________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૧૦
તારી મતિકલ્પના ઉપર મૂક મીંડું અને તાણ ચોકડી. મીંડું મૂકી > ચોકડી તાણવી(x). તારી કલ્પનાએ કશું થાય એમ નથી, નિરર્થક
છે. તજવા યોગ્ય છે. કોઈ તંમાકુ ખાતું હોય અને તે વ્યસન છોડી દીધું હોય તો એને માથે મીંડું મૂક એમ કહ્યું અને તેના ઉપર ચોકડી તાણ. દૃઢતા માટે અહીં મીંડું અને તેના ઉપર ચોકડી બેય કરવા કહ્યું. એટલે કે જૂનું વ્યસન હોય તેના ઉપર મીંડું મૂકી પૂરું કરવું. અને નવું વ્યસન વળગવા જ ન દેવું તેના માટે મીંડા ઉપર ચોકડી મૂકવા જણાવ્યું.
૮૮. દેશ, કાળ, મિત્ર એ સઘળાંનો વિચાર સર્વ મનુષ્યે આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે.
જે સંયોગોમાં રહેવાનું થાય છે તે સંજોગોનો સારા માણસે વિચાર કરવો જોઈએ કે આપણને દેશ, કાળ, મિત્ર વગેરે કેટલાં ઉપકારી છે અથવા આપણી એમના તરફની શી ફરજ છે? તે ન વિચાર્યું હોય તો વિદૂર કહે છે તેમ રાત્રે સુખે સુવાય નહીં.
(૧) દેશ ઃ— ભારત દેશમાંનું આ ક્ષેત્ર આપણને અનુકૂળ છે કે નહીં? આપણા ભાવની વૃદ્ધિ થાય એવું છે કે નુકસાન થાય એવું છે? આર્યક્ષેત્રમાં હોઈએ તો સત્સંગનો કેટલો લાભ લઈએ છીએ?
(૧) તેવો કાળ છે? :— એ વિષે નિર્વિકલ્પ થા. કાળ છે કે નથી એમ કરી બેસી રહેવા જેવું નથી. તેના વિકલ્પ ન કર. કાળ કંઈ નથી કહેતો કે ના કર. કાળની અત્યારે અનુકૂળતા કેટલી છે તે જોવા માટે દૃષ્ટાંત કે બપોરના વખતનો વિચાર કરે તો છત્રી લઈને નીકળે. વિચાર ન કરે તો પછી પાછો ફરી છત્રી લેવા જાય કે તાપનું દુ:ખ સહન કરે. તેમ આ કળિકાળ છે તેમાં કેટલી વિશેષ તૈયારીની જરૂર છે તે વિચારવા માટે આ કહ્યું છે. કંઈ કાળને વિઘ્નરૂપ ગણી પુરુષાર્થની હાનિ કરવા કહ્યું નથી.
(૨) તેવો ક્ષેત્ર (દેશ) યોગ છે? – ઉત્તર-ગવેષ (વિચાર કર) જ્યાં આત્માર્થનું કામ કરવું છે તે ક્ષેત્ર અનુકૂળતાવાળું છે કે કેમ તે વિચાર કરી જા. ચૈતન્ય જિન પ્રતિમા થવા માટે આ કાળ છે? ક્ષેત્ર છે? એ વિચાર કરવા કહ્યું.
(૩) તેવું પરાક્રમ છે ? :— ઉત્તઅપ્રમત્ત શૂરવીર થા, તો બધું થઈ શકે. (૪) તેટલું આયુષ્ય બળ છે? – ઉત્તર-શું લખવું? શું કહેવું? જેટલું
૧૧૧
પુષ્પમાળા વિવેચન આયુષ્ય છે તેટલું તો અંતર્મુખ ઉપયોગ કરીને લાભ લઈ લે. મિત્ર :— જેનાથી પોતાને લાભ થાય, “મોક્ષનો માર્ગ બતાવે
તે મૈત્રી.’” તેનો વિચાર કરવો. અથવા પોતાને નિમિત્તે કોઈને લાભ થઈ શકે તેમ હોય તેનો પ્રભાતમાં સ્વશક્તિ અનુસાર વિચાર કરવો ઉચિત છે, કારણ કે ૫૨ને હિત કરવામાં પણ પોતાનું હિત થાય છે. કોઈને સમજાવવું હોય તો પોતાને પહેલું સમજવું પડે. અથવા તે સંબંધી વિચાર કરીને તૈયાર થવું પડે. તત્ત્વાર્થસૂત્રની પ્રસ્તાવનામાં લખ્યું છે કે ‘“પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ઉપદેશ પણ એક સ્વાધ્યાય છે. ઉપદેશ સાંભળનારને લાભ થાય કે ન પણ થાય; લક્ષ દે તેના પર આધાર છે. પણ સ્વાધ્યાય કરનારને તો તેમાં ઉપયોગ રાખવો પડે છે, ઉપયોગપૂર્વક બોલવું પડે છે; એટલે તેને તો લાભ અવશ્ય થાય. એ વિચાર કરીને આ તત્ત્વાર્થસૂત્રની ટીકા લખું છું.'' એમ લખ્યું છે.
૮૯. આજે કેટલા સત્પુરુષોનો સમાગમ થયો, આજે વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું? એ ચિંતવન વિ૨લા પુરુષો કરે છે.
આખા દિવસમાં જેટલા માણસોનો સમાગમ થયો હોય તેમાંથી સજ્જનો કેટલા હતા, અથવા કોની કોની પાસેથી આપણને શીખવાનું મળ્યું, તેમજ આખા દિવસમાં જે વાંચન થયું હોય તેમાંથી સત્પુરુષોનાં શિખામણરૂપ વચનો ક્યાં કર્યાં હતાં અથવા કોનાં કોનાં હતાં તે વિચારવાથી કહેનાર સત્પુરુષોની દશા લક્ષમાં આવે છે; તથા આપણે જે શિખામણ ગ્રહણ કરવી જોઈએ તેનું તાત્પર્ય તારવવાનો પ્રસંગ આવે છે.
આજે વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું? :- સત્પુરુષના સમાગમથી કે તેમનાં હિતવચનોથી આપણને કેટલો લાભ થયો અથવા આપણી ચિત્ત પ્રસન્નતાના કારણરૂપ શું શું પ્રસંગો બન્યા હતા? કોઈ ભક્તિ થઈ હોય, કોઈ વિચારણા થઈ હોય, પરોપકારનું કોઈ કામ થયું હોય, પાપમાં પડતાં અટકાવે તેવું સત્પુરુષનું વચન સ્મૃતિમાં આવ્યું હોય, ‘માથે મરણ છે, પગ મૂકતાં પાપ છે’ એવું કોઈ વચન સ્મૃતિમાં આવ્યું હોય કે જેથી રાગદ્વેષ, સ્વચ્છંદ કે પ્રતિબંધથી અટકવાનું બન્યું હોય અથવા મહાપુરુષના અનંત ઉપકારનું ભાન થયું હોય એ આદિ પ્રસંગો વિરલા પુરુષો વિચારે છે. પ્રસંગો બની ગયા પછી ફરી પાછા વિચારીને તેને અંગે આત્માની જેટલી ઉન્નતિ થવી જોઈએ તે થઈ કે નહીં? ન