SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સબિતા ૧૭૯૪ (રાગ : ધનાશ્રી) મેરે મન બસ રહો શ્રી રઘુરાજ. ધ્રુવ મેઘશ્યામ સુખધામ ધનુર્ધર, શૂરનકે શિરતાજ; બેન બાન ઔર વામા વ્રત હૈ, એક હિ જીન કો સાચ. મેરે૦ મુનિજન મંડલ મધ્ય વિરાજત, જ્યાં ગગને ગ્રહરાજ; સિદ્ધિ સંપત્તિ શુભ ચરન પરત હૈ, સહજ કરત સબ કાજ. મેરે પરમ પુનિત જાકો નગર અયોધ્યા, સરયૂ બહત સુખ સાજ; સુરકે કારન અસુર સંહારન, ધારન નિધિ પર પાજ. મેરે૦ અઘમ ઉદ્ધારન પાપ પ્રજારન, સદા ગરીબ નિવાજ; અલખ નિરંજન અજ ‘ સબિતા ’ પ્રભુ, ભવજલ તારન જહાજ. મેરે સમરથ ૧૭૯૫ (રાગ : બહાર) ભજ રે મના કાયામેં મેરી ફિ ગઈ રામદુહાઈ. ધ્રુવ શ્વાસોચ્છ્વાસ બિચ સોહમ બોલે, સૂતો લિયો જગાઈ; વિરહ વૈરાગ્ય વિભૂતિ તવ પર, કાયાએઁ બંદે બંધાઈ. કાયામેં સોઉં તબ નિદ્રા નહીં આવે, જાગ્રત સોઉં સદાઈ; જાગ્રત સુપન, સુપન જાગ્રત, ઐસી રીત ચલાઈ. કાયામેં૦ શત્રુ-મિત્ર, મિત્ર ફિર શત્રુ, શત્રુ-મિત્ર સોહાઈ; રાજા રંક, રંક ફિર રાજા, અબ આતમસુખ પાઈ. કાયામેં ધ્રુવ પાંઉ બિન નૃત્ય કરત નિત્ય નારી, કર બિન તાલ બજાઈ; અનહદ ઢોલ બાજત બેહદ પર, ‘સમરથ’ સુનત સદાઈ. કાયામેં શ્વાસાકી કર સમરણી, અજપાકો કર જાપ; પરમ તત્ત્વકો ધ્યાનધર, સોહં આપો આપ. ૧૦૯૬ સરભંગી ૧૭૯૬ (રાગ : સોરઠ ચલતી) ધન્ય ગુરુ દાતા ને ધન્ય ગુરુ દેવા, મારા સદ્ગુરુએ શબ્દ સુણાયો જી; ગુરુનો મહિમા પલે પલે વખાણું, તો પ્રાયશ્ચિત સઘળાં જાય જી. ધ્રુવ સૂતો જગાડી મુજને દેશ દેખાડ્યો, ને અલખ પુરુષ ઓળખાયો જી; બૂડતાં મારા ગુરુજીએ તાયેં, ને જમને હાથેથી છોડાયો જી. મારા ખાલ કઢાવું મારા શરીરતણી, ને ઉપર સોનેરી રંગ ચડાવું જી; જોડા સિવડાવી મારા ગુરુને પહેરાવું, તોયે ગણ-ઓશિંગણ કેમ થાવું જી ? મારા૦ ગૌદાન દેવે મરને ભોમી દેવે, ભર્યા કંચનના મહેલ લૂંટાવે જી; કાશી ક્ષેત્રમાં ક્રોડ કન્યાદાન દેવે, પણ ના'વે મારા ગુરુજીને તોલે જી. મારા સદ્ગુરુ મળિયા મારા ફેરા રે ટળિયા, ને લખે રે ચોરાશી છોડાઈ જી; ગુરના પ્રતાપે બાવા ‘સરભંગી' બોલ્યા, મુજને મુક્તિનો માર્ગ બતાયો જી. મારા સાગર મહારાજ ૧૭૯૭ (રાગ : કેદાર) જ્યમ જ્યમ દરદ આવ્યાં કરે, ખૂબ ખૂબ ખુશી ત્યમ માણવી; સમજી જવું કે દિલ્બરે કંઈ ભેટ આપી નવી નવી ! ધ્રુવ સુખ કાજ શાને આથડે ? સુખ દુઃખ બધું છે મન વડે; મનથી ચડે, મનથી પડે, મનથી બન્યું છે માનવી. જ્યમ આશક થવું નથી મશ્કરી, દિલ્હારથી ખરી દિમ્બરી; આ ખલ્કને ખારી કરી, મર્દાનગી બતલાવવી. જ્યમ શી પ્રીતિ ચીજ, અહો બડી ! ન ટકે બીજી જ્યાં વાતડી ! ખપ હોય તેણે અબઘડી સારી જહાંને પી જવી. જ્યમ ‘સાગર' જીતી લીધી ઝિન્દગી ! અવ્વલથી, હાં ! આખર લગી ! બસ હોય સચ્ચી દિલ્લગી તો મુફ્તમાં લ્યો લઈ જવી ! જ્યમ૦ સજ્જનસેં સજ્જન મિલે, જ્યોં ચંદનમેં કપૂર; દુરિજનકો દુરિજન મિલે, જ્યોં ભાંગમેં ધતૂર. ૧૦૯૦૩ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy