________________
૬૫૬ (રાગ : બિદ્રાવની સારંગ), ઓરા આવોને સુંદર શ્યામ, એકાંતે મળિયે રે; વ્હાલા દીન જાણીને દયાળ , અઢળક ઢળિયે રે. ધ્રુવ વારી મૂરતિ તમારી માવ, વસી દિલ મોરે રે; હું તો જોઈને થઈ ગુલતાન, ફૂલાં કેરે તોરે રે. ઓરાવ વ્હાલા તેમને મળ્યાના છે કોડ, કરિયે વાતું રે; વ્હાલા તમ વિના પલ એક, નથી રેવાતું રે. ઓરા તમે દિલડાના દરીઆવ, કે છેલછોગાળા રે; મારા મન માન્યા મોરાર, છો મરમાળા રે, ઓરાવ આવી તમ સાથે અલબેલ, પ્રીત બંધાણી રે; મુખ લાવણ્યતા જોઈ, માવ હું લોભાણી રે, ઓરાવ તમે મોટા થઈ મહારાજ, શું લલચાવો રે ? વ્હાલા “બ્રહ્માનંદ’ના નાથ, હસીને બોલાવો રે. ઓરાવે
૬૫૭ (રાગ : ભીમપલાસ) ભવસાગરમાં શરણ અચળ અવિનાશી સાચા સંતનું; શ્રુતિ સ્મૃતિ સાખ , હરિ હરિજનનાં પ્રાણ વચન ભગવંતનું . ધ્રુવ જેમ જળ તરંગ નહીં ભેદ જદા , તેમ તેજ અગ્નિ નહી ભિન્ન સદા;
એમ હરિ હરિજન એક સદા, ભવ જેમ કીટ ભમરીને સંગ કરી, ગતિ ઈયળ તજીને થઈ ભમરી;
એમ હરિગુરૂ ધ્યાને પામે હરિ. ભવ જેમ કેર બોર વન વૃક્ષ ક્યાં ! તે ચંદન વાસે ચંદન થયાં;
તેનાં નામ રૂપ ગુણ ભેદ ગયાં, ભવ શ્રી મુખે કહ્યું માં 'તમ સંત તણું, અશ્વમેઘ યજ્ઞથી અનંતગણું;
કહે બ્રહ્માનંદ શું હું ઘણું. ભવ
૬૫૮ (રાગ : ગરબી) જોને જોને સખી એનું રૂપ, મનોહર રાજે રે; મુખ લાવણ્યતા જોઈ કામ, કે કોટિક લાજે રે. ધ્રુવ જોને કુલડાનો તોરો શીષ, સુંદર શોભે રે; જોઈ લાલ સુરંગી પાઘ, મનડું લોભે રે, જોને વ્હાલો નેણે જણાવે છે. નેહ, કે હેતે હે રે; મુને ન્યાલ કરી નંદલાલ, આજુને ફે રે, જોને૦ પેરી શોભિતા શણગાર, રૂડા લાગે રમતા રે; વ્હાલો વ્રજનારીને ચિત્ત, ગિરધર ગમતા રે. જોને૦ મારાં લોચનિયાં લોભાય, નટવર નિરખી રે; હું તો મગન થઈ મનમાંય, દિવાની સરખી રે. જોને૦ ઊભા ગીત મધુરાં ગાય, ગોપીજન સંગે રે; વ્હાલો ‘બ્રહ્માનંદ 'નો નાથ, રમે રસ સંગ રે, જોનેo
૬૫૯ (રાગ : ઝૂલણા) તારી આંખલડી અલબેલ, અતિ અણિયાળી રે; હું તો ગરક થઈ ગુલતાન, કે ભૂધર ભાળી રે. ધ્રુવ માથે લાલ કસુંબી પાઘ, કે તારો લટકે રે; છબી જોઈને સુંદર શામ, કે મન મારું અટકે રે, તારી0 રૂડી કેસર કેરી આડ, કે ભાલ બિરાજે રે; જોઈ મુખની શોભા માવ, પૂરણ શશી લાજે રે. તારી0 શોભે ઘેઘુરડીનો, ઘેર, કંડે કંદોરે; ગળે મોતીડાંની માળ, કે ચિત્તડું ચોરે રે, તારી0 શોભે સુથલી સોરંગ, રૂપાળો રેંટો રે; વ્હાલા પેરીને પ્રાણ આધાર, ભાવેશું ભેટો રે, તારી0 વ્હાલા બ્રહ્માનંદના નાથ, આવી સુખ આપો રે; મને હેર કરી મોરાર', પોતાની થાપો રે, તારી0
બિરહિનિ કે ઇક રામ બિન, ઔર ન કોઈ મીતા ||
આઠ પહર સાઠોં ઘડી, પિયા મિલન કો ચીત II | ભજ રે મના
૨૯૦
બિરહિનિ સા સુમિરન કરે, સૂઝે દૂજા નાહિં ! આઠ પહર પી કી રટન, નૈન રહે પથરાઈ | ૩૯o )
બ્રહ્માનંદ સ્વામી