતિલકા છંદ) તારા ગુના પ્રભુ! અમે અધિકા કર્યા છે, ભૂલો તણા નિધિ ઘણા હૃદયે ભર્યા છે; સ્વાથબ્ધ થઈ હિત બહુ જનનાં હર્યા છે, જાણ્યા છતાં નયન ઝેર સદા ઝર્યા છે . તોડયા અહો ! નિયમ મેં બહુ વાર લઈને, મોડયાં હશે અવરના સુખ અંધ થઈને; ભાંગ્યાં ઘણાં વચન મેં વળી કોલ દઈને, સેવ્યા ન સમ્પરૂપને વિમુખ રહીને. એ સર્વ પાપ હર દેવ! દયા કરીને, ભૂલભરેલ ગુણહીંન શિશુ ગણીને ; યાચું દયા પરમદેવ ! પગે પડીને; માંગુ ક્ષમા ફ્રી ફ્રી હૃદયે રડીને.
થાકેલી નદીઓ કેરાં, નિર્ઝરતા નીરને, અંધકારે ઝબકારજે તું; આકરા ઉનાળાની વેળુના તાપને, શિયાળુ ગીતને ગવડાવજે તું. તેને પાંખોમાં પાંખ મૂકી ઉડતી વાદળીમાં, વીજળીને ચમકાવજે તું; આંખડી બંધ છતાં અજવાળુ શોધવા, લાકડી બનીને આવજે તું. તેને
૧૯૮૭ (રાગ : માલકૌંશ) તારી એક એક પળ જાય છે લાખની; તુ તો માળા રે જપી લે મારા શ્યામની, ધ્રુવ જૂઠા જગના જૂઠા ખેલો, મનમાં મારૂં - તારૂં મેલો;
તું તો છોડી દે ને ચિંતા આખા ગામની. તુંo સાથે શું લાવ્યા ? લઈ જાશો ? જેવા આવ્યા તેવા જાશો;
જીવન ધન્ય બનાવો ભક્તિભાવથી. તુંo રાજા રંગીલા રણછોડ, મારા ચિત્તડાના ચોર;
મેં તો મૂર્તિ જોઈ છે મારા શ્યામની રે. તુંo ભક્તિ ખાંડા કેરી ધાર, નહીં ઊંઘણશીનું કામ;
જેને લાગી રે લગન ભગવાનની. તુંo
૧૯૮૫ (રાગ : મિશ્ર ખમાજ) તારા દુ:ખને ખંખેરી નાખે, તારા સુખને વિખેરી નાખ , પાણીમાં કમલની થઈ ને પાંખ, જીવતરનું ગાડું હાંક, સંસારી રે; તારા રાજનો ભરોસો તું રાખ, તારા દુ:ખને ખંખેરી નાખ. માર્ટીના રમકડાં ઘડનારા એ એવા ઘડ્યા, ઓછું પડે એને કા સંતાપ, જીવતરનું ગાડું હાંક, સંસારી રે, તારું ધાર્યું કાંઈ ન થાતું, હરિ કરે સો હોય (૨), ચકલા ચકલી થઈ માળો બાંધે ને , પીંખી નાખે કોય; ટાળ્યા ટળે ના કોય દી લેખ લલાટે કોણ છે મહાન ? સંસારી રે. કેડી કાંટાની વાડ અટપટી, દૂર છે તારો મૂકામ, મન મૂકીને સોંપી દે તું, પ્રભુને હાથ લગામ; ભીતરનો ભરમ તારો, ઉપરવાળો એક જ જાણે, અમથી ના ભીની કર તું આંખ, જીવતરનું ગાડું.
૧૯૮૮ (રાગ : પૂરબા) તારી ખીચડીમાં ઘી થઈ જાઉં, દૂધમાં સાકર થાઉં, હો લાલ ! મારા. ખીચડી ઊભા વગડામાં, કે'તો હું લાલ ! તારા, પગનું પગરખું થાઉં, હો લાલ ! મારા. ઘૂઘરાતા વાળ પરે ફૂલડાંના બંધમાં, લહેરાતું મોરપિચ્છ થાઉં, હો લાલ ! તારી0 રૂડા વ્રજ-વનમાં માધવ તું કે'તો, લીલુડી વાંસળી થાઉં, હો લાલ ! મારા. કે'તો પંપાળ તું, જોયા કરું તને , મૂંગરી ગાવડી થાઉં, હો લાલ ! તારી0 વગડે હીંચકવા કે'તો હું લાલ ! તારા, વડલાની વડવાઈ થાઉં, હો લાલ ! મારા. વેણુ વાવાને કા'ન, યમુનાને કાંઠડે, ડાળી કદંબની થાઉં, હો લાલ ! તારી0 કે'તો માખણચોર, તારા એકાન્તમાં, માખણ ને મિસરી થાઉં, હો લાલ ! મારા. માને ખોળે ચડી ખાયે તો લાલ ! તારું, દહીં અને ઢેબરું થાઉં, હો લાલ ! તારીe.
એક શબ્દ ગુરુદેવકા, તાકા. અનંત વિચાર | થાકે મુનિજન પંડિતા, બેદ ન પાવે પાર ૧૨૦૧
ભજ રે મના
૧૯૮૬ (રાગ : યમની બિલાવલ) તારી આશાને છાંયે, જે કોઈ બેસે, તેને હરિ... સંભાળજે તું; કોઈ અબોલ કેરાં, અંતરની વાંસડીમાં લાખ અવાજે... વાગજે તું. ધ્રુવ
શબ્દ શબ્દ સબ કોઈ કહે, વહ તો શબ્દ વિદેહ
જિલ પર આવે નહીં, નિરખ-પરખ કર લેહ | ભજ રે મના
૧૨૦૦