________________
માતાપિતાના એ સંસ્કારો, ઊતરે બાળકમાં આચારો; વિકસે કુટુંબનું ઉધાન, એ ઘર આવે છે ભગવાન. જેના એની સુવાસ વિશ્વ વ્યાપે, દેવો આવી થાણું થાપે; * ગોવિંદ’ એ ઘર સ્વર્ગસમાન , એ ઘર આવે છે ભગવાન. જેના
૨૧૪ (રાગ : બિલાવલ) જિંદગીમાં કેટલું કમાણા રે ? જરા સરવાળો માંડજો; સમજુ સજ્જન તમે શાણા રે, જરા સરવાળો માંડજો. ધ્રુવ મોટર વસાવી તમે બંગલા બનાવ્યા (૨); ખૂબ કર્યા એકઠાં નાણાં રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં ઊગ્યાથી આથમતાં ધંધાની ઝંખના (૨); થાપ્યા આમતેમ થાણાં રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં ડાહ્યા થયા ને તમે પૂછાણા પાંચમાં (૨); મોટા થઈને મનાણાં રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં ખાધું પીધું ને તમે મોજ ખૂબ માણી (૨); તૃષ્ણાનાં પૂરમાં તણાણા રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં લાવ્યાં'તા કેટલું ને લઈ જવાના કેટલું (૨); આખર તો લાકડા ને છાણાં રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાં “ગોવિંદ'ના નાથને જાણ્યા ન જેણે (૨); સરવાળે મીંડાં મંડાણાં રે, જરા સરવાળો માંડજો. જિંદગીમાંo
૨૧૬ (રાગ : ધોળ) તારા ઘટમાં ગોવિંદ બોલે હાં રે તારા (૨), બહાર એને શીદ ખોળે ! બહાર એને શીદ ખોળે જીવલડા. ધ્રુવ હાં રે તારા ઘટમાં ખાણ હીરાની, હાંરે તેને ગોત્યો વિના અજ્ઞાની; ગરીબી નહી મટવાની, ગરીબી નહીં મટવાની , જીવલડાવે હાંરે અજ્ઞાનતણા અવરોધે, હાં રે મૃગ કસ્તુરીને ગોતે; ભટક સહુ વિણ બોધે, ભટક સહુ વિણ બોધે. જીવલડાવે હાં રે તારૂ રૂપ તું લેને તપાસી, હાંરે તું તો ઘટઘટ કેરો વાસી; ભૂલવણીમાં પડી ફાંસી, ભુલવણીમાં પડી ફાંસી, જીવલio હાં રે ગુરુ ગોવિંદ લેને ગોતી, હાં રે બની હંસ ચરી લે મોતી; નીરખવાને નિજ જ્યોતિ, નીરખવાને નિજ જ્યોતિ, જીવલડાઇ
૨૧૫ (રાગ : ગુણકી) જેના ઘરમાં ભક્તિગાન, એ ઘર આવે છે ભગવાન;
જ્યાં છે સંત તણાં સન્માન, એ ઘર આવે છે ભગવાન. ધ્રુવ ઘરનાં સૌએ સંપી રહેતાં, એકબીજાને દોષ ન દેતાં; નાનાંમોટાં સૌએ સમાન , એ ઘર આવે છે ભગવાન. જેના એકબીજાનું હિત વિચારી, મીઠી વાણીને ઉચ્ચરવી; રાખી સ્વધર્મ કેરું ભાન , એ ઘર આવે છે ભગવાન. જેના
૨૧૭ (રાગ : બસંત મુખારી) પરનું ભૂંડું કરતાં પહેલાં પોતાનું થઈ જાય , ખરેખર એ કુદરતનો ન્યાય.
વિષ વાવ્યાથી વિષ મળે, ને પ્રેમે પ્રેમ પમાય. ધ્રુવ ઘર-આંગણિયે બાવળ વાવે, પોષણ આપી પ્રૌઢ બનાવે; આખર એના ખરતાં કંટક, નિજ પગમાં ભોંકાય. ખરેખર ખાડો ખોદે તે જ પડે છે, રડાવનારો ખુદ જ રડે છે; અભિમાન નાના-મોટાનું, પલમાં હણાઈ જાય. ખરેખર
તીક્ષ્ણ બને પ્રજ્ઞા મહા, સદ્ વિચારને યોગા
તૂર્ત પરમપદ તે ગ્રહે, ટળે દીર્ઘ ભવરોગ. ભજ રે મના
૧૨છે
અંતરજામી ગુરુ આતમા, સબ ઘટ કરે પ્રકાશ / કહે પ્રીતમ ચર અચરમાં, ગુરુ નિરંતર વાસ
૧૨)
ગોવિંદ