________________
૭૭
પુષ્પમાળા વિવેચન કોઈ બેઠેલું દીઠું, એટલે એ પણ ખાટલામાં બેઠો. બરણીને ગળે હાથ મૂકીને નમાવી કે અંદરનું બધું એના પર ઢળી પડ્યું. “અરે આ શું થયું? એમ એને થયું. પછી પૂછ્યું કે કોઈ છે કે નહીં? ખૂણામાં બાઈ બેઠેલી હતી. તેણે ચલોટો રાખેલો હતો તે લઈને ઊભી થઈ અને બારણું ઉઘાડી નાખ્યું.
શ્રીમદ્ રાજચંદ્ર (ા છે, એ લક્ષમાં રહે તો દેહનાં કાર્યમાં આસક્તિ ન થાય. જરૂરિયાત
પૂરતી એની સંભાળ લેવી પડે, પણ વિલાસમાં વૃત્તિ ન જાય. તે અર્થે વિચારવાનું કહે છે કે હું આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું. નિમિત્ત તો એવાં છે કે દર્પણમાં જાએ તો એને અહંકાર થાય. કપડાંમાં, ઘરેણામાં બધે જ્યાં વૃત્તિ ચોંટી છે તે ઉખાડવા માટે વિચાર કરવા કહે છે, કે હું શાની સંભાળ રાખું છું, વિષ્ટાનું પોટલું છે તેની? શા અર્થે આ હું કરું છું?
પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી આ વાત સમજવા માટે એક દ્રષ્ટાંત આપતા.
એક શીલવતીનું વૃષ્ટાંત :- એક સાધુ હતો. તેની પાસે એક બાઈ શાસ્ત્ર ભણવા જાય. કેટલાંક પ્રકરણ એને શિખવાડ્યાં. પણ એ નિમિત્તથી તે સાધુની વૃત્તિ ચલિત થઈ. પ્રતિબંધ વધતો ગયો. એને ત્યાંજ આહારપાણી લેવા, કોઈ કોઈ નિમિત્તે જાય, ત્યાં બેસે, વાતો કરે અને કોઈ ન હોય એવો પ્રસંગ શોધે. બાઈ જાણે કે આપણને સાધુને વહોરાવવાનો લાભ મળે છે. માટે ઉલ્લાસથી દાન વગેરે આપતી. એક દિવસે સાધુએ નિર્લજ્જપણે પોતાની હલકી વૃત્તિ તેની આગળ પ્રગટ કરી. બાઈ સમજી ગઈ, પણ આપણા ગુરુ છે માટે એને શિખામણ આપવી એવો મનમાં વિચાર રાખીને કાલે આ વખતે આવજો એમ કહ્યું. એટલે સાધુ પાછો ચાલ્યો ગયો. પછી તે બાઈએ રાત્રે પોતાના પતિને કહ્યું કે ઘણા દિવસથી મને કબજિયાત રહે છે તે હું કહેવાનું ભૂલી જતી હતી. આજે સવારે પહેલા એવી કોઈ સખત દવા લાવો કે પાંચ દશ વખત ઝાડા થાય. વૈદ્ય ન આપે તો પણ બે દિવસ ઉપરાઉપરી લેવાની જરૂર છે એમ કહીને વધારે લાવજો.
સવારના ઊઠી તે પહેલા જઈ દવા લઈ આવ્યો કે એ બિચારી ક્યારનીયે માંદી છે પણ કહેતી નથી. બાઈ તે બધી દવા સાથે ખાઈ ગઈ. પછી એક વાસણમાં દિશાએ જાય. બરણી જેવું વાસણ હતું તેમાં દિશાએ બેસે. દસ પંદર ઝાડા થઈ ગયા. પછી જાણ્યું કે સાધુ આવવાનો વખત ગયો છે તેથી ખાટલો પાથરીને પથારી તૈયાર કરી. પથારીમાં બરણી મૂકીને પોતે જેવો વેષ રાખતી હતી તેવો બધો વેષ તે બરણીને પહેરાવ્યો. મોંઢે ઓઢ્યું હોય તેમ ઠાઠમાઠ કરીને રાખી મૂકી. તથા સાધુને પહેરવાનો એક ચલોટો તૈયાર રાખ્યો. પછી બારણું બરાબર વાસેલું નહીં તેમ વાસીને એક ખૂણામાં અંધારામાં તે બેસી રહી. સાધુ આવ્યો. બારણું ઉઘાડીને અંદર પેસી બારણું વાચ્યું. પછી જોયું તો ખાટલામાં
તે બાઈનું શરીર ઝાડા થવાથી ફીકું પડી ગયું હતું—નંખાઈ ગયું હતું. તદ્દન અશક્ત થયું હતું. સાધુએ પૂછ્યું—“આ શું થયું? રૂપ ક્યાં ગયું?” બાઈએ કહ્યું : બરણીમાં. તમને જેના પર મોહ હતો તે વસ્તુ તમને બરણીમાં કાઢી આપી. રૂપ પર તમને મોહ હતોને ઝાડા થયા તેથી જતું રહ્યું અને મોટું લેવાઈ ગયું. સાધુ સમજી ગયો. બાઈને એને શિખામણ આપવી હતી તે એને બરાબર લાગી. કપડું બદલવાનું આપ્યું તે બદલીને સાઘુએ માફી માગી; અને બાઈને કહ્યું – તો તમને બહુ દુઃખ આપ્યું; પણ તમે તો મારા ઉપર ઉપકાર જ કર્યો. આખા ભવમાં એને આવી વૃત્તિ ન જાગે તેવી શિખામણ આપી.
‘આ શું અયોગ્ય પ્રયોજન કરી આનંદ માનું છું?’:- શરીરની જેટલી કાળજી રાખીએ છીએ તેટલી યોગ્ય નથી, માટે અયોગ્ય પ્રયોજન કહ્યું.
જેટલી દેહની કાળજી રાખે છે તેથી અનંતગણી કાળજી આત્માની રાખ'એમ પરમકૃપાળુદેવે કહ્યું છે. પણ દેહ જેટલી પણ કાળજી આત્માની રહેતી નથી. માટે આત્માને ભૂલી જેટલી દેહની કાળજી રાખીએ છીએ તેટલી બઘી અયોગ્ય જ છે.