________________
ગુરુસેવા સાચી રે, જે વડે જઈએ રાચી
બીજી તો સહુ ખોટી વાતો; રે, બચ્ચો તે તો માર ખાતો. ધ્રુવ સાધન-ભક્તિ સહુને સુવાડો, જગાડો ગુરુગમ એક, પહેલું ધ્યાન ધરો તમે ગુરુજીનું, ઘટમાં મૂકી બીજી સહુ ટેક; વિવેક રાખો એવો રે, અંધારાની ટળે રાતો. ગુરૂસેવા
બાપુ
૧૪૭૫ (રાગ : કટારી)
દેવ મૂકો તમે દેવી મૂકો ભાઈ, વળી અથડાવું ઠામોઠામ, કથા સાંભળી કાંઈ કામ ન આવે, નથી રાતો પીળો સુંદર શ્યામ; કામ થાય એકે રે, ભેટે ગુરુ જ્યારે માર્તો. ગુરૂસેવા૦ ગંગાજળ પીધે શુદ્ધિ ન થાયે, ન થાય રયે રામરામ, અનેક જનમ અળાવું પડે, પણ સિદ્ધ ન થાય કંઈ કામ; નામ જડે વહેલું રે, મૂકો જ્યારે જાત-ભાતો ! ગુરૂસેવા૦ યોગકાળમાં ઈશ્વર નથી બેઠો, નથી પેઠો સિદ્ધિ કેરી માંહ્ય, સિદ્ધિ મળેથી ઊલટો એ ભાગે, ગર્વ વઘે ઘણો ત્યાંય; ‘બાપુ' ભૂલે સરવે રે, વાહોલિયાં વ્યર્થ વાતો. ગુરૂસેવા૦
ભજ રે મના
૧૪૭૬ (રાગ : માંડ)
ચેતે તો ચેતાવું તુંને રે, પામર પ્રાણી. ધ્રુવ શાને કહે છે મારું મારું ? તેમાં નથી કાંઈ તારું; અંતકાળે રહેશે ન્યારું રે, પામર પ્રાણી. ચેતે માખીએ મધ ભેળું કીધું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધું રે, પામર પ્રાણી, ચેતે ખોળામાંથી ઘન ખોયું, ધૂળથી કપાળ ધોયું; જોરપણું તારું જોયું રે, પામર પ્રાણી. ચેતે૦
ભૂત પ્રેત ભાગે સર્બે, પાવત ભયસો અપાર; તિત જમદૂત ના આવહીં, જાં હરિ કથા ઉચ્ચાર.
GOG
હજી તારા હાથમાં બાજી, કરી લે સાહેબને રાજી; હૂંડી તારી થાય તાજી રે, પામર પ્રાણી. ચેતે ખંખેરીને હાથ ખાલી, ઊઠીને જાવું છે ચાલી; મેલ માથાકૂટ ઠાલી રે, પામર પ્રાણી. ચેતે દેહમાંથી ગયા પછી, તેનો તું માલિક નથી; ‘બાપુ' દાસ કહે કથી રે, પામર પ્રાણી, ચેતે
૧૪૭૭ (રાગ : માંડ)
ભૂલું પડ્યું છે દહાડે-જગત બધું ભૂલું પડ્યું છે દહાડે; માયા પંડિતરૂપે ભુલાડે. ધ્રુવ
એક આંધળાની પૂંઠે દસ-વીસ દોડ્યા ને, જઈને પડ્યા છે મોટે ખાડે; અહમાં રે આંધળો સમજ્યો નહિ સાનમાં, જેમ પાણી બગાડ્યું પેલે પાડે. જગત હરિ સચરાચર સરવેમાં છે, કે જૂઠ્ઠું બોલે છે લબાડે; સ્વામી છે સઘળે ને દ્વૈતભાવ રાખે, આંધળીને સંત જગાડે. જગત
તાન ટપ્પા ને છંદ બહુ ગાય છે, જઈને બેઠો છે ઊંચા તાડે; પોતે પ્રપંચ ભરેલા પાખંડી, તે સામાને શાંતિ શું પાડે ? જગત૦
કહે ‘બાપુ' હરિનામ જ સત જાણજો, બીજાં અસત તે જુદું પાડે; વણસે તે નામી, નહિ વણસે તે સ્વામી, સાચી વાત જૂઠી કોણ પાડે ? જગત૦
ખાધું ઘણું મસ્તી ઘણીને, આંખ ઓડે વઈ ગઈ, અપમાન કીધાં કંઈકના ને દિવાની ડાહી થઈ; વર્ષ ત્રણવીસી વિત્યાને, વાયદો ભૂલી ગયો, પાર પસ્તાવે નહિ પણ, સમય જાવાનો થયો; બંધન બાંધ્યા માયાના પણ માયાનો તું ના રહ્યો. કલિમે એક વિશેષ હૈ, રૂદે સુમરે હરિ નામ; સોહી લહે નિજ તત્ત્વો, વિષ્ણુ કહ્યો જે ધામ.
306
ભજ રે મના