SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૬ [ (૯) અદમ પુરુષનાં લક્ષણો - ખરાબ ઉપદેશ આપનાર, ૦ માર ખાનાર, શસ્ત્રથી ઘાયલ થાય તો પણ ક્રોથને લીધે પાછો ન ફરનાર, કરેલા ઉપકારનો નાશ એટલે અપકાર કરનાર, કોઈનો મિત્ર નહીં અને દુષ્ટ બુદ્ધિમાન; આ સર્વ અઘમ પુરુષની કળા જાણવી. જે પુરુષ બીજાની પાસેથી કલ્યાણકારી વાર્તા સાભંળી, તેના ઉપર વિશ્વાસ રાખતો નથી, જેને પોતાનો પણ વિશ્વાસ નથી, અને જે મિત્રોનાં વચનોનો અનાદર કરે છે તેને ખરેખર અધમ પુરુષ જાણવો. (૧૦) કોનો સંગ કરવો? :- જે મનુષ્યને પોતાનું કલ્યાણ કરવાની ઇચ્છા હોય તે માણસે ઉત્તમ પુરુષોની મૈત્રી કરવી, સમય ઉપર (વખત વિચારીને) મધ્યમ પુરુષોની સંગત કરવી, પણ અઘમ પુરુષોની સોબત કરવી નહીં. (૧૧) શાંતિનો માર્ગ:- વિદ્યા, તપ અને ઇન્દ્રિયના નિગ્રહ વગર તથા લોભનો ત્યાગ વગર તમને શાંતિ વળે એમ હું જોતો નથી. (હવે આનું ફળ કહે છે.) બુદ્ધિથી ભયનો નાશ થાય છે. તપથી તેજ મળે છે. ગુરુજનની સેવા કરવાથી જ્ઞાન મળે છે અને યોગ-સેવનથી શાંતિ મળે છે, જે પુરુષો દાનના ફળનો (અને યજ્ઞના ફળનો) એટલે સ્વર્ગાદિક પુણ્યનો ત્યાગ કરી રાગ તથા દ્વેષથી મુક્ત થાય છે તે આ જગતમાં જીવતાં છતાં મુક્ત થઈને ફરે છે. (૧૨) કોણ કોનો નાશ કરે છે? :- ઘડપણ રૂપનો નાશ કરે છે, આશા ધૈર્યનો નાશ કરે છે, મૃત્યુ પ્રાણોનો નાશ કરે છે, ઈર્ષા શર્માચરણનો નાશ કરે છે, કામ લજ્જાનો નાશ કરે છે, નીચની સેવા સદાચરણનો નાશ કરે છે, ક્રોઘ લક્ષ્મીનો નાશ કરે છે અને અભિમાન એટલે અહંકાર તે સઘળાનો નાશ કરે છે કેમકે ‘પાપમૂળ અભિમાન' છે. (૧૩) ક્યારે શું શું કરવું? – જે કામવડે રાત્રિ સુખમાં જાય તે કામ દિવસે કરી લેવું. જે કામ કરવાથી વૃદ્ધાવસ્થા સુખમાં જાય તે કામ પ્રથમ અવસ્થામાં કરી લેવું. અને વાવ જીવિત એટલે જીવતાં સુધી એવું કામ કરવું કે જે કરવાથી મરણ થયા પછી પણ સુખ મળે.” - વિદુરનીતિ) ૮૪. આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે, એમ સત્યરુષોએ કહ્યું છે; માટે માન્ય કર. ૬૯માં પુષ્પમાં આ વાત કહી છે. તે જ વાત ફરી બીજી રીતે જાગૃતિ ૧૦૭ પુષ્પમાળા વિવેચન આપવા કહે છે. ૬૫માં પુષ્પમાં પણ વખત અમૂલ્ય છે આદિ કહ્યું છે હતું. જીવ પ્રમાદી છે અને પ્રમાદને પોષનાર કોઈ વાત સાંભળે તો તેને ઝટ ગ્રહણ કરે છે. અપશુકન આદિની વાતો સાંભળે, આજ તો આ વાર છે, આવા શુકન થયા એમ કરીને પ્રમાદ સેવે. તે પ્રમાદના કારણો દૂર કરવા કહે છે કે આજનો દિવસ સોનેરી છે. મનુષ્યભવમાં જે ધારે તે થઈ શકે. ગમે તેટલું સોનું આપવા છતાં એક દિવસ પણ જીવવાનો વઘી શકે તેમ નથી, એવો મનુષ્યભવનો દિવસ પવિત્ર કામમાં ગાળે તો પવિત્ર કહેવાય. દિવસને પવિત્ર કરનાર પણ પવિત્ર ગણાય. કૃતકૃત્ય થવારૂપ છે- એક અંતર્મુહૂર્તમાં જીવો મોક્ષે ગયા છે તો આખા દિવસની વાત તો શું કહેવી? જીવન સફળ થાય એવું સપુરુષનું વચન ગમે તે દિવસે અંતરમાં ઉતારે તો દિવસ ના નથી પાડવાનો કે હું અનુકૂળ કે પ્રતિકૂળ થાઉં. કાળ તો કાળરૂપે છે. કાળ દ્રવ્યમાં કંઈ શુભ કે અશુભપણું છે નહીં. ત્રણે કાળ એ તો એકરૂપે જ છે. ગરમી, ઠંડી કે સત્સંગાદિ વાતાવરણ તે પોતાના શુભાશુભ ભાવોને લઈને અનુકૂળ કે પ્રતિકૂળ કહેવાય છે. ખરી રીતે જોઈએ તો પોતાના કર્મને જ દોષ છે. કાળી તેમાં કંઈ કરતો નથી. કર્મ પોતે કર્યા છે માટે પોતાનો વાંક છે. તે ટાળવા જીવ પુરુષાર્થ કરે તો થઈ શકે તેમ છે. ઘણાં જીવોએ કર્મોને હઠાવ્યાં છે, અનુકૂળ કાળની રાહ જોઈને બેસી રહ્યા નથી; તે જ સફળ થયાં છે માટે સત્પષની શિખામણ પુરુષાર્થ કરવા માટે છે તે માન્ય કરવા યોગ્ય છે. ૮૫. જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. પોતાની પત્ની પ્રત્યેની પણ વિષયાસક્તિ ઘટાડવાનો પરમકૃપાળુદેવનો ઉપદેશ છે. કારણ કે મનને એ મલિન કરે છે. મલિન મનમાં આત્માનું પ્રતિબિંબ પડતું નથી. “मत्तचत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वह्म । તાઝપUTઈffસ માં પુરા વેઢ તત્ત્વતઃ ” -સમાધિશતક ઇંદ્રિયદ્વારથી ચુકી, પડ્યો હું વિષયો વિષે; ભોગો પામી ન મેં પૂર્વે, જાણ્યું રૂપ યથાર્થ જે.” -સમાધિશતક
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy