SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૪૦ યુધિષ્ઠિરનું દૃષ્ટાંત :– યુધિષ્ઠિરને સ્કૂલે ભણવા માટે મૂક્યા → ત્યારે ‘સત્યં વદ' એ પાઠ ગુરુએ શીખવાડ્યો ત્યારે થોડા દિવસ સુધી યુધિષ્ઠિર સ્કૂલે ગયા નહીં. જ્યારે ગયા ત્યારે એમના ગુરુએ કહ્યું : આટલા દિવસ સુધી કેમ આવ્યો નહીં? ત્યારે યુધિષ્ઠિરે કહ્યું : હું સત્ય બોલવાનું બરાબર શીખું નહીં ત્યાં સુધી બીજો પાઠ કેમ લેવાય? એમ જ્ઞાનીપુરુષોના થોડા વચનોને પણ વિચારવામાં જીવનું વિશેષ કલ્યાણ છે ‘શ્રીમદ્ રાજચંદ્ર' માંથી :- ઘણાં શાસ્ત્રો અને વાક્યોનો અભ્યાસ કરતાં પણ જો જ્ઞાનીપુરુષોની એકેક આશા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. (વ.પૃ.૬૩૭) ‘બોધામૃત ભાગ-૨'માંથી ઃ- “સત્પુરુષના એકેક વાક્યમાં એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે.” (૧૬૬). એવું વચન કાનમાં પડ્યા પછી કામમાં ન આવે તો બેદરકારી કર્યા જેવું થાય. પ્રભુશ્રીજી દૃષ્ટાંત આપતા :— રાજાનું દૃષ્ટાંત – એક રાજા હતો. તેને અને બીજા રાજાને સરહદ માટે તકરાર ચાલતી. રાજાએ વિચાર્યું કે ઘણીવાર તકરાર થાય છે, તેના કરતાં રાજ્ય લઈ લેવું સારું તેથી પ્રઘાનને વાત કરી. પ્રધાને કહ્યું રાજ્ય લઈ લેવાય તો સારું પણ તે લેવું કેમ? આપણે જીતી શકીએ કે નહીં? તેને માટે હું તપાસ કરીશ. પછી તેણે ત્રણ પૂતળીઓ કરાવી. એકને કાનમાં સળી નાખે તો બીજા કાને થઈને નીકળી જાય. બીજીને કાનમાં સળી નાખે તો તે મોઢે થઈને નીકળી જાય. ત્રીજીને નાખે તો તે પેટમાં જતી રહે. પાછી નીકળે નહીં. ૧૪૧ વચનામૃત વિવેચન તે ત્રણે પૂતળીઓને તેણે દૂત સાથે પોતાનો શત્રુ રાજા હતો તેની પાસે મોકલી. દૂતે સભામાં જઈ તે ત્રણ પૂતળીઓની કિંમત કરવા કહ્યું. શત્રુના મંત્રીએ તે ત્રણે પૂતળીઓ જોઈ અને વિચાર્યું કે આ પૂતળીઓની કિંમત તો બજારમાં પણ થઈ શકે છે. અહીં લાવ્યો છે, તેમાં કંઈક રહસ્ય હોવું જોઈએ. એમ વિચારી તેણે એક પૂતળીના કાનમાં જોયું તે બીજા કાન સુધી રંધ્ર દેખાયું. તેણે સળી નાખી કે તે તરત બીજા કાનમાંથી બહાર પડી. તે પૂતળીને જોઈને તેણે કહ્યું કે આ પૂતળીની કિંમત ફૂટી બદામની પણ નથી. પછી બીજી પૂતળીના કાનમાં સળી નાખી તો મોઢે થઈને નીકળી. તે પૂતળીને જોઈને તેણે કહ્યું કે આ પૂતળીમાં જેટલું વજન છે તેટલા સોના જેટલી કિંમત એની છે. પછી ત્રીજી પૂતળીના કાનમાં સળી નાખી તો અંદર ગઈ પણ બહાર નીકળી નહીં. તે જોઈને તેણે કહ્યું કે આ પૂતળીની કિંમત એક કરોડ રૂપીયા છે. પછી તે કિંમત કરાવનાર દૂતે આવી મંત્રીને વાત કરી. તે પરથી મંત્રીએ રાજાને કહ્યું કે આપણે વેર કરવામાં માલ નથી. ત્યાં મંત્રી બહુ હોશિયાર છે, તેથી આપણે જીતી શકીશું નહીં. તેમ બોધ સાંભળે અને ભૂલી જાય તો પહેલી પૂતળીની પેઠે ફૂટી બદામની પણ કિંમત નથી; સાંભળ્યા પછી બીજાને કહેવા જેટલું પણ યાદ રહે તો ઠીક છે; અને તેને આચરણમાં મૂકે તો તો મોક્ષે જવાય.’’ (પૃ.૧૯૯) ૧૧. નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ધારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે. સમયસર કાર્ય કરવાથી તે ત્વરાથી એટલે જલ્દીથી થાય છે. તથા મનમાં ઘારેલી કાર્યસિદ્ધિને આપે છે. એવો પુરુષાર્થ આનંદના કારણરૂપ થઈ પડે છે. વ્યવહાર કે ૫૨માર્થમાં પુરુષાર્થ કર્યા વગર કાર્ય સિદ્ધિ થતી નથી. પણ તે પુરુષાર્થ પ્રતિદિન નિયમિત એટલે નિશ્ચિત કરેલ સમયે થવો જ જોઈએ. અંગ્રેજ લોકોનું આવું નિયમિતપણું તથા પ્રબળ પુરુષાર્થને પરિણામે તેઓ નવા નવા આવિષ્કાર કરી શક્યા છે. માટે હમેશાં નિયમિત પુરુષાર્થ કરીને આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવી યોગ્ય છે. જેથી આત્માના અનંતસુખની પ્રાપ્તિ થાય. ‘મોક્ષમાળા વિવેચન' માંથી :- ‘(૬) અનિયમિત કામ – નિયમિત કામ ન કરે તો પછી કામના ઢગલા થાય. તેથી એની ચિંતા થાય અને એમાં ને
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy