________________
શ્રીમદ્ રાજચંદ્ર આત્મામાં આત્મબુદ્ધિનું થવું તે છે, તેનું જ ધ્યાન મારા મનમાં સદા
રહે એવી બુદ્ધિ આપ. હે ભયભંજન ભગવાન હું સર્વ સાથે સંપીને રહુ એવી શક્તિ આપ. કારણ સંપ ત્યાં જ જંપ છે અર્થાત્ સુખશાંતિ છે. એ સુખશાંતિ મને વણકંપ અર્થાત્ સ્થિરપણે આપ કે જેથી મારા આત્મામાં કદી અશાંતિ ઉત્પન્ન થાય નહીં.
હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન;
હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૭
અર્થ - હે પ્રભુ!મારો આળસ તેમજ એદીપણું એટલે પ્રમાદી સ્વભાવ છે, તેનો નાશ કર. કેમકે પ્રમાદી માણસ વ્યવહાર પરમાર્થમાં કંઈ સિદ્ધિ મેળવી શકે નહીં તેમજ “મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. માટે તેનો મને ત્યાગ કરાવ. તથા અજ્ઞાનવશ મારાથી થતાં અઘ એટલે પાપોને, સમ્યકજ્ઞાન આપી દૂર કર. ભારતની આર્ય પ્રજાની પણ અનાદિની આત્મા સંબંધીની ભ્રમણા એટલે આત્મભ્રાંતિ અર્થાતુ વિપરીત માન્યતાઓને હરી લઈ હે ભયભંજન ભગવાન! તેમનો પણ ઉદ્ધાર કર.
તન મન ધન ને અન્નનું, દે સુખ સુથાસમાન;
આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૮
અર્થ:- હે પ્રભુ!બઘાનું તન એટલે શરીર સ્વસ્થ રહે, બધાના મનમાં શાંતિનો સંચાર થાય. સુખપૂર્વક જીવન નિર્વાહ અર્થે સર્વેને ધનની પ્રાપ્તિ થાય તેમજ સર્વને અન્ન પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે એવું સર્વને સુધા અર્થાત્ અમૃત સમાન સુખ આપી કૃતાર્થ કર. નહી તો હે ભયભંજન ભગવાન! તારા ઉપદેશ વિના, તારી કૃપા વિના આખું જગત દુ:ખના ખાડામાં ઠેલાઈ જાય છે, માટે આ અવની એટલે પૃથ્વી પર રહેલા સર્વ પ્રાણીઓ ઉપર કૃપા કરી તેમનું કલ્યાણ કર.
વિનય વિનંતી રાયની, ઘરો કૃપાથી ધ્યાન;
માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૯
અર્થ - હે પ્રભુ! આ રાજચંદ્રની વિનયપૂર્વકની વિનંતીને કૃપા કરી ધ્યાનમાં લઈ માન્ય કરો. કેમકે આપ જ મોક્ષરૂપી નગરીના મહારાજા છો, તેમજ સર્વ પ્રકારના ભયને ભાંગવામાં સમર્થ એવા ભગવાન છો. આપના સિવાય જગત જીવોને સુખી થવાનો બીજો કોઈ આધાર નથી. માટે આપના પ્રત્યે વિનયપૂર્વક સર્વ જીવોના હિતાર્થે પ્રાર્થના કરી મારા આત્માને સંતોષ પમાડું છું.
ઘર્મ વિષે
(વિવેચન સહિત) ઘર્મના અનેક અર્થ શાસ્ત્રોમાં કર્યા છે. જેમકે “દુર્ગતિમાં પડતાં આત્માને ઘરી રાખનાર તે થર્મ.” “રત્નત્રયરૂપ ઘર્મ” તે આત્માનો સ્વભાવ છે. સમ્યક્ દર્શનજ્ઞાન ચારિત્ર એ રત્નત્રય ઘર્મ છે. એટલે જોવું, જાણવું અને સ્થિર રહેવું એ આત્માનો ઘર્મ છે એટલે એનો સ્વભાવ છે. ‘વસ્તુJખાવો થપ્પો' દરેક વસ્તુનો સ્વભાવ એ એનો ઘર્મ છે.
| (કવિત) સાહ્યબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમાં ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું; વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ઘામનું; વદે રાયચંદ એમ, સદ્ધર્મને ઘાર્યા વિના,
જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું! ૧ અર્થ:- સાહ્યબી એટલે ભૌતિક વૈભવ, સુખદ હોય એટલે ઇન્દ્રિયોને સુખ આપવાવાળો હોય, જગતમાં ઘણું માન મળતું હોય; તેથી એનો નશો હોય. લોકો પોતાને ઘણી ખમ્મા ઘણી ખમ્મા એમ કહી બોલાવતા હોય; પણ તે કશા કામનું નથી અર્થાત્ તેથી કંઈ ભવસમુદ્ર તરાય નહીં કે આપણા જન્મમરણના દુઃખો જાય નહીં.
જુવાની એટલે યૌવન અવસ્થામાં રહેતું બળ તરવરતું હોય, એશ આરામ કરવાના અંકૂરા એટલે ફણગા ફુટ્યા હોય અર્થાતુ એશઆરામ કરવાના સાધનો ઉપલબ્ધ હોય, દોલતનો દોર એટલે ઘનસંપત્તિનો અધિકાર પોતાના હાથમાં હોય; પણ એ તો સુખ નામનું છે અર્થાત્ એ તો નામ માત્ર સુખ છે, વાસ્તવિક સુખ નથી; કારણ કે તે વિશેષ વિશેષ મેળવવાની તૃષ્ણા કરાવી જીવને આ ભવમાં દુઃખી કરે છે અને પરભવમાં જીવને દુર્ગતિએ લઈ જાય છે. કહ્યું છે કે
"यौवनं धन संपत्ति, अधिकारं अविवेकीता; ओकेकम् अपि अनर्थाय, किम यत्र चतुष्टयम्"