________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૪૪
જિનેશ્વર ભગવાનનાં કહેલાં તત્ત્વબોધની પર્યટના કરો એટલે બોધને વારંવાર વિચારો. વીતરાગના એક સિદ્ધાંતિક શબ્દનો વિચાર કરતાં જ્ઞાનાવરણીય કર્મનો ઘણો ક્ષયોપશમ થશે. એ વાત વિવેકથી જોતાં સત્ય છે.’ (પૃ.૨૦૧)
૧૫. મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા છે.
મહાપુરુષોના ઉદયાથીન આચરણ જોવા કરતાં તેમનું અંતઃકરણ જોવું વધારે હિતાવહ છે. તે મહાપુરુષો ક્રિયા કરવા છતાં કેવા અલિપ્ત રહે છે તે જોવાથી તેમની દુષ્કર ક્રિયાની મહાનતાનો ખ્યાલ આવે છે.
જેમકે મહાત્મા ગાંઘીજી પરમકૃપાળુદેવના સમાગમમાં બે વર્ષ રહેલા. તેમના હૃદયમાં જે છાપ તેમના વિષે પડેલી તે સ્વયં જણાવે છે—
મહાત્મા ગાંઘીજીના શ્રીમદ્ભુ વિષેના ઉદ્ગારો :- જે મનુષ્ય (શ્રીમદ્ભુ) લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેકવેળા થયેલો.”
“ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈ પણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું.''
‘જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુઓનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ, આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું.’’
“જેને આત્મક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે; તેને શ્રીમદ્ના લખાણમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે પછી ભલે તે હિન્દુ હોય કે અન્ય ઘર્મી.’' સચિત્ર શ્રીમદ્ રાજચંદ્ર જીવનદર્શન (પૃ.૮૦)
પ.પૂ.પ્રભુશ્રીજીએ કે પૂ.શ્રી સોભાગભાઈએ પણ પરમકૃપાળુદેવનું બહિરંગ આચરણ જોયું નથી. પણ એમના અંતરંગ આત્મગુણોને જોઈ પોતાના આત્માનું કલ્યાણ સાધી લીધું.
વચનામૃત વિવેચન
ચક્રવર્તીઓ કે તીર્થંકરો પણ ઉદયાધીન રાજ્ય કરતાં છતાં અંતરથી અલિપ્ત ભાવમાં રહેતા હતા.
૧૪૫
૧૬. વચનસપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખો.
સાતસો મહાનીતિને ફરી ફરી સ્મરણમાં રાખવાનું પરમકૃપાળુદેવ જણાવે છે. કેમકે એ સાતસો મહાનીતિમાં વ્યવહાર અને પરમાર્થ વિષેનું સુંદર રીતે વર્ણન કરેલું છે. ગૃહસ્થે કેમ વર્તવું, મુનિએ, બ્રહ્મચારીએ, પરમહંસ જેવા નિઃસ્પૃહી પુરુષોએ, વિધવાઓએ, રાજા, પ્રધાન વગેરેએ કેમ વર્તવું તે એમાં જણાવેલ છે. અનેક વિષયોનો આમાં સમાવેશ થયો છે. માટે ફરી ફરી એનું સ્મરણ કરવું જેથી આપણે કેમ વર્તવું એનો ખ્યાલ આવે. એકવાર વાંચવાથી જીવનમાં ઊતરે નહીં માટે ફરી ફરી તેને સ્મૃતિમાં લાવવા પરમકૃપાળુદેવે જણાવ્યું છે.
‘“સાતસો મહાનીતિ હમણા એ ધર્મના શિષ્યોને માટે એક દિવસે તૈયાર કરી છે.” (વ.પૃ.૧૬૬)
૧૭.
મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખો; સત્પુરુષના સમાગમમાં રહો; આહાર, વિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહો; સત્શાસ્ત્રનું મનન કરો; ઊંચી શ્રેણિમાં લક્ષ રાખો.
મહાત્માઓનો સ્વભાવ પર જીવો ઉપર ઉપકાર કરવાનો સહેજે હોય છે. ‘પરોપગરાય સતાં વિભૂતવઃ' પરનો ઉપકાર કરવો એ જ એમની વિભૂતિ છે. માટે જીવોને ઉપદેશ આપી સંસારસાગરથી તારે છે. તેના ઉપકારનો બદલો કોઈ વાળી શકે એમ નથી. પરમકૃપાળુદેવે એકવાર જણાવેલું કે અંબાલાલ એના શરીરની ચામડીના જોડાં સીવડાવી પહેરાવે તો પણ ઉપકાર વળી શકે નહી. મહાન આત્મા બનવું હોય તો સદૈવ જીવો પર ઉપકારબુદ્ધિ રાખો. તેમને હણો મા.
જ્ઞાનીપુરુષના સમાગમમાં રહો. તે ઉપલબ્ધ ન હોય તો તેમના વચનોને પ્રત્યક્ષતુલ્ય જાણી હમેશાં તેના વાંચન વિચારમાં રહો.
આહાર-વિહારાદિમાં અનાસક્ત બુદ્ધિએ પ્રવર્તો તથા આહાર વિહારાદિમાં નિયમિત રહો.
સત્શાસ્ત્રનું હમેશાં મનન કરો. વાંચનની સાથે હમેશાં મનન કરો જેથી આત્મા ઉપર એ વચનોની છાપ પડે.
ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો અર્થાત્ પ્રતિદિન પુરુષાર્થ કરી આત્માની