________________
૩૬૨ (રાગ : ભૈરવી)
હૈ આશક ઔર માશૂક જહાં, વહાં શાહ વજીરી હૈ બાબા, ન રોના હૈ ન ધૌના હૈ, ન દર્દે અસીરી હૈ બાબા ! દિનરાત બહારે ચુહલેં હૈ, ઔ એશ સફીરી હૈ બાબા ! જો આશક હોવે સો જાને હૈ, યહ ભેદ ફ્કીરી હૈ બાબા, હર આન હંસી હર આન ખુશી, હર વક્ત અમીરી હૈ બાબા ! જબ આશક મસ્તક્કીર હુએ, ફીર ક્યા દિલગિરી હૈ બાબા! ધ્રુવ
હૈ ચાહ કીર એક દીલબરકી, ફીર ઔર કીસીકી ચાહ નહીં, એક રાહ ઉસીસે રખતે હૈ, ફીર ઔર કીસીસે રાહ નહીં; યહાઁ જીતના રંજો તરદુદ હૈ, હમ એસે ભી આગાહ નહીં, કુછ મરનેકા સંદેહ નહિ, કુછ જીનેકી પરવાહ નહીં. હર આન હંસી હર આન... ...જબ આશક મસ્ત કુછ જીલ્મ નહિ કુછ જોર નહિ, કુછ દાદ નહિ ફરિયાદ નહીં, કુછ કૈદ નહિ કુછ બંદ નહિ, કુછ જલ્ર નહિ આઝાદ નહીં; શાર્ગીદ નહિ, ઉસ્તાદ નહિ, વીરાન નહિ આબાદ નહીં, હૈ જીતની બાતેં દુનિયાકી, સબ ભૂલ ગયે કુછ યાદ નહીં. હર આન હંસી હર આન... ...જબ આશક મસ્ત નિત અશરત હૈ નિત હત હૈ, નિત રાહત હૈ નિત શાદી હૈ, નિત મહેરો કરમ હૈ દિલબરકા, નિત દિલભી ખૂબ મુરાદી હૈ; જબ ઉમડા દરિયા ઉલફ્તકા, હર ચાર તરફ આબાદી હૈ, હર રાત નઈ એક શાદી હૈ, હર રોઝ મુબારકબાદી હૈ. હર આન હંસી હર આન... ...જબ આશક મસ્ત
હમ ચાકર જીસકે હુસ્નેકે હૈ, વોહ દિલબર સબસે આલા હૈ, ઉસને હી હમકો જી બખ્શા, ઉસને હી હમકો પાલા હૈ; દિલ અપના ભોલા ભાલા હૈ, ઔર ઇશ્ક બડા મતવાલા હૈ, ક્યા કહીએ ઔર “ નઝીર’ આગે, અબ કૌન સમઝનેવાલા હૈ. હર આન હંસી હર આન... ...જબ આશક મસ્ત
4
ભજ રે મના
કબીર બીર ક્યા કરત હો, ખોલ જો અપના શરીર પાંચો ઇન્દ્રી વશ કરો, તો આપ હી આપ કબીર
૨૨૨
૩૬૩ (રાગ : હરિગીત છંદ)
હિત કહ્યું સુણે ન કંઈ, તે બધિર સરખો જાણવો, થાય સ્વાધીન ક્રોધને, તે આંધળા સમ માનવો. સારું જે બોલી ન જાણે, મૂંગ સરખો ધારવો; સારૂં-માઠું ન સમજતાને, પશુ સમજી કાઢવો.
તેજ મોટો જાણો, જે નિત પર-ઉપકારી છે; ધીર તેને ધારવો, જે સંકટ નિર્ભય ભારી છે. ગરીબ કો'ને જોઈ, તેનો અનાદર કરવો નહિ; કોઈ કાળે આપણી પણ, રે દશા તેવી અહીં.
હિતુ જનની શીખ કેરું, કટુ ભાષણ છે ખરું ! તોય છે હિતકારી મારે, વેર શું કરવા કરું ? છાની વાતો આપણી, તે ભરોસે કહેવી નહિ; સાચ સ્નેહી હોય તો, વળી ભરોસે કહેવી સહી. આમદાની-ખર્ચ લખવે, લોક સાવધ રેય છે, વહેવારે શરમ રાખે, હાનિ વ્હોરી લેય છે. લેવી, નાના પાસથી પણ, ચાતુરીની વારતા; પતે કજિયો ઘર મેળે, કાજી પાસે ના જતા.
ભૂંડુ બોલો ના કદી, કો મૂએલાનું સર્વથા; વેરભાવ ન રાખવો, ના ઉઘાડો છાની કથા.
મીઠું જમવા જીભને રે ! ઝાઝી ટેવ ન પાડવી; કોઈ કજિયો વ્હોરી લેવા, ડોકી બા'ર ન કાઢવી.
એક કામ પૂરું થયેથી, હાથ બીજે ઘાલવો; બેની વાતોમાં ત્રીજાએ, ઝટ વિચાર ન આલવો.
- નર્મદાશંકર
ઘડી પલકી ખબર નહીં, કરે કલકી બાત જીવકે સર પર યમ ફિરે, જ્યું તેતર માથે બાજ
૨૨૩
નર્મદાશંકર