________________
પ૩૯ (રાગ : પ્રભાત) સંતસમાગમ જે જન કરશે, તેને પ્રગટે પ્રેમ જોને; જે ધાતુને પારસ પરશે, તે તો હોયે હેમ જોને. ધ્રુવ કથીર, કાંસુ, હેમ ન હોયે, કોટિ પારસ પરસે જોને; શૂન્ય છીપ તે ઉપર ના'વે, સો મણ સ્વાતિ વરપે જોને. સંતo અચેતને ઉપદેશ ન લાગે, શિવબ્રહ્મા સમજાવે જોને; જેનાં અવળાં અંતઃકરણો, તેને સમજણ ના 'વે જોને, સંતo કુબુદ્ધિ કાળપ જેને હૃદયે, તેને ન લાગે રંગ જોને; અડદ ઊજળો કચમે ન પાયે, જઈ ઝબોળે ગંગ જોને. સંતo કુશકા કુટેથી શું થાય ? કણ ન જડે તેમાંથી જોને; મંદ અભાગી મૂરખ નરને, સમજણ આવી ક્યાંથી જોને. સંત પાપીને પરબોધ ન કરીએ, મૌન ગ્રહીને રહીએ જોને; કહે “પ્રીતમ તુલસી દળ તોડી, પ્રેત ન પૂજવા જઈએ જોને. સંતo
૫૪૧ (રાગ : બિહાગ) હરિ વસે હરિના જનમાં, તમે શું કરશો જઈ વનમાંરે ? ધ્રુવ ભેખ ધરીને તમે શીદ ભટકો છો ? નથી કાંઈ દેહ દમનમાંરે. હરિ. સાચું રે બોલો ને સાચું ચાલો, રહો નિત ભાવ ભજનમાં રે. હરિ. હરિજન શીળ સંતોષનું રાજી, કપટ રહિત છે તનમાં રે. હરિ. એ હરિ જનને હરિ કરી માનો, ભ્રાંતિ ન આણશો મનમાંરે. હરિ. ચાગ યજ્ઞ તપ તીર્થ થકી શું ? દશ વાર નહાવો દિનમાંરે. હરિ. દાસ પ્રીતમ પ્રભુ પ્રેમ શું રાજી, નથી કાંઈ યાગ જગનમાં રે. હરિ.
પ૪૦ (રાગ : શુક્લ બિલાવલ) હરિ ભજે તો આવે સુખની લહેર જો, દુર્લભ મનુષ્ય દેહનો લ્હાવો લીજીએ. ધ્રુવ
ક્યાં થકી આવ્યો ને જીવ તારે ક્યાં જવું ? બોલ, વિચારી જો ઠરવાનું કામ જો; આ જૂઠાં જગત સાથે ઝઘડો નવ કીજીએ, અંતે સાચો બેલી સીતારામ જો. હરિ આ મનુષ્યદેહ પામ્યો મોંઘા મૂલનો, કોટિ જનમના પુણ્ય તણો નહિ પાર જો; આ શીશને સાટે રે માગી નહિ મળે, એ ઘડી તારી લાખેણી વહી જાય છે. હરિ. આ વ્રજવાસી ગોપીએ લ્હાવો લૂંટિયો, મૂકી દીધી કંઇ માતા-પિતા-કુળલાજ જો; સાચું તે સગપણ છે શામળિયા તણું, સરિયાં સઘળાં વ્રજ વનિતાનાં કાજ જો હરિ આ તન-મન-ધન-બન રે રંગ પતંગનો, જોતજોતામાં જોને વણસી જાય જો; અંતરમાં ઓળખી લે આતમરામને, કહે “પ્રીતમ’ આવાગમન મટી જાય જો. હરિ
જો મોહ-માયા કે સંગ ફર્સ, કંચન નારી કે રાગમેં
જ્ઞાની કહે વહ કૈસે બચે, મૂર્ખ રૂઈ-લપેટી-આગમેં. ભજ રે મના
ઉ૩૦
પ૪૨ (રાગ : મંદાક્રાંતા છંદ, પ્રભાત) હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. ધ્રુવ સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને; સિંધુ મળે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને. હરિનો મરણ આંગમેં તેં ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને; તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને. હરિનો પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને; માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનારા દાઝે જોને. હરિનો માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને; મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને. હરિનો૦ રામ-અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે જોને; પ્રીતમ ’ના સ્વામીની લીલા, તે રજનીદિન નીરખે જોને. હરિનોવે
મનુષ્ય જન્મ નર પાયકે, ચૂકે અબકી ઘાત જાય પડે ભવચક્રમેં સહે ઘનેરી લાત
કવિ પ્રીતમદાસ