________________
સુન્દરમ્
(ઈ. સ. ૧૯૦૮ - ૧૯૯૧) સુંદરમનું મૂળ નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર હતું. સુંદરમ્ એમનું ઉપનામ છે. તેમનો જન્મ ભરૂચ પાસેના મિયાંમાતર ગામમાં તા. ૨૨-૩-૧૯૦૮ના. રોજ થયો હતો. ભરૂચની રાષ્ટ્રીય શાળામાં અભ્યાસ કર્યા બાદ તેઓ વધુ અભ્યાસ અર્થે અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા હતા. ગાંધીયુગના તેઓ મૂર્ધન્ય સર્જક છે. તેમણે કવિતા ઉપરાંત ટૂંકીવાર્તા, નાટક, પ્રવાસ, વિવેચન, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન કર્યું છે. સુંદરમ પાંડિચેરીમાં શ્રીં અરવિંદ આશ્રમમાં રહી પૂર્ણયોગની જીવનપર્યત સાધના કરતા રહ્યા હતા. શ્રી અરવિંદ આશ્રમમાંથી પ્રગટ થતા ‘દક્ષિણા' તથા “ બાલદક્ષિણા’ સામયિકોના તેઓ તંત્રી પણ હતા. તેમનું અવસાન તા. ૧૩-૧-૧૯૯૧ એ થયું હતું.
૧૮૦૧ (રાગ : મારૂ બિહાગ) કાહકો રતિયા બનાઈ ? નહીં આતે, નહીં જાતે મન એ, તુમ ઐસે ક્યો શ્યામ કનાઈ ! ધ્રુવ હમ જમના કે તીર ભરત જલ, હમરો ઘટ ન ભરાઈ; ઐસો ઘટ ક્યોં તુમને દિયો, જાકે તુમ બિન કો ને સગાઈ ? તુમ ચલત ચલત હમ વૃંદાવન કી, ગલી ગલી ભટકાઈ; સબ પાયો રસ પિયા પિલાયા, તુમરી સૂરત ન દિખાઈ. તુમ હમ ઐસે તો પાગલ હૈ પ્રભુ, તુમ જાનો સબ પગલાઈ; પાગલ કી ગત પાગલ સમઝ, હમેં સમઝો સુંદરાઈ ! તુમ
વણ દીવે અંધારે જોવા, આંખે તેજ ભરાવો, વણ જહાજે દરિયો તરવી (૨) બળ બાહુમાં આપો; અમને ઝળહળતાં શિખવાડો-ઝળહળતાં શિખવાડો. પ્રભુત્વ ઊગતાં અમ મનના ફ્લડાંને , રસથી સભર બનાવો, જીવનના રંગો ત્યાં ભરવા (૨) પીંછી તમારી હલાવો; અમને મઘમઘતાં શિખવાડો-મઘમઘતાં શિખવાડો. પ્રભુત્વ ઉરની સાંકલડી શેરીના, પંથ વિશાળ રચાવો, હૈયાના નાના ઝરણાને (૨) સાગર જેવું બનાવો; અમને ગરજંતાં શિખવાડો-ગરજંતાં શિખવાડો. પ્રભુ અમ જીવનની વાદળી નાની, આભ વિષે જ ઉડાવો, સ્નેહ-શક્તિ-બલિદાન-નીરથી (૨), ભરચક ધાર ઝરાવો; અમને સ્થળ સ્થળમાં વરસાવો-સ્થળ સ્થળમાં વરસાવો. પ્રભુ
૧૮૦૩ (રાગ : ખમાજ) પુષ્પ તણી પાંદડીએ બેસી કરતું કોણ ચિરંતન હાસ્ય ? પૃથ્વી પરથી ઉડે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ? ધ્રુવ કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં સુંદર ચીર ? કોણ ઉછળતી મોક્લતું નિજ કુમળી ઉર્મિ સરવરતીર ? પુષ્પ અહો ! ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ મોતી માળ ? તરુએ તરુએ તી કોની આશા કેરી સાખ રસાળ ? પુષ્પ૦ કોનાં કંકણ બાજે એક્લ સરિતા કેરે સૂને ઘાટ ? પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ? પુષ્પ૦ ઓ સારસની જોડ વિશે ઉડે છે કોની ઝંખન જાળ ? અહો ફ્લેગ કોણ અધીરું વાદળ વાદળ માંડી ફાળ ? પુષ્પ અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ ? કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ? પુષ્પ૦
દુ:ખમેં સબ હરિકોં ભજે, સુખમેં ભજે ન કોય; | જો સુખમેં હરિકોં ભજે, તો દુઃખ કાયકોં હોય. ૧૧૦૧
ભજ રે મના
૧૮૦૨ (રાગ : ભૈરવી) જીવનજ્યોત જગાવો, પ્રભુ હે! જીવનજ્યોત જગાવો. ધ્રુવ ટચુકડી આ આંગળીઓમાં, ઝાઝું જોર જમાવો, આ નાનકડા પગને વેગે (૨) રમતાં જગત બતાવો; અમને સંચરતા શિખવાડો-સંચરતા શિખવાડો. પ્રભુત્વ
પાપીમેં ધન હોત હે, પાપીનેં ધન જાત; વરસ બારમેં તેરમેં, જડા મૂલસેં જાત. ||
ભજ રે મના
૧૧૦૦