________________
અખા ભગત ઈ. સ. ૧૬૦૦ - ૧૬૫૫
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે ધારામાં વહેંચાયેલું છે. જ્ઞાનધારા અને ભક્તિધારા. જ્ઞાનધારામાં કવિતા રચનારા કવિઓમાં નરસિંહ, ભોજો, ધીરો, નરહરિ અને અખો છે. જ્ઞાનધારાની કવિતાએ મુખ્યત્વે બ્રહ્મ , માયા અને જગતની ઉત્પત્તિ-સ્થિતિને કેન્દ્રમાં રાખ્યા છે. અખાની વાણીમાં ઉપમા , ઉબેંક્ષા, રૂપક, દ્રષ્ટાંત વગેરેથી બોધ કરાયેલ છે, જેમાં સર્વ પ્રકારની અલંકાર રચનાઓનો સમાવેશ થાય છે. કવિ અખાનું દૃષ્ટાંત નિરૂપણ , એની વૈવિધ્ય વિશાળતા, ચિત્રાત્મકતા, અવનવીન રચના-રીતિ તથા વેગ અને જોશને કારણે ગુજરાતી સાહિત્ય અનન્ય સરખું ભાસે છે. તેમની મુખ્ય રચનામાં ‘ અખેગીતા', છપ્પા, ચિત્તવિચાર સંવાદ અને ગુરુશિષ્યા સંવાદ વગેરે છે. જેમાં મુખ્યતાથી બ્રહ્મ-કેવલ્યનું વર્ણન કર્યું છે. અખેગીતા એ અખાનો પહેલો ગ્રંથ છે, અખાનો જન્મ લગભગ સંવત ૧૬૫૩માં માનવામાં આવે છે. જેતલપુરથી પંદર-સોળ વર્ષની વયે તેમણે અમદાવાદ આવીને નિવાસ કર્યો હતો. એમના પિતા અને એક નાની બહેન પણ સાથે હતા. અખાની ૨૦ વર્ષની ઉંમર પહેલાં એમના પિતાનો સ્વર્ગવાસ થયો હતો. ત્યારબાદ થોડા જ દિવસોમાં બહેનનો પણ સ્વર્ગવાસ થયો હતો. બાળલગ્નની પ્રાપ્ત થયેલી યુવાન સ્ત્રી પણ એ જ સમયમાં મૃત્યુ પામી. ત્યારબાદ પુર્નલગ્ન કર્યા હતા. અખો જ્ઞાતિએ સોની હતા. તીર્થ પર્યટન દરમ્યાન જયપુરમાં વૈષ્ણવ મંદિરમાં ભોળવાઈને ગુરૂદીક્ષા લીધી, ત્યાંથી અસંતોષ થતાં કાશીએ આવ્યા. ત્યાં સંન્યાસી બ્રહ્માનંદનો ભેટો થયો અને તેમને ગુરૂપદે સ્થાપિત કરી શિષ્ય બન્યા. ત્યારબાદ ગુજરાત આવી વસ્યા.
લાગી લાગી સબ કહે, લાગી હોય તો રોય ||
હમકો તો ઐસી લગી, હરિ બિન ખૂજા શકે ના કોય | ભજરેમના
બિભાસ ભૈરવી પ્રભાતી પ્રભાત દેશી ઢાળ દેશ ગોંડ દેશી ઢાળ ધોળા છપ્પા દેશી ઢાળ દેશી ઢાળ ધનીશ્રી દેશી ઢાળ ખમાજ ધોળ દેશી ઢાળ દેશી ઢાળ દેશી ઢાળ સોરઠચલતી ભૈરવી દરબારી દેશી ઢાળ દેશી ઢાળ ઝૂલણા છંદ
અક્લ કલા ખેલત નર જ્ઞાની અબ મોહે અભુત આનંદ આયા અવિધાનું મૂળ તે તન ત્રિયાતણું આતમાં પામવા કોઈ ઇચ્છા રે એ ગુરુ સેવીએ રે જેનું મૂલ કાગળ સદ્ગુરુ લખે, એના વિરલા ગરવા ગુરુ મળ્યા રે એવા જી રે આજ આતમ ઓળખાવિયો તિલક કરતાં ત્રેપન થયાં નૂરતસૂરત ચાલી શૂન્યમાં બ્રહ્મરસ તે પિયે રે જે કોઈ મહામતવાળા શ્રી રામ જના વચન વાલાતણાંરે, એવા શબ્દાતીત નિગમ મુખ ગાવે શાં શાં રૂપ વખાણું, સંતો રે સમજ્યા વિનાનું રે સુખ નહિ જીવને રે સાધુ મારા ભાઈ રે હાં પ્રેમને ભલકે સંતો ભાઈ રે હાં સ્વયં પદ તે સાચું સંતો રે સચ્ચિદાનંદ સ્વામી પૂરણ સંતો બાત બડી મહાપદકી. સંતો ભાઈ રે સમજણ કી એક બાત સંગત એને શું કરે હરિ ગુરુ સંતે કીધી મારી હાય હરિ હરિજન અળગા કરી રખે ગણો
હૈ આંખ વો જો પ્રભુના દર્શન કિયા કરે | વે શીશ હે ચરણોમેં, જો વંદન કિયા કરે.
અખા ભગત