________________
નૈણ દુ:ખી દરસણ કૂં તરસેં, નાભિ ન બૈઠે સાસડિયાં; રાત દિવસ યહ આરતિ મેરે, કબ હરિ રાખેં પાસડિયાં. નિતo લગી લગનિ છૂટણ કી નાહી, અબ ક્યૂ કીજે આંટડિયા; “મીરાં' કે પ્રભુ કબ રે મિલોર્ગ, પૂર મન કી આસડિયાં. નિતo
૭૫૮ (રાગ : કાલિંગડા) અખંડ વરને વરી સાહેલી, હું તો અખંડ વરને વરી; ભવસાગરમાં મહાદુઃખ પામી, લખચોરાસી જી. ધ્રુવ સંસાર સર્વે ભયંકર કાળો, તે દેખી થરથરી; કુટુંબ સહોદર સ્વાર્થી સર્વે, પ્રપંચને પરહરી, સાહેલી જનમ ધરીને સંતાપ વેઠયા, ઘરનો તે ધંધો કરી; સંત - સંગતમાં મહાસુખ પામી, બેઠી ઠેકાણે ઠરી, સાહેલી સંગુરૂની પૂરણ કૃપાથી, ભવસાગર હું તરી; મીરાં' હે પ્રભુ ગિરિધર નાગર, સંત ચરણમાં પડી, સાહેલીઓ
૭૬૧ (રાગ : તિલંગ) અમારા ઘૂંઘટ ખોલી રે, ક્યાં ગયો પેલો મોરલીવાળો? અમને રંગમાં રોળી રે, ક્યાં ગયો પેલો બંસીવાળો? ધ્રુવ હમણાં તો અમે વેણી ગૂંથી, પે'રી કાંબલ ચોળી; માત જશોદા શાખ પૂરે છે, કેસર છાંટયા ઘોળી. અમારા જળ જમુનાનાં ભરવા ગ્યાં'તાં, બેડું નાખ્યું ઢોળી; પાતળિયો પરપંચે ભરિયો, અમે તો અબળા ભોળી. અમારા પ્રેમ તણી પ્રેમદાને અંતર, ગેબની મારી ગોળી; મીરાં’ કહે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમળ ચિત્ત ચોડી. અમારા
૭૫૯ (રાગ : રામક્રી) અબ તો નિભાયાં બનેગા, બાંહ ગહેકી લાજ; સમરથ શરણ તુમ્હારી સઈયાં, સરબ સુધારણ કાજ. ધ્રુવ ભવસાગર સંસાર અપરબલ, જા મેં તુમ હો ઝહાજ! નિરાધાર આધાર જગતગુરૂ, તુમ બિન હોય અકાજ. અબ૦ જુગ જુગ ભીર કરી ભગતનકી, દીની મોક્ષ સમાજ; મીરાં' શરણ ગહી ચરનનકી, લાજ રાખો મતરાજ. અબo
૭૬૦ (રાગ : બહાર) મીરાં રામ મિલણ રો ઘણો ઉમાવો, નિત ઉઠ જોઉ બાટડિયાં; દરસ બિના મોહિ કછુ ન સુહાર્વે, જક ન પડત હૈ આંખડિયા. ધ્રુવ તળક્ત તળક્ત બહુ દિન બીતા, પડી બિરહ કી પાદડિયાં અબ તો બેગિ દયા કરિ સાહિબ, મેં તો તુમ્હારી દાસડિયાં. નિતo
૭૬૨ (રાગ : પીલુ) ઈતની બિનતી સુણ મોરી, પિયા ઈતની બિનતી સુણ મોરી. ધ્રુવ ઓરસે રસ વરસાવો રસિયા, હમસે કરો ચિત્ત ચોરી; તુમ બિન મોરે ઓર ન કોઈ, અરજ કરૂં કર જોરી. પિયા આવન કહ ગયે અજહું ન આયે, દિવસ રહે અબ થોરી; મીરાં' હે પ્રભુ કબ રે મિલોગે? શરણાગત મેં તોરી. પિયા
સગુરુ ધોબી, જ્ઞાન જલ, સાબુ સરજનહાર
સુરત શિલા પર ધોઈએ, નિકસે જ્યોત અપાર ભજ રે મના
૪૬૮)
મન ઠહરા તબ જાનિયે, અનસૂઝ સર્બ સુઝાય જ્યોં અંધિયારે ભવનમેં, દીપક બાર દિખાય
(૪૯)
મીરાંબાઈ