________________
ઘેરી ઘેરી નોબત ગડગડે, ત્યાં ધીરપ રાખી કર ધ્યાન રે; સુરતા રાખીને સાંભળો રે, સોઈ વચન સુલતાન રે. દરસવ ક્ષમા ખગ ને ધીરપની ઢાલ કરી, સાચવજે નામ નિશાન રે; દાસ ‘ત્રિકમ' સંત ખીમને ચરણે, ગુરુગમની આ સાન રે. દરસ
શ્રી મોટા ૧૮૬૯ - અંજલિ ગીત (રાગ : મિશ્રભૂપાલ) હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ, શરણું મળે સાચું તમારૂં, એ હૃદયથી માગીએ; જે જીવ આવ્યો આપ પાસે , શરણમાં અપનાવજે , પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી, જે કુળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી, આપની ભક્તિ કરે; લખચોરાશી બંધનોને, લક્ષમાં લઈ કાપજો. સુ સંપત્તિ સુવિચારને સત્કર્મનો દઈ વારસો, જનમોજનમ સસંગથી કિરતાર પાર ઉતારજો; આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી, ધો દેહ દુર્લભ માનવીનો ભજન કરવી ભાવથી; સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો.
જ્ઞાનવિમળ સૂરી
૧૮૭૧ (રાગ : ભીમપલાસ) અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સીંધ્યાં સઘળાં કાજ નમો. ધ્રુવ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અંકલંક નમો; અજર અમર અદ્ભુત અતિશય નિધિ, પ્રવચન જલધિ મયંક નમો. અરિહંત તિહુયણ ભવિયણ જન મનવંછિય, પૂરણ દેવરસાલ નમો; લળી લળી પાય નમું હું ભાવે, કર જોડીને ત્રિકાળ નમો. અરિહંતo સિદ્ધ બુદ્ધ તું જગજન સજ્જન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહોનિશ સેવ નમો. અરિહંતo તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણ બંધુ નમો; શરણાગત ભવિને હિતવત્સલ, તુંહી કૃપારસ સિંધુ નમો. અરિહંતo કેવળજ્ઞાનાદર્શે દર્શિત, લોકાલોક સ્વભાવે નમ નાશિત સકલ કલંક ક્લષગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો. અરિહંતo જગચિંતામણિ જગગુરુ જગહિતકારક જગજનનાથ નમો; ઘોર અપાર મહોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો. અરિહંતo અશરણ શરણ નિરાગ નિરંજન, નિરુપાધિક જગદીશ નમો; બોધિ દિયો અનુપમ દાનેશ્વર, ‘જ્ઞાનવિમળ સૂરીશ’ નમો. અરિહંતo
ત્રિકમ સાહેબ | (ખીમ સાહેબના શિષ્ય)
૧૮૭૦ (રાગ : ચલતી) દેખ્યા ખાવિંદકા ખેલ રે ! દરસ બિના દેખ્યા ખાવિંદકા ખેલ! ધ્રુવ બાહેર દેખ્યા, ભીતર દેખ્યા, દેખ્યા અગમ અપાર રે; છાયાથી ન્યારા સદ્ગુરુ દેખ્યા, પલ પલ આવે પાસ રે. દરસ નાભિકમલસે આવે ને જાવે, પલ પલ કરે પ્રકાશ રે; રણુકાર ઝણકાર હોઈ રહ્યા હૈ, અનહદ નાદ અવાજ રે, દરસંo
સરોવર તરવર સંત જન, ચોથા વરસે મેહ; પરમારથકે કારણે, ચારોં ધરી હય દેહ. ||
૧૧૩છે
જીવન જોબન રાજ ધન, અવિચળ રહે ન કોય; જો દિન જાય સત સંગમેં, જીવનકા ફળ સોય.
૧૧૩૭
ભજ રે મના
ભજ રે મના