________________
૬૮૪ (રાગ : પહાડી)
અલખ નિરંજન આતમ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો; આ રે કાયા ઘર આતમ હીરો, ભૂલી ગયા ભવમાંહી કરો. ધ્રુવ
ધ્યાન ધારણા આતમ પદની, કરતાં ભ્રમણા મિટ જાવે; આત્મ તત્ત્વની શ્રદ્ધા હોવે તો, અનહદ આનંદ મન પાવે. અલખ૦ વિષયારસ વિષ સરીખો લાગે, ચેન પડે નહિ સંસારે; જીવન મરણ પણ સરખું લાગે, આતમપદ ચીંને ત્યારે. અલખ હલકો નહિ ભારે એ આતમ, કેવળજ્ઞાન તણો દરિયો; ‘બુદ્ધિસાગર' પામંતા તે, ભવસાગર ક્ષણમાં તરિયો. અલખત
૬૮૫ (રાગ : માંઢ)
આનંદ ક્યાં વેચાય ? ચતુર નર, આનંદ ક્યાં વેચાય? ધ્રુવ
આનંદ નહિ હાટડી એ રે, આનંદ વાટ ન ઘાટ; આનંદ અથડાતો નહિ રે, આનંદ પાટ ન ખાટ. ચતુર ક્ષણિક વિષયાનંદમાં રે, રાચ્યા મૂરખ લોક; જડમાં આનંદ કલ્પીને રે, જન્મ ગુમાવે ફોક. ચતુર અજ્ઞાને જે ભક્તિમાં રે, માન્યો મન આનંદ; આનંદ સાચો તે નહિ રે, મૂર્ખ મતિનો કંદ. ચતુર ભેદજ્ઞાન દૃષ્ટિ જગે રે, જાણે આતમ રૂપ; આતમમાં આનંદ છે રે, ટાળે ભવ ભય ધૂપ. ચતુર આનંદ અનુભવ યોગથી રે, પ્રગટે ઘટમાં ભાઈ; સદ્ગુરુ સંગત આપશે રે, જ્ઞાનાનંદ વધાઈ. ચતુ સદ્ગુરુ હાટે પામશો રે, આનંદ અમૃતમેવ; ‘બુદ્ધિસાગર' કીજીએ રે, પ્રેમે સાચી સેવ. ચતુર૦
ભજ રે મના
જબ ગુરુ હૈ તબ મૈં નહીં, જબ મૈં હૂઁ ગુરુ નાહિં | પ્રેમ ગલી અતિ સાંકરી, જા મેં દો ના સમાહિં !
૪૧૪
૬૮૬ (રાગ : મલ્હાર)
ઐસા સ્વરૂપ વિચારો હંસા ! ગુરુગમ શૈલી ઘારી રે. ધ્રુવ પુદ્ગલરૂપાદિકથી ન્યારો, નિર્મલ સ્ફટીક સમાનો રે; નિજસત્તા ત્રિહુકાલે અખંડિત, બહું રહે નહિ છાનો રે. ઐસા ભેદજ્ઞાન સૂર ઉદયે જાગી, આતમ ધંધે લાગો રે; સ્થિરદૃષ્ટિ સત્તા નિજ ધ્યાયી, પર પરિણતિ ત્યાગો રે. ઐસા કર્મબંધ રાગાદિક વારી, શકિત શુદ્ધ સમારી રે; ઝીલો સમતા ગંગા જલમેં, પામી ધ્રુવી તારી રે. ઐસા નિજગુણ રમતો રામ ભયો જબ, આતમરામ કહાયો રે; ‘બુદ્ધિસાગર' શોધો ઘટમાં, નિજમાં નિજ પરખાયો રે. ઐસા૦
૬૮૭ (રાગ : સારંગ)
ઘટ ખોજ્યા બિન પાર ન આવે, દોડત દોડત મનની દોટે. ધ્રુવ પુસ્તક શોધ્યા વાયુ રોધ્યા, પડી ખબર નહીં ઘટકી; સદ્ગુરુ સંગે રહો ઉમંગે, લહો ખબર અન્દરકી. ઘટ૦ જ્યાં ત્યાં માથું મારીને રે, ભૂલ્યો ભમે પરઘેર; જડમાં નિજને શોધવો રે, અહો મહા અન્ધેર. ઘટ૦
મૃગલો કસ્તુરીની ગંધે, આડો અવળો દોડે; ભ્રમણાએ ભૂલ છે તે મોટી, તોડે સો નિજ જોડે. ઘટ પરનો કર્તા પરનો હર્તા, નિજગુણ સહેજે ઘ; આપ સ્વરૂપે આપ પ્રકાશે, સમજે સો જન તરતા. ઘટ આતમ રૂચિ ગુરુગમ કુંચી, લહી ઉધેડો તાળું; ‘બુદ્ધિસાગર’ અવસર પામી, નિજ ઘરમાં ધનભાળું. ઘટ
ભક્તિદાન મોહિ દીજિયે, ગુરુ દેવન કે દેવ । ઔર કછૂ નહિં ચાહિયે, નિસ દિન તેરી સેવ ॥
૪૧૫
બુદ્ધિસાગરજી