________________
શ્રીમદ્ રાજચંદ્ર
e
(૨) તારી (આત્મ) પ્રશંસા કરીશ નહીં; અને કરીશ તો તું જ હલકો છે એમ હું માનું છું.
(૩) જેમ બીજાને પ્રિય લાગે તેવી તારી વર્તણૂંક કરવાનું પ્રયત્ન કરજે. એકદમ તેમાં તને સિદ્ધિ નહીં મળે, વા વિઘ્ન નડશે, તથાપિ દૃઢ આગ્રહથી હળવે હળવે તે ક્રમ પર તારી નિષ્ઠા લાવી મૂકજે.
(૪) તું વ્યવહારમાં જેનાથી જોડાયો હો તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ; નહી તો તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં (જે મને સોંપો તેમાં) કોઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહીં પહોંચાડું. તમે મારા સંબંધમાં બીજી કંઈ કલ્પના કરશો નહીં; મને વ્યવહા૨સંબંધી અન્યથા લાગણી નથી, (વ્યવહારને હું બીજા પ્રકારે તુચ્છ ગણતો નથી. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે' એમ તે સમજે છે, એટલે એમને કામ ન સોંપશો, એ તો ધ્યાનના તરંગમાં રહે છે, બધું કામ બગાડી દેશે—એવા અભિપ્રાય ન બાંધશો) તેમ હું તમારાથી વર્તવા ઇચ્છતો નથી, (તેમ હું પણ તમારા પર અવિશ્વાસ રાખતો નથી કેમ કે તમે બગાડી નાખશો એવું.) એટલું જ નહીં પણ કંઈ મારું વિપરીતાચરણ મનવચનકાયાએ થયું, તો તે માટે પશ્ચાતાપી થઈશ. એમ નહીં કરવા આગળથી બહુ સાવચેતી રાખીશ. તમે સોંપેલ કામ કરતાં હું નિરભિમાની રહીશ. (કોઈ કામ સારું થયું હોય તો હું બધું કામ કરું છું એવું અભિમાન હું નહીં કરું) મારી ભૂલને માટે મને ઠપકો આપશો તે સહન કરીશ. મારું ચાલશે ત્યાં સુધી સ્વપ્ને પણ તમારો દ્વેષ વા તમારા સંબંધી કોઈ પણ જાતની અન્યથા કલ્પના કરીશ નહીં. તમને કોઈ જાતની શંકા થાય તો મને જણાવશો, તો તમારો ઉપકાર માનીશ, અને તેનો ખરો ખુલાસો કરીશ. ખુલાસો નહીં થાય તો મૌન રહીશ, પરંતુ અસત્ય બોલીશ નહીં. માત્ર તમારી પાસેથી એટલું જ ઇચ્છું છું કે, કોઈપણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભયોગમાં પ્રવૃત્તિ કરશો નહીં; તમારી ઇચ્છાનુસાર તમે વર્તજો, તેમાં મારે કંઈપણ અધિક કહેવાની જરૂર નથી. માત્ર મને મારી નિવૃત્તિશ્રેણીમાં વર્તવા દેતાં કોઈરીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહીં; અને ટૂંકુ કરવા જો તમારી ઇચ્છા હોય તો ખચિત કરીને મને આગળથી જણાવી દેજો. તે નિવૃત્તિશ્રેણિને સાચવવા મારી ઇચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. (જે યોગ્ય લાગે તે કરી લઈશ
૯૫
પુષ્પમાળા વિવેચન
– Ultimatum જેવું છે.) મારું ચાલતા સુધી તમને દુભવીશ નહીં. અને છેવટે એ જ નિવૃત્તિશ્રેણી તમને અપ્રિય હશે, તો પણ હું જેમ બનશે તેમ જાળવણીથી, તમારી સમીપથી, તમને કોઈ જાતની હાનિ કર્યા વગર બનતો લાભ કરીને, હવે પછીના ગમે તે કાળ માટે પણ તેવી ઇચ્છા રાખીને ખસી જઈશ.’’ વહેવારમાં પણ જ્ઞાનીપુરુષો કેમ વર્તે છે તે બધું અત્રે જણાવ્યું છે. ૭૨. સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે.
આખા દિવસમાં શું કરવું તે બધું કહી દીધું. દિવસે સૂવાની ના પાડી હતી. ભક્તિ શાસ્ત્રવાંચન વગેરે કર્તવ્ય દર્શાવ્યું હતું. પ્રવૃત્તિનો કાળ પૂરો થયો એટલે હવે નિવૃત્તિ લેવી હોય તો લેજે એમ કહે છે. ઊંઘના ૬ કલાક (બે પહોર)
જ કહ્યાં છે. રાત્રે શાંતિ હોય છે. ઊંડા ગંભીર વિચાર કરવા માટે રાત્રિ, દિવસની ધમાલથી રહિત હોવાથી વધારે અનુકૂળ છે. પ્રતિમા યોગધારી પુરુષો હવેથી મારે શરીરની સંભાળ ન લેવી એવી પ્રતિજ્ઞા કરીને એક મુદ્રામાં ઊભા કે બેઠા આખી રાત ગાળે છે. શુદ્ધ ઉપયોગમાં જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી કાઉસગ્ગમાં રહે અને તેમાંથી ઉપયોગ ખસી જાય ત્યારે ચેતતા રહી શુભ ઉપયોગમાં રહેવા માટે સ્વાધ્યાય, વિચાર, ભાવના કોઈ કડી લઈને વિચાર કરે કે બાર ભાવનાનું સ્મરણ કરે છે. મન ચંચળ થાય ત્યારે એમ પુરુષાર્થ કરતા કરતા જ્યારે મન પાછું સ્થિર થઈ જાય ત્યારે ધ્યાનમાં (શુદ્ધભાવમાં) રહે છે. શુદ્ધભાવમાં બીજું બધું જાણવાનું કે વિચારવાનું મૂકી દઈ આત્મા એક પોતાને જ જાણી તેમાં સ્થિર રહે છે.
પ.પૂ.પ્રભુશ્રીજી ઉપરનો પત્ર જેમાં “શુદ્ધ ઉપયોગનું વર્ણન છે “કે હે મુનિઓ ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. (પુરુષાર્થ કરો.) આત્માનું સ્વરૂપ જ્ઞાનીએ કહ્યું છે તેનો વિચાર કરે, ગોખે, સ્મરણભક્તિ કરે તે શુભભાવના છે.
ધ્યાન એટલે આત્માનો ઉપયોગ આત્મામાં સ્થિર થાય તે. ચંચળતાથી અત્યારે આત્માને ભૂલી બાહ્ય પદાર્થોને ઇન્દ્રિયદ્વારથી જાણવાનો જીવને અભ્યાસ થઈ ગયો છે તે પડતો મૂકી માત્ર ઉપયોગમાં ઉપયોગ રહે તે ધ્યાન છે.
‘‘જીવ કેવળ સ્વાભાવિક સ્થિતિમાં સ્થિત થાય ત્યાં કંઈ કરવું રહે એમ નથી.’’ ફલાણું કરવું છે, ફલાણું વિચારવું છે તે બધું જતું રહે. બારણા બંઘ કરી