________________ આગમસાર- ઉતરાર્ધ 294 પંડિતજી - આ અર્વાચીન નકલ થયેલી પરંપરા છે, જે આગમોથી અને ભાષ્ય વ્યાખ્યાઓથી પણ વિરુદ્ધ છે. ઉપર કહેલ રાજેન્દ્ર કોષના સ્પષ્ટીકરણથી પણ વિરુદ્ધ છે. આપ ચિંતન કરો કે પૌષધ, સામાયિક કે સંયમ લીધા પછી માસિક ધર્મ હોય તો તે વ્રત શું ખંડિત થઈ જાય છે? તો પછી તે બાબતનો નિષેધ કેમ? સ્વાધ્યાય કરતી વખતે જો કોઈ અસ્વાધ્યાયનું કારણ બની જાય તો તેનું જ્ઞાન થતાં સ્વાધ્યાય તરત જ રોકી શકાય છે. પરંતુ સંયમનો કે સામાયિક, પૌષધ કે પ્રતિક્રમણનો ત્યાગ કરવાની જરૂર નથી. એટલે અસ્વાધ્યાયનો સંબંધ સૂત્ર પાઠના અધ્યયન સાથે જ છે પરંતુ ધાર્મિક ક્રિયાઓ સાથે નથી, એવું સમજવું જોઇએ અને લોકમાન્યતાને ધર્મ સિદ્ધાંતમાં આરૂઢ કરવી જોઇએ નહીં. કેમ કે તેમ કરવાથી નિપ્રયોજન જ ધર્મ આરાધનામાં અંતરાય થાય છે અને તે આગમ વિરુદ્ધ છે. વાસ્તવમાં આવું કરવાથી ઘણી મોટી અંતરાય લાગે છે. સંવત્સરી મહાપર્વના દિવસે અટ્ટમ હોય અને કોઈ બહેનને પૌષધ કરવાના ભાવ થાય અને અચાનક માસિક ધર્મ શરૂ થઈ જાય તો તે બહેન એક નવકાર મંત્ર પણ ન ગણે, પ્રભુ ભક્તિ, સ્તુતિ ન કરે, ઉપાશ્રય પણ ન જાય અને અવ્રતમાં રહીને સાવધ કાર્યમાં રચ્યા-પચ્યાં ઘરમાં ફર્યા કરે એ જરાય ઉચિત નથી. આગમમાં તો યથાઅવસર માસિક ધર્મમાં પરસ્પર વાંચના દેવા-લેવાની પણ છૂટ આપી છે. ભાષ્યમાં દેરાવાસી આચાર્યોએ તેની વિધિ પણ બતાવેલ છે. તો પછી આવા નિત્ય-નિયમોના સંબંધમાં એકાંત નિષેધ કરવામાં કોઈ લાભ નથી. નકસાનીનો કાયદો ચલાવવો તે સર્વથા અનચિત છે. વિજયજી : કોઈ વ્યક્તિને એકસીડંટ થઈ જાય અને તેના શરીરમાંથી કલાકો સુધી લોહી નીકળે તો શું તે પ્રભુ ભક્તિ કે નવકાર મંત્ર વગેરે ભણી શકે? પંડિતજી - હા,! આ જ વિવેક શીખવાનો છે કે આવા સમયે કોઈ ધર્મ સિદ્ધાંત દ્વારા પ્રભુ સ્મરણ વગેરે તથા ત્યાગ પ્રત્યાખ્યાનનો કે પાપોના ત્યાગનો નિષેધ ન કરી શકાય. કોઈને દીર્ઘકાલીન અશુચિમય રોગ કોઢ વગેરે થઈ જાય તો તે પણ એવી અવસ્થામાં છે. તેનો કોઈપણ ૩ર-૪૫ કે ૭ર આગમોમાં નિષેધ નથી. આગમની અસ્વાધ્યાય પરિસ્થિતિનો આશય એટલો જ છે, કે આવશ્યક સૂત્ર (પ્રતિક્રમણ)ના પાઠોને છોડીને બાકી બધા આગમોના મૂળપાઠનું ઉચ્ચારણ અસ્વાધ્યાય કાળમાં ન કરવું જોઇએ. માટે બધા અસ્વાધ્યાયોમાં આગમ પાઠના ઉચ્ચારણ સિવાય સામાયિક, પૌષધ, વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ, ગુરુદર્શન, જાપ-ધ્યાન વગેરે અન્ય કોઈપણ ધર્મારાધનની પ્રવૃત્તિઓ કરી શકાય છે. સાધુને વનવાસ કે વસતિમાં વાસ-આગમ ચિંતન (જૈન આચાર વિચારમાં અનેકાંતિકતા) “સાધુ પહેલાં પહાડોમાં રહેતાં હતાં, પછી પાછળથી કમજોરી– વશ વસતિવાસ(ગામોમાં રહેવું) શરૂ કર્યું” આવં વિદ્વાનો તથા ઇતિહાસકારો દ્વારા કહેવાય છે પણ, તે કથન આગમ અનુસાર નથી. આર્ય ભદ્રબાહુસ્વામી કૃત છેદ સૂત્રો તથા આચારાંગ સૂત્ર વગેરે ગણધર કૃત આચાર શાસ્ત્રોથી સર્વજ્ઞ કથિત વીતરાગ માર્ગનું આવું એકાંતિક રૂપ હોય તેવું લાગતું નથી. ભગવાનના સમયમાં પણ નવદીક્ષિત, સ્થવિર, વૃદ્ધ, ગ્લાન, અશક્ત, સ્થવિર વાસ વિરાજિત સાધુ કે સાધ્વીઓ વગેરે અનેક પ્રકારના સાધકો હતાં. અંગ સૂત્રોમાં અને છેદ સૂત્રોમાં જ્યાં ઉપાશ્રયોનું વર્ણન છે ત્યાં 18 પ્રકારના અથવા 21 પ્રકારના રહેઠાણો સાધુ-સાધ્વીઓને રહેવા માટે કહ્યાં છે. બૃહત્કલ્પ સૂત્રમાં કહ્યું છે કે સાધુને પુરુષ સાગરિક ઉપાશ્રયમાં રહેવાનું કલ્પ પણ સ્ત્રી સાગરિક ઉપાશ્રયમાં રહેવાનું કહ્યું નહીં. અનાજ તથા ખાદ્ય સામગ્રી યુક્ત મકાનમાં કેવી વ્યવસ્થિત સ્થિતિ સાંપડતા રહેવાનું કલ્પ?(શેષ કાળ માટે) અને ક્યાં, ક્યારે ચાર્તુમાસ રહેવાનું કલ્પ વગેરેનું સ્પષ્ટ વર્ણન છે. દુકાનોમાં, ગલીના નાકે, ત્રણ રસ્તે કે ચાર રસ્તે બનેલા મકાનોમાં સાધ્વીને ઉતરવું કલ્પ નહીં, પરંતુ સાધુને કહ્યું, એવું સ્પષ્ટ વિધાન છે. પરંતુ બંનેને માટે એવું સ્થળ કહ્યું નહીં, એવું વિધાન નથી. આમ આર્ય ભદ્રબાહુ રચિત, આ છેદ સૂત્રમાં ગામડાઓમાં રહેવાનો નિષેધ નથી અપિતુ વિધિરૂપ રહેવાનું જ સિદ્ધ થાય છે. બીજી અનેક વૈકલ્પિક અવસ્થાઓ જેવી કે, સ્થવિર કલ્પી તથા જિનકલ્પના, એક વસ્ત્રધારી કે અનેક વસ્ત્રધારી હોવાની; કરપાત્રી કે એક પાત્રી હોવાની અને કારણસર અસમર્થ વગેરેને અધિક પાત્ર ધારણ કરવાનું કે નિષ્કારણ નહીં લેવાનું વગેરે કેટલીય અવસ્થાઓનું અંગસૂત્ર તથા છેદસૂત્રમાં વર્ણન મળે છે. ઘણાં આચાર વિધાનો પણ અનેકાંતિકતાથી ભર્યા છે. જેવા કે– (1) વિગય રહિત સદા નીરસ આહાર લેવો, તો ક્યાંક એવું પણ કહ્યું છે કે વારંવાર વિગયનું સેવન ન કરવું, તો ક્યાંક વિગય સેવન કરીને જે મુનિ તપમાં રત ન રહે તેને પાપી શ્રમણ કહેવામાં આવેલ છે, પરંતુ વિગય યુક્ત આહાર કરીને તપમાં લીન રહેતા શ્રમણને પાપી નથી કહ્યા. (2) ક્યાંક એવું વિધાન છે કે ગોચરીમાં નવું વાસણ ન ભરાવવું,(ધોવાની ક્રિયા થાય માટે) તો ક્યાંક એવું છે કે પશ્ચાત્કર્મ ન હોય તો લઈ લેવું, તો ક્યાંક થાળીમાં મોદકભરીને વહોરાવે તો પણ તે લઈ રહેલા સાધુનું વર્ણન છે. (3) ક્યાંક એવું લખ્યું છે કે (પંત કુલાઈ પરિવ્રએ સ ભિષ્મ). અર્થાત્ નિર્ધન– ગરીબ ઘરોમાં ભિક્ષાચારી કરનારા સાચા ભિક્ષ છે. તો ક્યાંક મોટા-મોટા શ્રીમંતો અને રાજ-મહેલોમાં પણ ગોચરીએ જવાનું સ્પષ્ટ વર્ણન છે. ક્યાંક ખીરખાંડની ભોજન પ્રાપ્તિનું વર્ણન પણ છે. આ પ્રમાણે આપણા જૈન આગમ તાત્વિક સિદ્ધાંતોની અપેક્ષાએ જેમ સ્યાદવાદથી પરિપૂર્ણ છે તેમ આચાર વિધાનોના પણ અનેક વિષયોમાં અનેકાંતતા ધારણ કરેલ છે. એટલા માટે જૈન સાધ્વાચાર સંબંધી નિયમો માટે, ઊંડું શાસ્ત્ર-ચિંતન કર્યા વિના ફક્ત ગ્રંથો, ઇતિહાસ અને ઉદાહરણો તથા શિલાલેખોમાંથી અથવા કથાઓમાંથી કોઈ પણ એકાંત કલ્પના કરવી યુક્તિ સંગત નથી. ઓછામાં ઓછું બે અંગ સૂત્ર, ચાર છેદ