________________
૧૫
પુષ્પમાળા, (“શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ ક્રમાંક-૨)
(વિવેચન સહિત) ૧. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુકત થયા. ભાવનિદ્રા
ટળવાનો પ્રયત્ન કરજો.
રાત્રિ વ્યતિક્રમી ગઈ – એટલે ૮૪ લાખ જીવ યોનિમાં પરવશપણે સાધનરહિત અંધકારમાં ભટકવાનું હવે માનવદેહ મળવાથી દૂર થયું; તે ૮૪ લાખ જીવ યોનિમાં પરિભ્રમણ થયું તે રાત જેવું હતું, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયમાં ભમતાં ભમતાં મનુષ્યભવ સુધી આવવાનો ચઢતો ક્રમ જે મળ્યો તે અજવાળી રાત જેવું થયું. બાકીનું અધોગતિમાં ભટકવાનું તે અંધારી રાત સમાન હતું.
પ્રભાત થયું - એટલે મનુષ્યભવ મળ્યો. સર્વ સાધનો મળ્યાં. પાંચે ઇન્દ્રિય, મન, સદ્ગુરુનો યોગ આદિથી પુરુષાર્થ કરવાના સાધનની પ્રાપ્તિ થઈ.
નિદ્રાથી મુક્ત થયા - એટલે ઊંઘ ઊડી ગઈ અર્થાત્ હિત-અહિતનો વિવેક કરવાનું સાધન મળ્યું. હિત-અહિતની બુદ્ધિ એક તો સામાન્ય રીતે એટલે લૌકિક રીતે મનુષ્યને થાય છે અને બીજી સત્પરુષના યોગે સત્પરુષની દ્રષ્ટિએ આત્માના હિતાર્થે થાય છે. સપુરુષ પાસે આવ્યો તેથી મારા આત્માને હિતકારી શું છે અથવા રાગદ્વેષ વિષયકષાય આત્માને અહિતકારી છે વગેરે સમજાયું. હવે
શ્રીમદ્ રાજચંદ્ર