SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૦ (રાગ : ધોળ) દાટ્યો રહેને ચોર દૈવના, શું મુખ લેઈને બોલેજી; સ્વારથ કારણ શ્વાનની પેરે, ઘર ઘર તો ડોલેજી. ધ્રુવ આતમ સાધન કાંઈ ન કીધું, માયામાં ભરમાણોજી; લોક કુટુંબની લાજે લાગ્યો, સઘળેથી લુંટાણોજી. દાઢ્યો પેટને અરથે પાપ કરતાં, પાછું ફરી નવ જોયુંજી; કોડી બદલે ગાદ્દ કુબુદ્ધિ, રામ રતન ધન ખોયુંજી. દાયો વિષય વિકાર હૈયામાં ધાર્યા, વિસા મોરારિજી; મૂરખ તેં આમે દશ મહિના, જનુની ભારે મારી જી. દાટ્યો સંત પુરુષની સોબત ન ગમે, ભાંડ ભવાઈમાં રાજીજી; બ્રહ્માનંદ' કહે નર તન પામી, હાર્યો જીતી બાઇજી. દાયો ૬૬૨ (રાગ : દેશી ઢાળ) મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કહેશે ? માથા સાટે વર્યા મેં તો નાથ રે, કોઈ મને શું કહેશે ? (૧) હવે બળે છે જગમાં બલાય રે, કોઈ મને શું કહેશે ? મેં તો ભેટ્યા છે ભૂદરરાય રે, કોઈ મને શું જ્હશે ? (૨) અતિ આનંદ થયો છે મારે અંગ રે, કોઈ મને શું કહેશે ? લાગ્યો રસિયાજીનો રંગ રે, કોઈ મને શું કહેશે ? (3) થઈ જગમાં અલૌકિક જીત રે, કોઈ મને શું કહેશે ? લાગી પૂરણ સલૂણી સાથે પ્રિત રે, કોઈ મને શું કહેશે ? (૪) હવે થયો સંસારડો ઝેર રે, કોઈ મને શું કહેશે ? ‘બ્રહ્માનંદ'ને વ્હાલે કીધી મહેર રે, કોઈ મને શું કહેશે ? (૫) ૬૬૧ (રાગ : સારંગ) બાળપણું તેં જીવ અજ્ઞાની, ખબર વિનાનું ખોયુંજી; સારૂં ભૂંડું કાંઈ ન સૂછ્યું, રમતમાંહિ મન મોહ્યુંજી. ધ્રુવ જુવાનપણું યુવતીમાં ખોયું, ધનને અરથે ધાયોજી ; મનમાં સમજે મુજ સરીખો , નથી જગતમાં ડાહ્યોજી. બાળo વૃદ્ધપણામાં ચિંતા વધી, હાથ પાય નવ ચાલેજી; ઘરનાં માણસ કહ્યું ને માને , તે દુ:ખ અંતર સાલેજી. બાળo ભાળે નહિ રોગે ભેલાણ , પડિયો લાંબો થઈનેજી; જમના કિંકર ગરદન ઝાલી, ચાલ્યા જોરે લઈનેજી. બાળo ઠાલો આવ્યો ભૂલ્યો વૃઢો, કાંય ન લૈ ગયો સાથેજી; ‘બ્રહ્માનંદ' હે યમપુરી કેરુ, મહાદુઃખ લીધું માથજી. બાળo ૬૬૩ (રાગ : ગરબી) રે શિર સાટે નટવરને વરીએ, રે પાછું તે પગલું નવ ભરીએ. ધ્રુવ રે અંતરદૃષ્ટિ કરી ખોળિયું રે, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું; એ હરિ સારું માથું ધોવું. રે૦ રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ; ત્યાં મુખે પાણી રાખી મરીએ. રે૦ રે પ્રથમ ચડે શૂરો થઈને , રે ભાગે પાછાં રણમાં જઈને; - તે શું જીવે ? ભૂંડું મુખ લઈને. રેo રે પહેલું જ મનમાં બેવડીએ, રે હોડે હોડે જુદ્ધ નવ ચડીએ; રે જો ચડીએ તો ટકા થઈ પડીએ. રેo રે રંગ સહિત હરિને રટીએ , રે હાક વાગ્યે પાછા નવ હટીએ; ‘બ્રહ્માનંદ' કહે ત્યાં મરી મટીએ. રેo પી પી કરતે દિન ગયા, રૈન ગઈ પિય ધ્યાન | બિરહિનિ કે સહજે સર્વે, ભક્તિ યોગ અરુ જ્ઞાન | | ૧૯૮૦ પીવા ચહોં કે મત ચહોં, વહ તો પી કી દાસ ! પિય કે રંગરાતી રહૈ, જગ સોં હોય ઉદાસ || || બ્રહ્માનંદ સ્વામી ભજ રે મના ૩૯૯)
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy