SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮૩ (રાગ : આહિરભૈરવ) આ ભવના સાગરમાં, સહારો એક જ મારો તું; મજધાર સી નૈયા, હવે તો એક કિનારો તું. ધ્રુવ મૃગજળને મેં સરોવર માન્યું, બૂઝી ન મનની પ્યાસ, અન્ય તણી ઉપાસના કીધી, ના પૂજ્યા વીતરાગ; આવ્યો તુજ ચરણોમાં, હવે તો તારણહારો તું. આ મુક્તિમાર્ગનો હું અભિલાષી, ના કોઈનો સંગાથ, આકુળ વ્યાકુળ મનડું મારૂં, વાંછે તારો સાથ; અંધકારભર્યા પંથે, પ્રવાસીનો સથવારો તું. આ તું નિર્મોહી સદ્ગુણ સાગર, હું અવગુણ ભંડાર, કર્મના બંધન દૂર કર્યાં તેં, હું રાચ્યો સંસાર; અંધારા મુજ દિલમાં, ચમકતો તેજ સિતારો તું. આ ભજ રે મના ૧૮૮૪ (રાગ : બસંત ભૈરવી) આઓ આઓ પ્રભુ અંતર અંગના સજાયા; તેરી રાહોંમેં કાંટોકો ચુન ચુન હટાયા. ધ્રુવ નિર્મલ નીર સા પાવન તન-મન કિયા, મોહ માયાકા દામન મલ-મલ ઘોયા; અશ્રુ ધારા કી સીંચન સે ઉપવન ખિલાયા. આઓ કમી તન કો તપાયા, કભી મન કો સતાયા, તુઝકો પાને કા સાધન, સમઝ ન આયા; અબ તો ચરણોંમેં જીવનકા અર્ઘ ચઢાયા. આઓ દેખા સદિયોં સે સ્વપ્ત વો ટુટને લગા, અબ ઇસ જીવન કા સૂરજ ભી ઢલને લગા; તેરે મિલનકે ગીતોકો વિરહા ને ગાયા. આઓ તીન દિનકો જીવનો, જેમેં સ્વપન વિલાસ; તાપર બાગ લગાયકે, ફલ ચાખનકી આશ. ૧૧૪ અબ જો નૈનો ને તેરા દર્શન ન પાયા, માનો વિરથા પ્રભુ મૈંને નરતન ગવાયા; અપની-અરજી કી અરજોં મેં યે હી સુનાયા. આઓ ૧૮૮૫ (રાગ : પ્રભાતી) આજ આનંદ મુજ અંગમાં પ્રગટીઓ, જગજીવન જીવણ મેં નયણે નિરખ્યા; આંખ શીતળ થઈ વિપત સઘળી ગઈ, પૂર્ણ પરિબ્રહ્મને આજ પરખ્યા. ધ્રુવ શ્યામ સુંદરતણું સ્વરુપ શું વર્ણવું ? કોટી સૂરજ તણી કાંતિ લાજે; હેમ હીરામણિ જ્યોતિ જ્યાં ઝળહળે, જેને અજવાળે ત્રિલોક ગાજે. આજ૦ શબ્દની ચમકથી ચિત્ત ચેતી ગયું, આપ સદ્ગુરુજીએ સાન આપી; હું પણું હારતાં સહજ પામ્યો હરિ, કર્મના બંધ નાખ્યા જ કાપી. આજ૦ કર્મને ભર્મનું સ્વપ્ન સંતાઈ ગયું, ઘોર નિદ્રા થકી જોયુ જાગી, તુરિયાતીતથી અરૂણ ઉદય થયો, અજ્ઞાન અંધારની ભ્રાંતિ ભાંગી.આજ સાંખ્ય વેદાંતમાં કોણ શોધન કરે ? મૂર્તિવંતા મને માવ મળીયા; હું હરિમાં હરિ માહરે અંતરે, સભર ભરિયા જેમ બ્રહ્મ દરિયા.આજ કોઈ તીરથ કરે કોઈ દેવળ કરે, કોઈ ખટ્ દર્શન જોગ સાધે; એજ ઈશ્વર મને અંગમાં પ્રગટિયા, સદ્ગુરુ શબ્દની ચોટ લાધે. આજ ૧૮૮૬ (રાગ : ગરબી) આજ મારા સભામંડપમાં મોતીના મેહ વરસ્યા રે; આજ મારા મનમંદિરમાં રત્નોના મેહ વૂક્યા રે. ધ્રુવ રાજપ્રભુ અવની અવતરિયા, તત્ત્વામૃત રસ વરસ્યા રે; આનંદોર્મિ અતિ અતિ ઉલ્લસે, જનમન હર્ષ ન માય રે. આજ મુક્તિપુરીના સુભગ પ્રવાસી, પ્રમુદિત અતિ અતિ થાય રે; પૂર્વભવો પ્રત્યક્ષ નિહાળ્યા, લઘુવયથી મહાજ્ઞાની રે. આજ ભોજન મૈથુનકી કથા, કરત લુંગાઈ લોગ; તાકી બાત ન કરત હે, જીન દીને સબ ભોગ. ૧૧૪૦ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy