________________
શ્રીમદ્ રાજચંદ્ર રચિત
કાવ્યો
(વિવેચન સહિત)
(૧) (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોર્ડ કરું કામના; બોઘું થર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખુ મોક્ષ સુબોથ ધર્મ ઘનના, જોડે કશું કામના; એમાં તત્ત્વ વિચાર સત્ત્વ સુખદા, પ્રેરો પ્રભુ કામના. ૧
અર્થ :— ગ્રંથ લખવાનો આરંભ એટલે શરૂઆત કરવાનો આ પ્રસંગ
છે. માટે આ ગ્રંથમાં સુંદર આત્મભાવોના રંગ ભરું, અર્થાત્ વિધ વિધ પ્રકારના ઉપયોગી વિષયોનો સંગ્રહ કરું. જેથી આત્માર્થી જીવોનું કલ્યાણ થાય, એવી મારી કોડભરી એટલે અંતરના ઉમંગ સહિતની કામના અર્થાત્ ઇચ્છા છે. તે માટે ધર્મદ એટલે આત્મસ્વભાવરૂપ ધર્મને દેવાવાળા એવા સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રાપ્તિના મર્મ એટલે રહસ્યનો આમાં બોધ કરું કે જેથી અનાદિકાળનો આત્મબ્રાંતિનો ભર્મ એટલે ભ્રમ જીવોનો નાશ પામે, અને સમ્યક્દર્શનની પ્રાપ્તિ