SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ મેશ ડાઘ નિજ ભાલ વસે જે, દર્પણ શુદ્ધ કર્યે ન ખસે તે; નિર્મળ જ્ઞાન જળે, નિજ દોષ પખાળીએ રે. ચેતન નિજ સુધારથી ઉદ્ધર્યું સૌ જગ, સુધર્યા વિણ ઉદ્ધારક તે બગ; પર | અર્હત્વ, સમૂળ પ્રજાળીએ રે, ચેતન૦ જો જો સંત વૃંદ સાધનતા, કર રે ! કેવળ નિજ શોધનતા; શુદ્ધ બુદ્ધ થઈ ‘સહજાનંદે’ મહાલીએ રે. ચેતન ૧૭૭૧ (રાગ : અભોગી કાન્હડા) ચેતનજી ! તું તારૂં સંભાળ, મૂકી અન્ય જંજાળ. ધ્રુવ તું છે કોણ? શું તારૂં જગતમાં? આપ સ્વરૂપ નિહાળ; દ્રવ્ય થકી તું આત્મપદારથ, નિત્ય અખંડ ત્રિકાળ. ચેતનજી વર્ણ ગંધ રસ સ્પર્શરહિત તું, અરૂપી અવિકાર; અસંયોગી અમલ અકૃત્રિમ, ધ્રુવ શાશ્વત એક સાર. ચેતનજી ષટ્ ગુણ હાનિ વૃદ્ધિ ચક્રાત્મક, પર્યય વર્તનાકાળ; લોકાકાશ પ્રમાણ પ્રદેશી, ક્ષેત્ર તણો રખવાળ. ચેતનજીવ સ્વભાવે પ્રત્યેક પ્રદેશે, ગુણગણ અનંત અપાર; ગુણગણ પ્રતિ પર્યાય અનંતા, સ્વ-પર ઉભય પ્રકાર. ચેતનજી પ્રતિ પર્યાય ધર્મ અનંતા, અસ્તિ નાસ્તિ અધિકાર; એ જ્ઞાનાદિક સંપદ તારી, જડ ત્યાગી ઘર પ્યાર. ચેતનજી જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ભાવે, ઉપાદાન સુધાર; કર્તા ભોક્તા ‘સહજાનંદ'નો, અનુભવ પંથ સ્વીકાર. ચેતનજી ૧૭૭૨ (રાગ : બૈરાગી ભૈરવ) જિયા તૂ ચેત શકે તો ચેત, શિર પર કાલ ઝપાટા દેત. ધ્રુવ ભજ રે મના સાધુ ભૂખે ભાવકે, અન્નકે ભૂખે નાંહિ; જો સાધુ અન્નકે ભૂખે, વોહી સાધુ નાંહિ. ૧૦૮૪ દુર્યોધન દુ:શાસન બન્દે ! કીન્હો છલ ભર પેટ; દેખ ! દેખ ! અભિમાની કૌરવ, દલ બલ મટિયા મેટ. જિયા ગર્વી રાવણ સે લંપટ ભી, ગયે રસાતલ ખેટ; માન્ધાતા સરિખે નૃસિંહ કેઈ, હારે મરઘટ લેટ. જિયા ડૂબ મરા સુભૂમ સા લોભી, નિધિ રિદ્ધિ સૈન્ય સમેત; શક્રી ચક્રી અર્ધ ચક્રી યહાં, સબકી હોત જેત. જિયા તાતે લોભ માન છલ ત્યાગી, કરી શુદ્ધ હિય ખેત; સુપાત્રતા સત્સંગ યોગસે, ‘સહજાનંદ’ પદ લેત. જિયા ૧૭૭૩ (રાગ : ઝુલણા છંદ) ધન્ય ગુરૂરાજ ! બોધિસમાધિનિધિ ! ધન્ય તુજ મૂર્તિ ! શી ઉર ઉજાળે ! મુજ સમા પતિતને ભવથી ઉદ્ધારવા, જ્ઞાન તુજ જ્યોતિ ઉર તિમિર ટાળે. ધ્રુવ પ્રશમરસ નીતરતી સ્વરૂપમાં મગ્ન શી ! મૂર્તિ ગુરૂરાજની આજ ભાળી; ભવદાવાનલ જ્વલિત જીવને ઠારવા, શાંત શીતળ શશી-શી નિહાળી ! ધન્ય શાંત મુદ્રા પ્રભુ આપની નીરખતાં, આપ સમ મુજ સ્વરૂપ લક્ષ આવે; પ્રેમ પ્રતીતિ રૂચિ ભક્તિ સહજાત્મમાં, જાગતાં એજ પદ એક ભાવે. ધન્ય તુંહિ તુંહિ સ્મરણથી રટણથી મનનથી, સહજ સ્વરૂપે અહો ! લગન લાગે; આત્મમાહાત્મ્ય અદ્ભુત ઉરમાં વચ્ચે, દેહનો મોહ દૂર કયાંય ભાગે ! ધન્ય એક એ જોઉં, જાણું, અનુભવું મુદા, એક એ સ્વરૂપમાં મગ્ન થાઉં; એ વિના સર્વ પરભાવ દુઃખખાણને, પરિહરી આત્મ આનંદ ધ્યાઉં. ધન્ય શરણ તું, ત્રાણ તું, પરમ આધાર તું, તુજ દશા ઉર્વશી ઉર વસાવું; દિવ્ય આત્મિક સુખમાં રમણતા લહી, સહજ બોધિ સમાધિ જગાવું. ધન્ય આજ કૃત પુણ્ય ધન્ય દિવસ મારો થયો, આજ નરજન્મ મેં સફ્ળ ભાવ્યો; આત્મ આનંદ અમૃતરસ રેલતો, શાંત સહજાત્મ પ્રભુ દિલ વસાવ્યો. ધન્ય કરણી કરે ભેડકી, ચલે હંસકી ચાલ; પુછડાં પકડે શિયાળકા, કિસ બિધિ ઉતરે પાર. ૧૦૮૫ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy