________________
જગતના અજ્ઞાની લોકો મોટાભાગે અહંભાવ છે. પાપમાવને અધર્મ અને શુભભાવ કે પુણ્યભાવને ધર્મ સમજે છે. પરંતુ એ કોઈ ઘર્મનું વાસ્તવિક સ્વરૂપ નથી. શુભ-અશુભ કે પુણ્ય પાપથી રહિત આત્માનો શુદ્ધ વીતરાગભાવ એ જ ધર્મનું સાચું સ્વરૂપ છે.
ઉપર મુજબ ધર્મભાવનાનો અભ્યાસ અને ચિંતવન દધર્મનું સાચું વીતરાગી સ્વરૂપ સમજાવનારો છે.
ર. વીતરામત્તાની ભાવના કરાવે
આત્માની શુદ્ધ, શાંત, નિરકુળ અને સ્થિર પરિણતિને વીતરાગતા કહે છે. આવી વીતરાગતા પ્રગટક૨વાની ચિને વીતરાગતાની ભાવના કહે છે. ધર્મભાવનાનો અભ્યાસ અને ચિંતવન વીતરાગતાની ભાવના ધરાવનારો છે.
અનાદિ અન્નાની જીવની પરિણતિ અશુદ્ધ, અશાંત, આકુળ અને અસ્થિર હોય છે, જેને રાગ કહે છે. અજ્ઞાની સંસારી જીવને સંસારના કારણામૃત રાગની જ ચિ એટલે કે રાગની ભાવના હોય છે. તેથી તેનો પ્રયત્ન કે પુરૂષાર્થ સંસાર કે રાગમાં જ રોકાય જાય છે. ધર્મભાવનાના અભ્યાસથી ઘર્મનું સાચું વીતરાગી સ્વરૂપ સમજી {«નું નિધન વાથી સંસાર પ્રત્યે વૈરાગ્ય આવે છે અને તેથી ધર્મની એવો કે વીતરાગતાની સહના પ્ર
છે. આવીતરાગતાની ભાવના જ વીતરાગતારૂપધર્મમાટેનો પુરૂષાર્થ પ્રેરી તે ઘર્મની પ્રાપ્તિ કરાવે છે.
આ પ્રકારે ધર્મભાવનાના આભ્યાસ અને ચિંતવનનું વિશેષ ફ ળ તે વીતરાગતાની ભાવના રાવે છે તે પણ છે.
ઉપસંહાર
ધર્મમાવનાના અભ્યાસપૂર્વકના ચિંતવની
વીતરાગતારૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે. માત્ર ધર્મભાવના જ નહિ પણ બારેય માવનાના ચિંતવનનું ફળ ઘર્મની પ્રાપ્તિ જ હોય છે. અનાદિ. સંસાર અને તેના અનંત
૨૪૦
દુ:ખોનો નાશ કરનાર એક માત્ર ધર્મ જ છે. જીવના દરેક પ્રકારના અવગુણો હાથી અનેક સદ્ગુણોની પરિપૂર્ણ પ્રગઢતાનું કારણ ઘર્મ જ છે. સંસારી જીવની દરેક પ્રકારની સમસ્યાઓનું સમાઘાન ધર્મથી જ છે. ઘર્મને ઘારણ કરી તેની રક્ષા કરનારની આપત્તિ સમયે રક્ષા ધર્મ દ્વારા થાય છે.
આ ધર્મને ધારણ કરવા માટે ધર્મભિાવનાના ચિંતવન ઢ઼ારા શરીર અને રાગાદિ વિકારોનો જ્ઞાતા બની પોતાના ત્રિકાળી દુર્ઘા નાયક સ્વભાવમાં સ્થિતિ કવી જોઇએ. શરીરની ક્રિયા, રાગની ક્રિયા અને જાણવાની ક્રિયા એ ત્રણેય એકસાથે થઈ રહી છે. તેમાં માત્ર પોતે જાણનક્રિયા માત્ર છે તેમ નિર્ણય અને અનુભવ કરવો જોઈએ. ત્યારપછી જાણનીયા દ્વારા ાયક સ્વભાવનો સ્વીકાર અને આશ્રર્ય કરવાથી ચીતરાગતારૂપ ધર્મની પ્રાપ્તિ થાય છે અને રાગ-દ્વેષનો ત્યાગ થાય છે. તેથી ઘર્મની પ્રાપ્તિ માટેરાગ-દ્વેષનો ત્યાગ કરી પોતાના ત્રિકાળ ધ્રુવ સાયક
માપને આશ્ચય કરવો જોઈએ. આ સિવાયના કોઈ ક્રિયાકાંડ કે વેશથી ધર્મ થતો નથી. આચાર્યથી યોગી દેવના શબ્દોમાં
(હો) શાસ્ત્ર ભણે મઠમાં રહે, શિરના લુંચે કેશ, રાખે વેશ મુર્તિતણો, ધર્મ ન થાયે લેશ.
રામ- દ્વેષ બે ત્યાગીને, નિજમાં કરે નિવાસ, ાિવર ભાષિત ધર્મ તે. પંચમ તિ લઇ જાય.
ભાવાર્થ : ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે, તે માટે આશ્રમમાં રહે. માથાના વાળનો લોંચ કરી મુનિદશા ધારણ કરી વનજંગલમાં વસે તોપણ આત્મજ્ઞાન વિના બિલકુલ ધર્મ થતો નથી, પરંતુ ધર્મભાવનાના અભ્યાસ અને ચિંતવન દ્વારા ધર્મનું સ્વરૂપ સમજી રાગ અને દ્વેષ એ બેયને છોડીને જો પોતાના શુદ્ધાત્મસ્વભાવમાં સ્થિતિ પામે તો તેને વીતરાગતાપ ઘર્મની પ્રાપ્તિ થાય છે. અને આ ધર્મ જ તેને મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે છે. તેમ જિનેન્દ્રભગવાને કહ્યું છે. યોગસાર : ગાથા ૪૭,૪૮)
જ્ઞાનપૂર્વકના વૈરાગ્યના ાનીઃ બાર ભાવના