________________
શ્રીમદ્ રાજચંદ્ર / Tી ત્રીજા વાક્યમાં કહ્યું હતું તેનો જ આ બધો વિસ્તાર છે. પાંચમા
0 અને આ છઠ્ઠા વાક્યનો ભાવ ત્રીજા વાક્યમાં પરમકૃપાળુદેવે લખેલો કે “નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કર.” હવે નિષ્ફળતાના આ પાંચમા અને છઠ્ઠા વાક્યમાં બે અર્થ કર્યા છે તે આ પ્રમાણે–
એક તો સફળતા ન થઈ હોય તો એટલે કરવા યોગ્ય કાર્ય ન કર્યું હોય તો અર્થાત્ કરવાનું રહી ગયું. જેમકે કમાવા જ ગયો ન હોય.
બીજાં અઘટિત કાર્ય કર્યા હોય અર્થાત્ ઊલટું વિપરીત કાર્ય કર્યું હોય જેમ કે કમાવા ગયો હોય પણ ખોટ આવે.
તેમ આ બોલમાં અયોગ્ય કાર્ય થયાં હોય તો શરમાવું ઘટે છે. જ્યારથી લક્ષમાં આવ્યું કે આ ખોટું કાર્ય છે. ત્યારથી તે કાયાથી તો ન કરવું એમ સૌ જાણે. કાયાથી ન કરવાની સમજણ પડે, તેમ વચનથી પણ પ્રવૃત્તિ એમાં ન કરે. જેમકે પસ્તાવો થયો હોય તો હું મારીશ હોં તને’ એમ ન કહે. અને મનથી મારવાનો વિચાર પણ ન કરે. જેમકે “આ માર્યા વિના માનવાનો નથી' એવો વિચાર પણ ન કરે. તેમ હિંસા, ચોરી, જૂઠ વગેરે પાંચ પાપની પ્રવૃત્તિ એ અઘટિત કૃત્ય છે, તે મન વચન કાયાથી ન કરવાની પ્રતિજ્ઞા લે. એટલે પાંચ મહાવ્રતનો જ ઉપદેશ કર્યો. પણ તે ન બને તો અણુવ્રત એટલે ત્રસકાયની સંકલ્પ કરીને તો હિંસા ન જ કરે. અણુવ્રત પણ ન બને તો જેટલા કાળ સુધી હિંસાના પ્રસંગોની જેટલી નિવૃત્તિ થાય તે પ્રમાણે કરે. નિયમ ન લીઘો હોય માટે દયા ન પાળવી એમ નથી. જેટલી બને તેટલી દયા પાળવા યોગ્ય છે. ૭. જો તું સ્વતંત્ર હોય તો સંસારસમાગમે તારા આજના દિવસના
નીચે પ્રમાણે ભાગ પાડ :
(૧) ૧ પ્રહર (૩ કલાક)–ભક્તિ કર્તવ્ય. (૨) ૧ પ્રહર—ઘર્મ કર્તવ્ય. (૩) ૧ પ્રહર—આહાર પ્રયોજન. (૪) ૧ પ્રહર—વિદ્યા પ્રયોજન. (૫) ૨ પ્રહર—નિદ્રા. (૬) ૨ પ્રહર–સંસાર પ્રયોજન. કુલ ૮ પ્રહર. (૨૪ કલાક)
(૧) એક પ્રહર ભક્તિ કર્તવ્ય- સત્પરુષના ગુણગ્રામ, ચૈત્યવંદન, સ્તવન, પ્રતિક્રમણ, સદ્ગુરુની સેવા, સત્સંગ, પરોપકારનાં કામ. જે વડે આત્માની પરંપરાએ સેવા થાય. પરંપરાએ આત્મહિતનું કામ થાય છે તે ભક્તિ. ભકિતનો અર્થ ગુણ-ચિંતવન છે. મોટા પુરુષનો માર્ગ છે એ માર્ગે ચાલવું. મોટા પુરુષના
પુષ્પમાળા વિવેચન માર્ગની (ચરણની) સ્મૃતિ કરવી. એ કેમ ચાલે છે તેનો લક્ષ રાખવો. (૬) સર્વ જીવોનું દ્રવ્યથી, ભાવથી હિત થાઓ એવું જ્ઞાની પુરુષોએ ચિંતવ્યું , છે, તે માર્ગે આપણે પણ જવું. આપણે જાણીએ ન જાણીએ પણ મોટા પુરુષોમાં દયા, ક્ષમાદિ ગુણ છે અને આપણે તેમની આજ્ઞાએ દયાદિ પાળતા હોઈએ તેમાં આપણું હિત થયા કરે છે.
(૨) એક પ્રહર ઘર્મકર્તવ્ય- મુખ્ય તો શુદ્ધભાવ કે આત્મધર્મમાં રહેવું તે છે. એમાં ન રહેવાય ત્યારે તેના વિચારમાં રહેવું તે ઘર્મધ્યાન છે. ૧૨ ભાવનાઓ, સસ્તુરુષના ચરિત્રો વિચારવાં—એ બધું ઘર્મધ્યાન છે. ઉપયોગને શુદ્ધમાં કે શુભમાં રાખવો. શુભમાં પાંચ પ્રકારના સ્વાધ્યાય છે—વાંચના, પૃચ્છના, પરાવર્તના, ઘર્મકથા અને અનુપ્રેક્ષા. શુદ્ધભાવમાં એટલે આત્માનો જે જ્ઞાતાદ્રષ્ટા ઘર્મ છે તે રૂપે રહેવું. દસમાં ગુણસ્થાનક સુધી મોહનીય કર્મ છે. ત્યાં સુધી ઘાતીયા કર્મ બંધાય છે, પછી ૧૧, ૧૨, ૧૩માં ગુણસ્થાનક સુધી મનવચનકાયાના યોગને લઈને એક સાતાવેદનીય કર્મ બંધાય છે. પણ કષાય ન હોવાથી એને સ્થિતિબંધ પડતો નથી. આવે છે તેવું જ વેદાય છે, ને તેવું જ તરત જતું રહે છે. એક સમય આવતાં થાય, એક સમય વેદતાં થાય, એક સમય નિર્જરતા થાય. ચોથે સમયે તે કર્મનો આત્મા સાથે સંબંઘ ન હોય. આ રીતે આયુષ્ય પૂરું થતાં પહેલાં અયોગી થઈ જાય છે. અ ઇ ઉ 28 લુ આ પાંચ હસ્વ સ્વર બોલતાં જેટલી વાર લાગે તેટલી અયોગી ગુણસ્થાનની સ્થિતિ છે. જે આ દશાએ પહોંચ્યો ન હોય છતાં સમાધિમરણ થયું હોય તેને છેવટે અબુદ્ધિપૂર્વક કષાય હોય; પણ આત્મભાવ માટે તેનો પુરુષાર્થ હોય તો સમાધિમરણ થાય. એકવાર સમાધિમરણ થયું હોય તો ફરી અસમાધિમરણ કદી ન થાય. કર્મ હોય ત્યાં સુધી ભવ કરે પણ છેવટે મરતી વખતે જો સમાધિમરણ સાથે સંમતિ પરભવમાં લઈને જાય તો એ સમકિત જાય નહીં. વધારેમાં વધારે ક્ષયોપશમ સમકિતની ૬૬ સાગરોપમની સ્થિતિ છે. તે સ્થિતિ પૂરી થાય ત્યારે લાયક સમકિત થાય. ત્યાં સુધી ભવ કરવા પડે. ક્ષાયક સમકિતવાળાને વધારેમાં વધારે ૩ કે ૪ ભવ કરવા પડે, અથવા તે જ ભવે મોક્ષે જાય..
(૪) એક પ્રહર વિદ્યાપ્રયોજન - “ વિદ્યા સા વિમુક્ત”=મોક્ષને માટે હોય તે જ સાચી વિદ્યા છે–ઉપનિષદ્દ