________________
૧૮૦૪ (રાગ : ગાવતી) સતિયા જન રે હો. સતની શુળીએ વીંધાય, રૂડા રંગમાં રંગાય; એના ગુણ રે હો ગાયા, કેમ રે ગવાય ? ધ્રુવ સંકટ કાંટાની એની પથારી ને અપયશ કુલની માળા; માંહીં મમતાને હોમી હોમી પ્રગટાવે ત્યાગની જ્વાળા. સતિયા પ્રેમ દયાના પાયા ઉપર, એ સતનાં મંદિરિયાં ચણાવે; જ્ઞાનઘંટ ગજાવી પ્રભુને , પગલું દેવાને મનાવે. સતિયા વૈરાગ્યની વડવાળે બાંધે, એ કાયાનો કર્મ હિંડોળો; અંગો છોળે એ તો અંતર વલોવે ને પાપીને પાથરે ખોળો. સતિયા ચંદ્ર શો શીતળ, નીરખ સૂરજ શો ? પ્રેમ પ્રતાપનો ગોળો; એવા રે સતિયાને પગલે, પૃથ્વીમાં કરૂણાની ઉછળે છોળો. સતિયા
સુંદરજી
૧૮૦૬ (રાગ : લાવણી) શાને માટે શોચ કરે છે ? પ્રભુ કરશે તેમ જ થાશે; ધારેલ મનના મનસૂબા તે, સરવે ફોગટમાં જાશે. ધ્રુવ પ્રભુ ઈચ્છા વિણ કંઈ નવ બનતું, કર્તાહર્તા જગસ્વામી; મને જાણે કે મેં જ કર્યું, પણ કરનારો અંતર્યામી, પ્રભુo પાંચ ભાઈ જે પાંડવ કહીએ, જેના સારથી જગકર્તા; એવા નર તે મહાસુખ મૂકી દુનિયા, થઈ વનમાં ભમતા. પ્રભુત્વ હરિશચન્દ્ર મહારાજા બળિયો, રાજ રૂડી રીતે કરિયું; પણ પરમેશ્વર કોપ્યો ત્યારે, નીચ ઘેર રહી જળ ભરિયું. પ્રભુત્વ નળરાજા સતવાદી કહીએ, જેની દમયંતી રાણી; અરધે વચ્ચે વનમાં ભમ્યાં, નવ મળિયાં અન્ને ને પાણી. પ્રભુo જુઓ સતી સીતાજી મોટાં , જેનાં વિશ્વભત સ્વામ; તેનું રાવણ હરણ કરી ગયો ત્યારે, સતી બહુ દુ:ખ પામી, પ્રભુo એવા મોટાને દુ:ખ જ પડિયું, બીજાની તો શું કહીએ ? કહે “સુંદરજી' કરી વિનંતિ, રામ રાખે તેમ જ રહીએ . પ્રભુ
૧૮૦૫ (રાગ : ઝીંઝોટી) હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગવાળી, આ ટીલડીઓ કોણે જડી ? વળી પૂછું કે મીંદડીની માંજરી શી આંખમાં, ચકચકતી કીકીઓ કોણે મઢી ? હું તો પૂછું કે આંબલીની ટોચે જ્યાં હાથ ના પો ‘ચે, ત્યાં કૂંપણો કોણે કરી ? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી, મીઠી ધાર કોણે ભરી ? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી ? વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી ? હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખતી આંખ મારી કોણે કરી ? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાંની ચૂંદડી કોણે કરી ?
યકરંગ
૧૮૦૭ (રાગ : ભૈરવી) સાંવલિયા મન ભાયા રે.
ધ્રુવ સોહિની સૂરત મોહિની મૂરત, હિરદૈ બીચ સમાયા રે. સાંવલિયા દેસમેં હૂંટા, વિદેશમેં ઢા, અંત કો અંત ન પાયા રે. સાંવલિયા કાહૂ મેં અહમદ, કાહૂમેં ઈસા, કાહૂ મેં રામ કહાયા રે, સાંવલિયા સોચ-વિચાર કહૈ યકરંગ પિયા, જિણ ખોજા તિન પાયા રે, સાંવલિયા
જો મતિ પીછે ઉપજે, સો મતિ આર્ગે હોય;
રામ કહે લખમન સુનો, કારજ બિણસે ન કોય. / ભજ રે મના
૧૧૦
આગ લગી બન ખંડમેં, જલ જલ પડે અંગાર; | જો નવ હોતે સંત તો, જલ મરતા સંસાર. || ૧૧૦૩
ભજ રે મના