SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ મનોહરવર્ણી (સહજાનંદ) (વિ.સં. ૧૯૭૨ - ૨૦૩૪) શ્રી સહજાનંદજી (મનોહરલાલજી) વર્ણી ઉચ્ચ કોટિના વિદ્વાન, ત્યાગી, અનુપમ અધ્યાત્મ ગ્રંથ - લેખક - કવિ અને વિશિષ્ટ વક્તા તરીકે સૌને માટે પ્રેરણારૂપ છે. તેમનો જન્મ વિ.સં. ૧૯૭૨ના કારતક સુદ ૧૦ના રોજ ઝાંસી જિલ્લા અંતર્ગત દમદમા ગામમાં માતુશ્રી તુલસીબાઈની કૂખે થયો હતો. તેમના પિતાનું નામ ગુલાબરામજી હતું. વર્ણીજીનું નાનપણનું નામ મગનલાલ હતું. વિલક્ષણ સ્મરણશક્તિને લીધે અભ્યાસમાં હમેશાં પ્રથમ સ્થાને રહેતા. ખેલકૂદમાં પણ તત્પર હતા. સંગીતનો સારો અભ્યાસ કર્યો હતો. હાર્મોનિયમ અને વાંસળી બન્ને શીખી લીધા હતાં. સુંદર વૈરાગ્યબોધક અને મનોહર વાણીના પ્રતાપે તેમનું નામ ‘ મનોહર' પડ્યું. અનિચ્છા હોવા છતાં વડીલોના આગ્રહથી વિવાહ કર્યો પણ ૨૦ વર્ષની ઉંમરે તેમના પત્ની મૃત્યુ પામ્યા. ત્યારબાદ બીજા લગ્ન કર્યા, તે પણ ૬ વર્ષ પછી મૃત્યુ પામ્યા. વિ.સં. ૨૦૦૦માં સિદ્ધશ્રેત્ર શિખરજી મુકામે શ્રી વર્ણીજીએ, શ્રી ગણેશપ્રસાદજી (બડે વર્ણીજી) સમક્ષ આજીવન બ્રહ્મચર્ય અને શ્રાવકના વ્રત અંગીકાર કર્યા. ૧૭ વર્ષની ઊંમરે તેઓ શાસ્ત્રી થઈ ન્યાયતીર્થની પદવી પણ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ સંસ્કૃત વિધાલયમાં શિક્ષક તરીકે સેવા આપી હતી. ઈ.સ. ૧૯૫૧માં માત્ર ૧૫ દિવસમાં ૩૭૫ સંસ્કૃત શ્લોકમાં સહજાનંદ ગીતા લખી. તેના પ્રત્યેક શ્લોકના અંતમાં સહજ આનંદનું વર્ણન કર્યું છે. એટલે તેમનું નામ સહજાનંદ પ્રચલિત થયું. તેમના સમગ્ર પધ સંગ્રહ ‘મનોહર પધાવલી'માં નિબદ્ધ છે. નાનીમોટી તેમની ૫૬૫ કૃતિઓની રચનાઓ ઉપલબ્ધ થઈ છે. અચાનક મેરઠમાં તા. ૨૯-૩-૧૯૭૮ના રોજ ૬૨ વર્ષની ઊંમરે સામાયિકના કાળ દરમિયાન હૃદયરોગના હુમલાથી દેહવિલય થયો. ૧૫૨૨ (રાગ : આરતી) ૐ જય જય અવિકારી, સ્વામી જય જય અવિકારી; હિતકારી, ભયહારી, શાશ્વત સ્વ વિહારી. ધ્રુવ કામ ક્રોધ મદ લોભ ન માયા, સમરસ સુખધારી; ધ્યાન તુમ્હારા પાવન. સંકલ કલેશહારી. ૩૦ ભજ રે મના જાકે આર્ગે રાગ રંગ, બજતે બિબિધ નિશાન; સોભી ઉડ ગયેં Üહ જ્યોં, પરી નહીં પહિચાન. ૯૩૪ પરમ હે સ્વભાવમય જિન તુમી ચીના, ભવસંતતિ ટારી; તુવ ભૂલત ભવ ભટક્ત, સહત વિપત ભારી. ૩૦ પર સંબંધ બંધ દુઃખકારણ, કરત અહિત ભારી; બ્રહ્મકા દર્શન, ચહું ગતિ દુ:ખહારી. ૩૩૦ જ્ઞાનમૂર્તિ હે સત્ય સનાતન, મુનિ મન સંચારી; નિર્વિકલ્પ શિવ નાયક, શુચિ ગુણ ભંડારી. ૩૦ બસો બસો હૈ સહજ જ્ઞાનધન, સહજ શાંતિચારી; ટલે ટલે સંબ પાતક, પરબલ બલધારી. ૩૦ ૧૫૨૩ (રાગ : પંજાબી કાફી) અબકે ઐસી દિવાલી મનાઉં, કબહૂ ફેર ન દુખડા પાઉં. ધ્રુવ જ્ઞાન રતન કે દીપ મેં તપ કા, તૈલ પવિત્ર ભરાઉં, અનુભવ જ્યોતિ જગા કે મિથ્યા, અંધકાર વિનશાઉં; જાસોં શિવ કી ઝૈલ નિહારૂં. બહૂં નિજ અનુભૂતિ મહા નિજ ગુણ લાભ દોષ લક્ષ્મીકા વાસ હૃદય કરવાઉ, ટોટેકા, લેખા ઠીક લગાઉં; જાસોં ફેર ન ટોટા પાઉં. કબહૂ આન કુદેવ કુરીતિ છાંડ કે શ્રી મહાવીર ચિતારૂ, રાગ દ્વેષ કા મૈલ જલાકર, ઉજ્જવલ જ્યોતિ જગાઉં; અપની મુક્તિ તિયા હર્ષોઉં. કબહૂ અષ્ટ કર્મકા ફોડ પટાકા, વિજયી જિન કહલાઉં, શુદ્ધ બુદ્ધ સુખ કંદ ‘મનોહર’ શીલ સ્વભાવ લખાઉં; જાસોં શિવ ગૌરી બિલસાઉં. કબહૂ કછુ ન ભરોસા કીજિયે, છિનભંગુર શરીર; એસો જાની હરિ ભજેં, સોહી સંત સુધીર. || ૯૩૫ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy