________________
૧૮૪૪ (રાગ : દરબારી) હે જગવંદન ! ત્રિશલાનંદન, મંગલમય તવ શરણે લે જો. ધ્રુવ દેજો ભક્તિ દેજો શક્તિ, નાથ ! નિરંજન દૃષ્ટિ દેજો; વિસરૂ નહીં પ્રભુ લગાર તમોને, નિર્વિકારી ! નયને રહેજો. હેo આતમાં કોઈનો દુભાય નહિ, એવી વાણી મુજ વર્તનમાં દેજો; કરૂ ઉપકાર બીજાની ઉપર, અપકારોનો ભાવ ન રહેજો. હેo જીવ માત્રમાં આપને ભાળ, એવી નિર્મળ દૃષ્ટિ દેજો; મૈત્રી જગતમાં સહુ જીવોમાં , ભેદભાવ નહિ રૂદિયે રહેજો. હે શ્રીમદ્ સદ્ગુરૂ શરણમાં ‘ હર્ષ’ને સાચી ભક્તિ વિનય સહ દેજો; કાપુ કરમના બંધન સઘળાં, એવી અડગ મુજ સ્થિરતા રહેજો. હેo
૧૮૪૬ (રાગ : ચલતી) અનહદ ગાજે ભારી ભજનના (૨), શ્રીમદ્ સદ્ગુરૂ દેવ સમરૂ (જેણે), પરમ પ્રીતી કરાવી, મારા સદ્ગરૂ. ધ્રુવ શાંત મુદ્રા, અમીરસ ઝરતી, ક્ષમા ખગના ધારી રે; નયનમાં જેને કરૂણા વહેતી, જગત જીવ ઉપકારી, મારા જડ ચેતનનો વૈત કરાવી, વીતરાગી રંગમાં રોળી રે; આતમ ચિલી કર્યા અજવાળા, અલખ પુરૂષ અવતારી. મારા ભક્તજનોના છો ઉપકારી, વૃત્તિને નિજમાં ઠારી રે; દીધા દાન અવિનાશી પદના, હર્ષ-શોક સંહારી. મારા પલે પલે ગુરૂદેવને સમરૂ, સમતા રસના ભોગી રે; આનંદ સાગર, ચંદ્ર નાગર, ધર્મની જ્યોત જગાવી, મારા
૧૮૪૫ (રાગ : સોરઠ ચલતી) હું તો આવ્યો તમારે દ્વારે, દુ:ખભંજન હે ભગવાન. ધ્રુવ અધમોધારણ, પતિતપાવન, કરૂણાના ભંડાર; તુમ ચરણાનુરાગી મુજને, દયો ભક્તિ ને જ્ઞાન. હુંo નિંદા સ્તુતિ શ્રવણ કીધી બહુ, થાક્યો સૂણી હવે ગાન; તપ શીલ સંયમ ભૂલી ગયો હું, જૂઠા જગતને કાજ. હુંo ભક્તિ કરી પણ ભાવ વિહોણી, દાંભિક ત્યાગ - વિરાગ; બહાર કર્યા અજવાળાં બહુ મેં, ભીતર ઘનો અંધકાર. હુંo જિનશાસન સરોવર છે નિર્મળ, સમક્તિ રૂડી પાળ; જ્ઞાનજળ નિર્મલ કરો મારૂ પ્રભુ, હૃદયે પધારો નાથ. હું
અન્ય પદો
૧૮૪૭ (રાગ : માલકૌંશ) આવો ! આવો ! પરમકૃપાળુ આવો ! આતમ દીપ જલાવો. ધ્રુવ રાગ-દ્વેષ ટળે અંતરથી, સમતા રસ રેલાવો; તિમિર ટાળી જ્યોત પ્રકાશો, નિર્મળતા પ્રસરાવો. આવો
અહંભાવને ઓંકાવી પ્રભુ, તૃણ તુલ્ય બનાવો; મિથ્યા બંધન દૂર હટાવી, વૈરાગ્યે ઝુલાવો. આવો નિત્ય નિરંતર નમું નિરંજન , એ ધૂન હૃદયે લગાવો; માણી શકું હું પરમાનંદને, એહ કૃપા વરસાવો. આવો૦ સ્વામી સાચું ભાન કરાવી, એ સત્ પંથે ચડાવો; અર્થ સમ! મુંજ' જીવનનું, જ્યોતમાં જ્યોત મિલાવો. આવો
સંગત બિચારી ક્યા કરે, દયા ભયા કઠોર;
| નવ નેજા પાણી ચડે, પત્થર ન ભીંજે કોર. || ભજ રે મના
૧૧૨
ભલા ભવ ન વિસરે, નગુણા ચડે ન ચિત્ત; કાલી ઊન કુમાણસો, (તેને) ન ચડે દૂજો રંગ.
ભજ રે મના