SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ પ્રકરણ-૬ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત ન થવાના કારણો ઉપસંહાર ‘હું પરમાત્મા છું' આ એક સિદ્ધાંતમાં બીજા બધાં પારમાર્થિક સિદ્ધાંતો સમાઈ જાય છે. પોતાનું આત્મહિત સાધવા માટે આ એક જ સિદ્ધાંત બસ છે. તેથી પારમાર્થિક પંથમાં પ્રવેશ મેળવવા આ સિદ્ધાંતને હૃદયગત કરવા અત્યંત આવશ્યક છે. આ સિદ્ધાંતને હૃદયગત કરવાની પાત્રતા હોય અને તે માટેનો પ્રયત્ન પણ હોય તેમ છતાં આ સિદ્ધાંત હૃદયગત ન થઈ શક્યો હોય તો તેના કારણો તપાસવા જરૂરી છે. ‘હું પરમાત્મા છું' અને તેના જેવા બીજા સિદ્ધાંતો હૃદયગત ન થવાના મુખ્ય કારણોમાં પોતાનો સ્વચ્છંદ, સંસારમાં ક્યાંક સુખબુદ્ધિ અને દેવ-ગુરુ પ્રત્યેના પરમ વિનયની કચાશ મુખ્યત્વે હોય છે. અને ગૌણ કારણોમાં કાંદર્દી આદિ પાંચ પ્રકારની કુત્સિત ભાવનાઓ છે. આવા કારણો પૈકી પોતે કયા કારણે અટકે છે તે પોતે જાતે જ નક્કી કરવાનું છે અને તે મુજબ તેને દુરસ્ત કરવાનો ઉપાય કરવાનો છે. દુરસ્ત કરવાના ઉપાય અનેક હોય છે પણ તેમાં અમોધ ઉપાય એક જ છે. પોતાના પરમાત્મસ્વભાવને ઓળખવાનો અભ્યાસ કરવો. જેમ એક જ માસ્ટર કીથી અનેક તાળા ઉઘાડી શકાય છે તેમ એક જ અર્થાથ રામબાણ ઉપાય કરવાથી તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતને હૃદયગત ન થવા દેનારા અનેક કારણોનો અભાવ કરી શકાય છે. આવી બધા તાળાની એક જ ચાવી છે -પોતાના શાયકસ્વભાવને ઓળખવામાં જ પોતાનું ચિત્ત ચોટાડવું. આ માટે પરવિષયોમાં ભટકતા પોતાના ચિત્તને ત્યાંથી ત્યાંથી પાછું વાળી વાળી પોતાના પરમાત્મસ્વભાવના અભ્યાસમાં વાળવું આવશ્યક છે. તેમ કરવાથી કે પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત ન થવા દેતી બધા પ્રકારની બાધાઓ દૂર થશે. આચાર્યશ્રી શુભચંદ્રના શબ્દોમાં (અનુષ્ટુપ) વિષરોપુ યથા વિાં, ગોર્મન મનાવવ| તથા યઘાત્મđતત્ત્વે, સઘઃ હો ન શિવીમવેત્ ।। માતાÉ : જેવી રીતે પોતાનું ચિત્ત પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં નિરાકુળપણે વર્લીન થાય છે. તેવી જ રીતે તે પોતાના ૫રમાત્મસ્વભાવના અભ્યાસમાં લીન થાય તો એવો કયો જીવ હોય કે જેને “હું પરમાત્મા છું’ સિદ્ધાંત હૃદયગત કરનારી બાધાઓ દૂર થઈ તે હયગત ન થાય ? (જ્ઞાનાર્ણય : સર્ગ-૨૦, શ્લોક ૧૨) શા માટે ર પવિત્ર સિદ્ધાંતોની ફોરમ હૃદય સુધી પહોંચતી નથી જે જીવને સંસારમાં જ ક્યાંક સુખબુદ્ધિ છે, સાંસારિક વિષયોનું આકર્ષણ ઊભું છે, સાંસારિક પ્રવૃત્તિમાંથી બહાર આવવું ગમતું નથી તેને સંસારનો ખરેખરો ત્રાસ નથી અને તેથી તેને આત્મહિતની ભાવના જ નથી. આત્મતિતની સ્વલક્ષી યથાર્થ ભાવના નથી તેને સંસારસબંધી પરલક્ષી કુત્સિત ભાવના હોય જ છે. અપવિત્ર કુત્સિત ભાવનાના કારણે તત્વજ્ઞાનના પવિત્ર સિદ્ધાંતો હૃદયગત થતા નથી. અપવિત્ર કુત્સિત ભાવનાની બદબૂ હોય ત્યાં સુધી પવિત્ર સિદ્ધાંતોની ફોરમ હ્રદય સુધી પહોંચતી નથી. પ્રકરણ : ૬ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત ન થવાના કારણો : પ્રાસ્તાવિકમાંથી
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy