________________
પ્રકરણ-૧ : ‘હું પરમાત્મા છું' એક સર્વગ્રાહી સિદ્ધાંત
આ જીવ અનાદિકાળથી પરાશ્રયે થતા રાગ-દ્વેષ કરતો આવ્યો છે. જો પોતાનાં શુદ્ધ પરમાત્મસ્વભાવને ઓળખે અને તેનો સ્વીકાર કરે તો તેના આશ્ચર્ય તેને વીતરાગતારૂપ ધર્મ પ્રગટ થાય છે અને આ જ ધર્મ જીવને સંસારની ચાર ગતિથી વિલક્ષણ એવી પંચમ ગતિના પરમાત્મપદની પ્રાપ્તિ કરાવે છે. આચાર્ય શ્રી યોગીન્દુદેવના શબ્દોમાં —
(દોહરો)
રાગ-દ્વેષ ને ત્યાગીને જિમાં કરે નિવાસ, કિાવર ભાપિત ધર્મ તે યમ ધિ લઈ જાય.
ભાવાર્થ : રાગ અને દ્વેષ એ બન્નેનો ત્યાગ કરીને જે પોતાનાં શુદ્ધ પરમાત્મસ્વભાવમાં સ્થિત થાય છે તેને જ વીંતરાગતારૂપ ધર્મ પ્રગટે છે. આ
ધર્મ જ જીવને પંચાત એટલે કે પરમાત્માનાં પ્રાપ્તિ કરાવે છે, તેમ શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું.
છે.
(યોગસાર : દોહરો ૪૮)
૫. ધર્મનું મૂળ સાદર્શી
પોતાનાં શુદ્ધાત્મસ્વભાવનાં શ્રદ્ધાનને સમ્યગ્દર્શન હે છે. સમ્યગ્દર્શનના કારણે પોતાનાં શુશ્રૃત્મસ્વભાવનો આશ્રય સંભવે છે. શુદ્ધાત્મસ્વભાવના આશ્રયે વીતØગતા હોય છે અને વીતરાગતા એ જ ધર્મ છે. આથી ‘શ્રમંનું મૂળ સમ્યગ્દર્શન છે એમ કરી શકાય છે, જે જૈનદર્શનનો પાચાનો સિદ્ધાંત છે.
પોતાનાં ધ્રુવ શુદ્ધાત્મસ્વભાવ એટલે કે પરમાત્મસ્વભાવની ઓળખાણ કરીને તેનો સ્વીકાર કરવો તે શુદ્ધાત્માનું શ્રદ્ધાન છે. આ શુદ્ધાત્માનું શ્રદ્ધાન એ જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનપૂર્વક જ શુદ્ધાત્માનો આશ્રય હોય છે. શુદ્ધાત્માના આશ્રયે જ વીતરાગતા પ્રગટે છે અને વીતરાગતાને જ
૧૩
ધર્મ કહેવામાં આવે છે. આ રીતે ધર્મનું મૂળ કારણ સમ્યગ્દર્શન છે, 'ધર્મનું મૂળઃ સમ્યગ્દર્શન' એ જૈન દર્શનનો મહત્ત્વનો અને મૂળભૂત સિદ્ધાંત છે.
‘હું પરમાત્મા છું' સિદ્ધાંતનો આશય પોતાનાં પરમાત્મસ્વભાવની ઓળખાણ અને સ્વીકાર
કરાવવાનો છે. પોતાનાં પરમાત્મસ્વભાવ કે શુદ્ધાત્મસ્વભાવની ઓળખાણ અને સ્વીકારના કારણે જ સમ્યગ્દર્શન છે અને હું પરમાત્મો છું” સિદ્ધાંતના હૃદયગતપણાનું ફળ પણ સમ્યગ્દર્શન જ છે. તેથી સમ્યગ્દર્શન એ 'હું' માત્મા છું. સિદ્ધાંત સાથે સંબંધિત છે અને તેના આધારે પણ છે. આ કારણે ‘હું પરમાત્મા છું’સિદ્ધાંતમાં ‘ધર્મનું મૂળઃ સમ્યગ્દર્શન' સિદ્ધાંત સમાવી શકાય છે.. આત્માના સઘળા ગુણો અને મોક્ષમાર્ગ સમ્યગ્દર્શનના કારણે હોય છે. સમ્યગ્દર્શન આત્માના સુખ અને કલ્યાણનું કારણ છે, સમ્યગ્દર્શનના કારણે જ વીતરાગતારૂપ ધર્મ છે. તેથી સમ્યગ્દર્શન જ ધર્મનું મૂળ છે. સમ્યગ્દર્શનની
પ્રાત્રિ માટે પોતાના પરમાત્મસ્વભાવની ઓળખાણ અને સ્વીકાર જરૂરી છે. આ પરમાત્મસ્વભાવની ઓળખાણ અને સ્વીકાર “હું પરમાત્મા છું. સિદ્ધાંતને હૃદયગત કરવાથી થાય છે. તેથી સમ્યગ્દર્શન અને તેથી થતા ધર્મની પ્રાપ્તિ માટે પોતાના પરમાત્મસ્વભાવની ઓળખાણ અને સ્વીકાર જરૂરી છે. તે માટે હું પરમાત્મા " એ સિદ્ધાંતને હૃદયગત કરવો આવશ્યક છે. આના
વિના ધર્મ માટે દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રત, તપાદિ જે કાંઈ ક્રિયાકાંડ કરવામાં આવે છે તે વૃથા છે. પં. દૌલતરામજીના શબ્દોમાં —