________________
સ્તુતિ
તું મોક્ષની મોઝારમાં, હું દુ:ખ ભય સંસારમાં, જરા સામું પણ જુઓ નહીં, તો ક્યાં જઈ કોને કહું
(રાગ : શાર્દૂલવિકીડીત છંદ) જય જય હે વીતરાગ, હે જગગુરૂ તારા પ્રભાવો થકી, વાંછું ભવને ઉદાસીનપણું વંદી તને ભાવથી; તારા માર્ગ પરે વિભુ વિહરવા માગનુસારીપણું, આત્મા કેરો ધર્મ શુદ્ધ ધરવા, ઓ ઇષ્ટ ફળ આપતું. તુજને નાથ પ્રણામ નિત્ય કરતાં, દુ:ખો તણો નાશ હો, વંદન વારંવાર નાથ સઘળાં, કર્મો તણો ક્ષય કરો; તારા ધ્યાન મહીં વિલીન્ ભગવન, મૃત્યુ સમાધિસ્થ હો, બાંધી કેવળજ્ઞાન લાભ જીનવર, વંદન થકી પ્રાપ્ત હો. જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે ; પીએ મુદ્દા વાણી સુધા, તે કર્ણ-યુગલને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે. છો આપ બેલી દીનના, ઉદ્ધારવામાં દીનને, આજે ઉપેક્ષા આચરો છો, ઉંચિત એ શું આપને ? મૃગબાળ વનમાં આથડે, ભવ બને તેમ એકલો, મૂક્યો રખડતો એક્લો, આપે કહો શા કારણે ?
વીતરાગ આપ જ એક મારા , દેવ છો સાચા વિભુ, તારો જ ખરૂપ્યો ધર્મ તે હિત, ધર્મ છે સાચો પ્રભુ એવું સ્વરૂપ વિચારીને, કિંકર થયો છું આપનો , મારી ઉપેક્ષા નવ કરોને, ક્ષય કરો મુજ પાપનો.
ક્યારે પ્રભુ નિજ દ્વાર ઊભા બાળને નિહાળશો ? નિતનિત માંગે ભીખ ગુણની, એક ગુણ ક્યારે આપશો? શ્રદ્ધા દીપકની જ્યોત ઝાંખી, ક્યારે જવલંત બનાવશો? સુના સુના મુજ જીવન ગૃહમાં, ક્યારે આપ પધારશો ? રૂપ તારું એવું અદભુત, પલક વિણ જોયા કરું, નેત્ર તારાં નિરખી નિરખી, પાપ મુજ ધોયા કરું; હૃદયનાં શુભ ભાવ પરખી, ભાવના ભાવિત બનું, ઝંખના એવી મને કે, હું જ તુજ રૂપે બનું. ક્યારે પ્રભુ તુજ સ્મરણથી, આંખો થકી આંસુ સરે ? ક્યારે પ્રભુ તુજ નામ વદતાં, વાણી મુજ ગદ્ગદ્ બને ? ક્યારે પ્રભુ તુજ નામ શ્રવણે, દેહ રોમાંચિત બને ? ક્યારે પ્રભુ મુજ શ્વાસશ્વાસે, નામ તારું સાંભરે ?
હે દેવ ! તારા દિલમાં વાત્સલ્યનાં ઝરણા કર્યા, હે નાથ તારા નયનમાં, કરુણા તણા અમૃત ભર્યા; વીતરાગ તારી મીઠી મીઠી વાણીમાં જાદુ ભર્યો , તેથી જ તારા ચરણમાં , બાળક બની આવી રહ્યો. ત્રણ ભુવનના નાથ ! મારી, કથની જઈ કોને કહું ? કાગળ લખ્યો પહોંચે નહીં, ફરિયાદ જઈ કોને કરું ?
મનડું ભરી જોવા તને, આ આંખડી તલસી રહી, ને ટીકી ટીકી લાંબી નજરે, ચારૌગમ શોધી રહીં; પાસમાં પણ પાસ છે ને, તું અરે આસપાસ છે, હા ! પરંતુ શું કરું હું ? ‘' માં મારો વાસ છે.
ઉપજે ઉર સંતુષ્ટતા, દેગ દુષ્ટતા ન હોય.
| મિટૈ મોહમદપુષ્ટતા, સહજ સુષ્ટતા સોય | ભજ રે મના
ઉદ૮)
હોય જોહરી જગતમેં, ઘટકી આંખે ખૌલિ | તુલા સંવાર વિવેકકી, શબ્દ જવાહિર તોલી.
ઉક