________________
૧૫૩
વચનામૃત વિવેચન કૂવામાં નહીં જેવું પાણી હતું તેમાં ઘાસનો પૂળો દોરીથી બાંધીને ૬ અંદર નાખ્યો તે ઘાસનો પૂળો પલળીને જે પાણી બહાર આવ્યું તેના ટીપાંને ચાટવા લાગ્યો.
std.
કો
શ્રીમદ્ રાજચંદ્ર
૧૫ વ્રત, નિયમ, સંયમ સર્વને માયા ફ્પી રીતે દહે; © જે આત્મ ઉજ્વળતા ચહે તે જીવ જ ગુરૂશરણું ગ્રહે.”
-પ્રજ્ઞાવબોધ (પૃ.૧૨) ૩૨. નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે.
નિર્મળ અંતઃકરણથી એટલે પવિત્ર હદય વડે ગુપ્ત ચમત્કારમય આત્માનો વિચાર કરવો યોગ્ય છે. વિષયકષાયથી મલિન અંતઃકરણ તે આત્મવિચાર કરવાને યોગ્ય નથી.
“વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતલ એવું આત્મસુખ આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે.” -પ્રીમદ્ રાજચંદ્ર નિર્મળ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે?”
શ્રીમદ્ રાજચંદ્ર ૩૩. જ્યાં '' માને છે ત્યાં ‘તું નથી; જ્યાં “તું” માને છે ત્યાં 'તું' નથી.
જ્યાં દેહાદિને હું પણે માને છે, ત્યાં તું નથી. તું તો સચ્ચિદાનંદમય શુદ્ધ આત્મા છું. અને જ્યાં આત્મા સિવાય પરપદાર્થને તું તારા માને છે પણ તે તારા નથી. ૩૪. હે જીવ! હવે ભોગથી શાંત થા, શાંત. વિચાર તો ખરો કે એમાં
કયું સુખ છે?
હે જીવ! અનાદિકાળથી ભોગો ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં તો હવે એ ભોગોમાં જતી વૃત્તિને શાંત કર, શાંત કર, વિચાર કરીને જો કે આ ભોગોમાં એવું કયું સુખ રહ્યું છે કે જ્યાં તારી વૃત્તિ ભટક્યા કરે છે. દેવલોકના સુખો ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં તો આ મનુષ્યલોકના તુચ્છ ભોગો ભોગવ્યાથી ક્યાંથી તૃપ્તિ થવાની હતી. માટે એમાં મોહ શો કરવો?
કોલસા પાડનારનું દૃષ્ટાંત - જેમ ગ્રીષ્મ ઋતુમાં એક કોલસા પાડનાર માણસ જંગલમાં લાકડાં ફાડવા ગયો. ત્યાં ગરમીને લીધે તેને બહુ તરસ લાગી. તેથી તેની પાસેના ઘડામાંનુ બધું પાણી તે પી ગયો પણ તરસ છીપી નહીં; તેથી સૂઈ ગયો. ઊંઘમાં તેને સ્વપ્ન આવ્યું કે મને બહુ તરસ લાગી છે. તેથી ઘરના બધા માટલાઓનું પાણી પી ગયો છતાં તૃપ્તિ થઈ નહીં તેથી બઘા સમુદ્રનું, બઘા તળાવનું, બધી નદીઓનું પાણી પણ પી ગયો છતાં તૃપ્તિ થઈ નહીં. હવે એક
જે સમુદ્ર વગેરેનું બધું પાણી પી ગયો છતાં તૃપ્તિ ન થઈ તેને આ ઘાસના પૂળાના ટીપાંથી કઈ કૃમિ થવાની છે? તેમ આપણા આત્માએ દેવલોક આદિના કે રાજા વગેરેના સુખો અનંતીવાર ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહીં તો આ મનુષ્યલોકના આધિ વ્યાધિ અને ઉપાધિવાળા સુખો વડે કઈ તૃપ્તિ થવાની છે? એમ વારંવાર વિચાર કરે તો એ વિષયસુખો પ્રત્યે જીવને વૈરાગ્ય આવે. ૩૫. બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં.
જો તને ખરેખર આ દુઃખરૂપ સંસારથી કંટાળો જ આવતો હોય તો આ સંસારની લોહાલમાં પડવું યોગ્ય નથી. પણ આ માનવદેહવડે આત્માનું કલ્યાણ કરવું એ જ હિતાવહ છે. આત્માના કલ્યાણ માટે સાચા આત્મજ્ઞાની સપુરુષની ખોજ કરી તેની આજ્ઞાનુસાર જીવન ગાળવું યોગ્ય છે. ૩૬. સજ્ઞાન અને સત્વશીલને સાથે દોરજે.
જ્ઞાનશિયાખ્યાબૂ મોક્ષ:' સમ્યજ્ઞાન સાથે સક્રિયા કરવાનો ઉપદેશ છે. ક્રિયા વિનાનું એકલું જ્ઞાન મોક્ષનું કારણ થતું નથી. તેમજ જ્ઞાન વગરની એકલી ક્રિયા પણ મોક્ષનો હેતુ થતી નથી; બન્ને સાથે જોઈએ. પક્ષી બે પાંખથી ઊડે, બે હાથથી તાલી પડે. તેમ પરમકૃપાળુદેવ જણાવે છે કે સજ્ઞાન એટલે