________________
ત્રણ લીટીમાં ત્રિભુવન સમાયું, બ્રહ્મવિધાનો ભોર, આહા-ઓહો કરી અફળાશો, એમાં નથી કાંઈ શોર; ખરી છે એ વિધા રે, ચિત્તમાં રૂડી સેવો, જ્ઞાની મહામહેનત અમે સમજ્યા છીએ, તે દેખાડ્યું પળમાંય, ન સમજાય તો પૂછો આવીને, આંતરો નથી કાંઈ આંય; ચોખ્ખું ચટ કહેવું રે, ‘બાપુ’ બ્રહ્મ એક દેવો'. જ્ઞાની
૧૪૭૮ (રાગ : ધોળ) માળાનો મર્મ નવ જાણ્યો, આંખો મીંચીને મણકા શીદ તાણો ? ધ્રુવ માળા ફેવ મન માંહી ઠેકાણો, રામ કહે કો સમજ ટાણો; દેહમાં દેવ તેને નહિ જાણો, જઈ કાષ્ઠ-પાષાણને માનો. માળાનો૦ છાપા તિલક ને માળા રાખે, કૂડ કપટ ને અસત્ય ઘણું ભાખે; હાથમાં માળા ને ક્રોધભર્યા કાળા, એ તો નિશ્ચ” ડૂળ્યાના છે ચાળા. માળાનો૦ માળા ફેરવી પુત્ર દ્રવ્ય માગે, જઈ શિવના દેવળમાં લાંધે; જગત સૂએ સદ્ગુરુ જાગે, સમજે તેને એ શબ્દ દિલે વાગે. માળાનો૦ સદ્ગુરુ મળ્યામાં મન મૂંઝાણું, છમેં એકવીસ હજાર દમ માણું; એ તો થાય છે રાત ને વહાણું, ઉન્મનિ ઘરમાં મળે ટાણું. માળાનો માળા જાણે જનક શુક જોગી, માળાના વ્યાસ અને શિવ ભોગી; બ્રહ્મમાં ભળ્યો ચોરાશીના રોગી, એ માળો તો ઘણી મોંધી. માળાનો ધીર ગુરુની માળાસંગે તાળી, ઉન્મનિ ઘરમાં વસ્યા વનમાળી; દાસ ‘બાપુ’ને માળા તે આલી, માળા પ્રેમે કરીને ઝાલી, માળાનો૦
બાબા આનંદ
૧૪૮૦ (રાગ : મલ્હાર) રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં; સીતારામ તણા સતસંગમાં, રાધેશ્યામ તણા તું રંગમાં. ધ્રુવ આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ ક્યારે ? ભજશું રાધેશ્યામ ? શ્વાસ ખૂટશેનાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં રંગાઈo જીવ જાણતો જાજુ જીવશું, મારું છે આ તમામ, પહેલા અમર કરી લો નામ, તેડું આવશે જેમનું જાણજે, જાવું પડશે સંગમાં રંગાઈo. સૌ જીવ કહેતા પછી જપીશું, મેળવી લો ને દામ, રહેવાના કરી લો ઠામ, પ્રભુ પડ્યા છે એમ ક્યાં રસ્તામાં ! સૌજને કે સાજનમાં. રંગાઈo ઘડપણ આવશે ત્યારે ભજશું !લઈશું રામનું નામ, પછી શું તીરથધામ, આતમ એક 'દિ ઊડી જાશે, શરીર રહેશે પલંગમાં રંગાઈo ભાત-ભાતના ભોજન જમતા, ભેળી કરીને ભામ, એમાં ક્યાંથી સાંભળે રામ? દાન પૂણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફ્રે છે ઘમંડમાં. રંગાઈo રંગ-રાગમાં ક્યારે ભજશે ? રહી જાશે-આમને આમ, માટે ઓળખને આતમરામ, * બાબા આનંદ' હરિ ૐ અખંડ છે, ભજતું શિવ-હરિ સંગમાં. રંગાઈo
૧૪૭૯ (રાગ : કટારી) જ્ઞાનીઓ બતાવું રે બંધ-મુક્તિ આત્મા કેવો ? આંખ મીંચી ઊઘાડો રે, દૃઢતા ધારો તો સેવો. ધ્રુવ સૂક્ષ્મ બુદ્ધિ હોય તો સમજાશે, નહિ તો કરશો ન માથાકૂટ, સહેલું સટ તો હવે બતાવું, પીઓ અમૃતનો છે ઘૂંટ; ખૂંટ મારી ખોલું રે, કહું બ્રહ્મ જેવો તેવો. જ્ઞાની ચૈતન્યમાં દૃશ્ય લ્પવું, જાણો બંધતણું એ મૂળ, ચૈતન્યમાંથી લ્પના છૂટવી, એ મુક્તિ જાણો સમૂળ; દૃશ્ય વગરનું ચૈતન્ય રે, આત્મરામ રૂપ મેવો. જ્ઞાની
કોટિ જન્મ ઈન જંતકે, પાપ રૂપી જે પહાર; ||
| સોઈ જરે એક પલકમેં, હરિ મુખ નામ ઉચ્ચાર. ભજ રે મના
૦૮૦
જ્યોં સાગરકે મધ્યમેં, સરિતા સકલ સમાય; ત્યોંહિ રામકે ભજનમેં, ઓર ભજન સબ આય.
૯૦૦
ભજ રે મના