SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ કમ વિધાન પરિક્ષણ ક્રમાંક ૨ | ૩ ૧ | ૪ ૧૬. | મને મારો અનંત ગુણોના નિધાનરૂપ શુદ્ધાત્મા જ અજાયબઘર ભાસે છે. તે સિવાય જગતની કોઈ ચીજ અજાયબ ભાસતી નથી. ૧૭. મારું એકમાત્ર પ્રયોજન મારા પરમાત્મસ્વભાવનો આશ્રય કરી પરમાત્મદશા પ્રગટ કરવાનું છે. ૧૮. | ગૃહસ્થ સબંધી સાંસારિક પ્રવૃત્તિઓ હોવા છતાં તેમાં મને કોઈ રુચિ કે રસ નથી. ૧૯. મને મારા પરિપૂર્ણ શુદ્ધ પરમાત્મસ્વભાવની અનુભૂતિ માટેની અંતરના ઊંડાણપૂર્વકની તીવ્ર લગની, ભાવના, ખટક કે ઝંખના રહ્યા કરે છે. ર૦. | વીતરાગી સદેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેનો અપૂર્વ મહિમા અને અપાર ભક્તિથી મારું હૃદય ઉલ્લસિત થાય છે. ર૧. | મારાથી અધિક ગુણવાળાને જોઈને બિલકુલ માત્સર્યભાવ થતો. નથી અને અત્યંત પ્રમોદ થાય છે. તેમની હરપ્રકારે સેવા કરવાની વાત્સલ્ય ભાવના ઊછળે છે. રર. | હું તત્ત્વજ્ઞાનના ગંભીર રહસ્યો અને સૂક્ષ્મ વ્યાયો સમજવા હંમેશાં આતુર રહું છું. ર૩. | મને પરસ્ત્રી (કે પરપુરુષ) પ્રત્યે કોઈ આકર્ષણ નથી. ર૪. | મને મારો કોઈ દોષ બતાવે તો તેના પ્રત્યે ઉપકૃતતા દાખવી તે દોષને દૂર કરવા નિરંતર ઉધમશીલ રહું છું. રપ. | આત્મહિત સિવાય અન્ય કોઈ રીતે મારો વખત ન વેડફાઈ અને | તેની એક એક ક્ષણનો સદુપયોગ થાય તે માટે હું સાવધાન રહું ર૬. મહાપુરુષોની સાધનાભૂમિ અને સિદ્ધક્ષેત્રોની મુલાકાત દ્વારા આત્મહિત સાધવાની ભાવના હોય છે. તેથી આવા તીર્થક્ષેત્રોના પ્રવાસ સિવાય અન્ય કોઈ પ્રવાસને હું પસંદ કરતો નથી. ર૭. | હું આવડતના અભિમાનથી દૂર રહેનારો અને મારી મોટાઈને છૂપાવનારો છું.
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy