________________
નામરૂપ નાશવંત, અવિનાશી આત્મતત્ત્વ, એવું અલક્ષ લક્ષ લેવું; આદિમાં એક મધ્ય મિથ્યા અનેક છે, અંતે તો એક-મેક જેવું.
જિજ્ઞાસુo
આવું તેવું કે આમ તેમ (એમ) કોણ કહે ! ‘ એ 'ને પ્રપંચ પાર રહેવું; એ 'તો વિશેષ્ય-સત્ય, ખોટાં વિશેષણો, અનુભવે ઓળખી જ લેવું.
જિજ્ઞાસુ
શિવશંકર
૧૭૫૭ (રાગ : શિવરંજની) પારસમણિ પ્રભુનામ તજીને, પાષાણે પટકાવું શું ? ભયહર ભક્તિદ્વાર ભૂલીને, ભીંતે જઈ ભટકાવું શું ? ધ્રુવ આપી ઈશ્વરે આંખ અનુપમ, અંધ બની અથડાવું શું ? રામ પરમ સુખધામ તજીને, કામ વિશે કચડાવું શું ? પારસો નિર્મલ જલ ગંગાનું મૂકી, ખારા જળમાં ન્હાવું શું ? તજી સુધા, સમ ખસ ભોજન, ખરાબ ખાણું ખાવું શું ? પારસ જાણી જગમાયા જૂઠી એ, જૂઠામાં જકડાવું શું ? દાસ હરિના ખાસ બનીને, ખટપટમાં ખંડાવું શું ? પારસ શુદ્ધ સનાતન સ્વધર્મ ત્યાગી, અધર્મ પંથે ધાવું શું ? વેશ, બેશ, નિજ દેશ તજીને , બીજામાં બંધાવું શું ? પારસ પરમ પુનિત ભારતમાં જન્મી, ભ્રષ્ટાચારે ભરાવું શું ? “ શિવશંકર' ભવસાગર તરવા, ભજ હરિવર, સમજાવું શું ? પારસ
બ્રહ્મગુરૂ વેદવાક્ય ‘તત્ત્વમસિ' તારનાર, કહે છે “હું” અનુભવે તેવું; સમજી લે સાનમાં ને ઓળખી લે આપથી, સહેજે સ્વયં સ્વરૂપ એવું.
જિજ્ઞાસુ
સ્વયં જ્યોતિ
૧૭૫૮ (રાગ : ધોળ) જિજ્ઞાસુ તારે જેમના તેમ થઈ રહેવું. મનના સંકલ્પ ચિત્તવૃત્તિ આભાસ તજી, બુદ્ધિમાં જ્ઞાન ભરી દેવું; મિથ્યામલાપ, વાદ, વાણી, વિલાસ તજી, મુખથી સોડહં તેં કહેવું.
જિજ્ઞાસુ કાયાના કામકાજ સોંપી સ્વધર્મને, ભક્તિમાં ભાવ ભર્યા રહેવું; માયાના હૃદ્ધ એ તો મિથ્યા ભુલામણી, સમતા પ્રારબ્ધ સુખે સહેવું.
જિજ્ઞાસુo
સ્વામી જગદીશતીર્થ - મુંડેરી
૧૭૫૯ (રાગ : ગઝલ) પ્રભુને સર્વ સોંપીને પ્રભુનું ધાર્યું થાવા દે; પ્રભુની આ બદનબંસી પ્રભુને તું બજાવા દે. ધ્રુવ પ્રભુના સૂરથી ન્યારો, કરે તું સૂર મમતાનો; પ્રભુના સૂરમાં તારો, હૃદયનો સૂર મિલાવી દે. પ્રભુને૦ પ્રભુ શિરસ્વામી છે મોટો, પછી શો છે તને તોટો ? પ્રભુના અંકમાં બેસી, પ્રભુનું ધાર્યું થાવા દે. પ્રભુને૦ પ્રભુના જગત બાજારે, બન્યો સેવક તું વ્યવહારે; પ્રભુના નામ પર ત્યારે, નફો નુકસાન થાવા દે. પ્રભુનેo ચરાચર દેહની બંસી, બજાવનહાર સાચો છે; નથી તે પારખ્યો પ્રેમ, કસોટીમાં તું કાચો . પ્રભુને૦ નચાવે ભ્રાંતિયો તુંને, થયો અભ્યાસનો કેદી; શરણ જગદીશમાં વૃત્તિ, પછી થાનાર થાવા દે. પ્રભુને
રામ નામ સમશેર પકડલે, કૃષ્ણ કટારા બાંધ લિયા; દયા ધરમકી ઢાલ બનાર્ક, જમકા દ્વારા જીત લિયા.
૧૦૭છે
રામ નામ નિજ મંત્ર હૈ, સતગુરૂ દિયો બતાય; ઔષધ ખાવે પચ રહે, વાકી વેદના મિટ જાય.
૧૦ચ્છ)
ભજ રે મના
ભજ રે મના