________________
૧૯૧૭ (રાગ : શિવરંજની)
ઉઘડ્યા અંતરદ્વાર પ્રભુ મારા, ઊઘડ્યા અંતરદ્વાર; આપ કૃપાથી, પૂર્વ પૂણ્યથી, ઊઘડ્યા અંતરદ્વાર. ધ્રુવ મૂરખ મન તેં બહુ ભરમાવ્યો, રાખ્યો ઠામનો ઠામ; માયાના પડ દૂર હટ્યાને, અંતર થયો પ્રકાશ. મારા જનમો જનમની તૃષ્ણા છુટી, છૂટી સહુ જંજાળ; અંતરવીણાના મધુર સૂરોમાં, મુગ્ધ બન્યો મારો રામ. મારા મારા તારાના ભાવ ન જાગે, સર્વત્ર વિલર્સ રામ !
સુખદુઃખનાં હવે દ્વંદ્વ ન દીસે, એ સહુ લીલા પ્રભુની જાણ. મારા ગુરુકૃપાના કોમળ સ્પર્શે, પ્રગટ્યો આનંદ અપાર ! ગુરૂકૃપાનો પાર ન કોઈ, એ સોંપે હરિ કેરે હાથ. મારા
ભજ રે મના
૧૯૧૮ (રાગ : પ્રભાત)
ઉઠત પ્રભાત નામ જિનજીકો ધ્યાઈએ;
નાભીજી કે નંદ કે ચરણ ચિત્ત લાઈએ. ધ્રુવ
આનંદ કે કંદ જાકુ, પૂજત સુરીદ વૃંદ; ઐસો જિનરાજ છોડ, ઔર નહીં ધ્યાઈએ. ઉત જનમ અયોધ્યા ઠામ, માતા મરૂ દેવા નામ; લંછન વૃષભ જાકે, ચરન સોહાઈએ. ઉઠત ધનુષ્ય પાંચસે માન, દીપક કનક વાન; ચોરાશી પુરવ લાખ, આયુ સ્થિતિ પાઈએ. ઉઠત આદિનાથ આદિ દેવ, સુરનર કરે સેવ; દેવન કો દેવ પ્રભુ, શિવ સુખ ધ્યાઈએ. ઉઠત પ્રભુ કે પાદારવિંદ, પૂજત ‘રાજચંદ' સંત; મેટો ભવ દુ:ખ છંદ, સુખ-સંપદ બઢાઈએ. ઉઠત
રામ રામ જપ હૃદયમાં, આલસ મ કર અજાણ; જોતું ગુણ જાણે નહીં, “તો” પ્રીછો વેદ પુરાણ. ૧૧૬૪
૧૯૧૯ (રાગ : દેશી ચલતી) કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય; વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય. મે'નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ; પણ પાછો હેઠે પડ્યો, ફાવ્યો નહિ કો ઘાટ.
એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર; પણ તેમાં નહિ ફાવતાં, ફ્રી થયો તૈયાર. હિંમત રાખી હોંશથી, ભીડ્યો છઠ્ઠી વાર; ધીરજથી જાળે જઈ, પો'ચ્યોં તે નિર્ધાર.
ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત; ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત.
એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત; આળસ તજી મે'નત કરે, પામે લાભ અનંત.
૧૯૨૦ (રાગ : માંડ)
કરમની કેવી છે એ કહાણી, કે રાણી રંક ને ઘેર વેચાણી. ધ્રુવ શિર પર કૂંડન, હાથમાં સૂપડું, પ્રભુની રાહ જોવાણી; પાછા વળતા જોઈ પ્રભુને (૨), ચંદન આંખે પાણી. કરમ વિષધર ક્રોધી ચંડકૌશિકને, પ્રભુની વાણી સંભળાણી; પગમાં જેવો ડંખ માર્યો ત્યાં (૨), દૂધની ધારા રેલાણી. કરમ આઠ આઠ ભવની પ્રીતને જાણી, માળા લઈ ઊભી રાજુલ રાણી; તોરણમાં જ્યાં નેમ પધાર્યા (૨), પશુની ચિત્કાર સંભળાણી. કરમ
શાલીભદ્રનો ધીમો વૈરાગ્ય જાણી, ધન્નાએ મનમાં ઠાણી;
દેવાને શિક્ષા લીધી જ્યાં દીક્ષા (૨), સુભદ્રા મનમાં મુંજાણી. કરમ પ્રભુના પગનો ચૂલો કરીને, ઉપર ખીચડી રંધાવી; અંગ અંગ બળ્યા તો પણ મુખ પર (૨), શીતળતા પ્રસરાણી. કરમ
નામે પાતક છૂટશે, નામે નાશે રોગ; નામ સમાન ન કોય છે, તપ તીરથ વ્રત જોગ.
||
૧૧૫
ભજ રે મના