________________
૧૯૪૭ (રાગ : બ્રિદ્રાવની સારંગ)
જગમેં સુંદર હૈ દો નામ, ચાહે કૃષ્ણ કહો યા રામ; બોલો રામ રામ રામ, બોલો શ્યામ શ્યામ શ્યામ. ધ્રુવ એક માખણ બ્રીજમેં ચુરાવે, એક બોર ભીલનીકે ખાવે; પ્રેમભાવસે ભરે અનોખે, દોનોકે હૈ કામ. ચાહે એક હૃદયમે પ્રેમ બઢાવે, એક તાપ સંતાપ મિટાવે; દોનો સુખકે સાગર હૈ, ઔર દોનો પૂરણ કામ. ચાહે એક કસ પાપી કો મારે, એક દુષ્ટ રાવણ સંહારે; દોનો દીન કે દુ:ખ હરત હૈ, દોનો બલકે ધામ. ચાહે
એક રાધિકા કે સંગ રાજે, એક જાનકી સંગ બિરાજે; ચાહે સીતારામ કહો ! યા બોલો રાધેશ્યામ. ચાહે
૧૯૪૮ (રાગ : સારંગ)
જન્મ મરણનાં દુઃખ તણો, કદી ન આવ્યો પાર; આ ભવ મુજ સાર્થક થયો, સદ્ગુરુ તારણ હાર. ધ્રુવ જે મૃત્યુથી જગ ડરે, તે મુજ મહોત્સવ થાય; આત્મજ્ઞાની ગુરુ ઉર ધર્યા, સત્ સમાધિ સુખદાય. જન્મ કાયા ‘હું’ ‘મારી’ ગણી, ભવ ભવ ભમ્યો અપાર; શુદ્ધ બુદ્ધ ચૈતન્ય હું, એ ભાવ્યે ભવપાર. જન્મ ત્રણ જગમાં સર્વોપરી, સાર રૂપ મુજ એક; નિજ સહજાત્મ સ્વરૂપ એ, ધ્યાવું ધરી વિવેક. જન્મ ધ્યાવું ભાવું અનુભવું, નિજપદ કરું વિરામ; સદ્ગુરુરાજ કૃપા થકી, વરું સિદ્ધિ અભિરામ, જન્મ
ભજ રે મના
રામ સરીખા શેઠિયા, ગુરૂ સરીખા બાપ; ભેખી ધરી ભૂખે મરે, પૂર્વ જન્મકે પાપ. ૧૧૮૦
૧૯૪૯ (રાગ : જોગિયા)
જનમ જનમનાં ફેરા, આ તો જનમ જનમના ફેરા, આજ અહીં તો કાલ ન જાણે, ક્યાં પડશે આ ડેરા ? ધ્રુવ
મોંઘો માનવ જન્મ મળ્યો ને, અવસર એવો ખોયો, પ્રભુ ભક્તિ વિસારી દઈને, માયાના રંગે મોહ્યો, ઘડપણમાં પ્રભુ વીર ભજીશું, ખ્યાલ એ મૃગજળ કેરાં. જનમ૦ સત્ય અહિંસા સ્નેહધર્મનો, દીધો સંદેશો વીરે, માર્ગ એ મહાવીર પ્રભુનો, ભુલાયો ધીરે ધીરે, તૃષ્ણા, માયા, મમતામાંહી, ફરતા ભવભવ ફેરા. જનમ૦
જૈન ધર્મનો પાવન દીવડો, પ્રગટાવ્યો જીવનમાં, મિલન ઝંખો સદાય વીરનું, ભક્તિ હો તન મનમાં, ભવોભવ ફેરા મીટાવી દઈને, મોક્ષતણા એ ડેરા. જનમ૦
૧૯૫૦ (રાગ : બ્રિદ્રાવની)
જનમ જે સંત ને આપે, જનેતા એ જ કહેવાયે; અગર સૂરા, અગર દાતા, ગુણો જેના સકળ ગાવે. ધ્રુવ
ન જનમે શૂર કે દાતા, ન જનમે સંત ઉપકારી; ન આમાંના, કોઈ જનમે, સમજવી વાંઝણી નારી. જનમ કરણ કુંતા તણો જાયો, હતો દાની બહુ મોટો; કસોટી થઈ બહુ ભારી, ખરેખર ધન્ય જણનારી. જનમ૦ પિતાની ટેક ને ખાતર, ન લાગી દેહ પણ પ્યારી;
.
ધન્ય એ બાળ ચેલૈયો, ધન્ય ચંગાવતી માઈ. જનમ નયનથી નીર ટપકે છે, પુત્રનો પ્રેમ નિહાળી; છતાં વૈરાગ્ય પણ દીધો, માત મેનાવતી રાણી. જનમ
ગુરૂ ગોવિંદ દોનું ખડે, સિર્ફ લાગોં પાય; બલિહારી ગુરૂ દેવકી, (જીન) ગોવિંદ દિયા બતાય. ૧૧૮૧
ભજ રે મના