________________ jainology II 293 આગમસાર પૂર્વકાળમાં અનેક રાજા રજવાડાઓ નાના નાના પ્રદેશ પર રાજય કરતાં હતાં. લૂટારાઓ બુકાની બાંધતા હતાં. એક શકયતા એ છે કે અનાર્ય રાજા અને અજાણયા લોકો મુહપતિને કારણે સાધુને બુકાનીધારી સમજી ભયભીત થઈ જાય, અથવા રાજાના માણસો પુછપરછ કે મનાઈ કરે. વશીકરણ માટે પણ દોરા વપરાતાં, તેથી દોરો રાખનાર સાધુઓથી લોકો ગભરાતા અને શંકા કરતા. આવો યુગ હોવાથી મુહપતિ બાંધવાની પધ્ધતી સમય ક્ષેત્ર અનુસાર ઉપયોગમાં લેવાતી હશે. માસિક ધર્મ સંબંધી વિજયઃ આપ માસિક ધર્મને અસ્વાધ્યાય માનો છો? હા જી, અમે માસિક ધર્મને અસ્વાધ્યાય માનીએ છીએ. વિજય - તમો શ્રાવિકાઓને સામાયિકનો નિયમ કરાવો છો ત્યારે શું ત્રણ દિવસનો આગાર રખાવો છો? નહીં જી ! સામાયિક અને સ્વાધ્યાયનો કોઈ સંબંધ જ નથી. સાધ્વીજી કોઈ પણ આગાર વગર જીવનભરની સામાયિકના પચ્ચકખાણ કરી શકે જ છે. સામાયિકનો અર્થ છે 18 પાપનો ત્યાગ કરવો. એક મુહૂર્તની કે જીવનભરની સામાયિક લીધા પછી માસિક ધર્મ વગેરે કોઈપણ અસ્વાધ્યાય હોય તો પણ તેનાથી સામાયિક ભંગ થવાનું કોઈ કારણ નથી. આપ અસ્વાધ્યાય-સ્વાધ્યાયનો શો અર્થ જણાવો છો? અભિધાન રાજેન્દ્ર કોષ પ્રથમ ભાગ પૃષ્ટ–૮૨૭માં બતાવ્યું છે કે સન્શાસ્ત્રનું અધ્યયન કરવું એ જ સ્વાધ્યાય છે. તે અધ્યયન જ્યારે, જ્યાં ન કરવાનું હોય તે હેતુ અસ્વાધ્યાય કહેવાય છે. દા.ત. રક્ત નીકળતું હોય ત્યારે વગેરે. આવા અસ્વાધ્યાય ૩ર કહ્યાં છે. તે સમયે સૂત્રના મૂળપાઠનું અધ્યયન, ઉચ્ચારણ કરવું જોઇએ નહીં. માટે અસ્વાધ્યાયનો સંબંધ ફક્ત મૂળપાઠના ઉચ્ચારણ સાથે છે. નિત્ય નિયમ, ધાર્મિક ક્રિયા, પાપ-ત્યાગ, તપસ્યા વગેરે કાર્યોનો અસ્વાધ્યાય સાથે કોઈ સંબંધ નથી. પ્રતિક્રમણરૂપ નિત્ય નિયમનો. પણ 32 અસ્વાધ્યાય સાથે કોઈ સંબંધ નથી. ગાજ–વીજ હોય, સૂર્ય ગ્રહણ હોય કે ચૈત્રી પૂનમ કે એકમ હોય કે સંધ્યાકાળ (લાલ દિશા) હોય, નિત્ય નિયમમાં ઉપયોગી આવશ્યક સૂત્ર, આગમ હોવા છતાં પણ તેના ઉચ્ચારણ બાબતે કોઈ નિષેધ નથી. અર્થાત્ 32 અસ્વાધ્યાયમાં પણ પ્રતિક્રમણ તો કરી જ શકાય છે. એટલે માસિક ધર્મના સમયે સામાયિક, પ્રતિક્રમણ, વ્રત નિયમ, પ્રત્યાખ્યાન, પૌષધ વગેરેનો નિષેધ મનઃકલ્પિત છે, આગમ સંમત નથી વિજય - આગમના મૂળપાઠોના અધ્યયનની પણ અસજ્જાય કેમ થાય છે? આગમ તો સ્વયં મંગલરૂપ હોય છે, તેમને પણ અસ્વાધ્યાયના સમયે વાંચે તો શો દોષ લાગે? શાસ્ત્રમાં જે અસ્વાધ્યાય કહ્યું છે તેનું હાર્દ શું છે? તીર્થંકર ભગવાન દ્વારા પ્રરૂપિત ભાવોને એક વિશિષ્ટ ભાષામાં ગૂંથણી કરવાથી તે શાસ્ત્ર કહેવાય છે. સત્ર હંમેશાં કોઈ એક વિશિષ્ટ ભાષામાં રચવામાં આવે છે ત્યારે જ તે કંઠસ્થ પરંપરામાં શુદ્ધ રીતે ચાલી શકે છે. વ્યાખ્યાન, વિચારણા, અર્થ, ભાવાર્થ સમજાવવું એ પ્રાયઃ જન– સાધારણની ભાષામાં હોય છે. તસાર ભગવાન દ્વારા પ્રરૂપિત ભાવોને ગણધર એક વિશિષ્ટ ભાષામાં ગૂંથણી કરે છે. ગણધર એના માટે દેવોની ભાષાને પસંદ કરે છે અર્થાત્ દેવવાણી રૂ૫ અર્ધમાગધી ભાષામાં આગમોની રચના કરે છે. આ પ્રકારે આપણા આગમોની મૌલિક ભાષા(અર્ધમાગધી) દેવોની ભાષા છે. દેવોમાં કેટલાક હલકા-કુતૂહલપ્રિય તથા મિથ્યાત્વી દેવો પણ હોય છે. તેમના કુતૂહલનો કે ઉદંડતા કરવાનો સમય પણ નિયત હોય છે. જેમ પાઠ–શાળાઓમાં બાળકોને રમત-ગમત વગેરે પ્રવૃતિનો સમય ચોક્કસ હોય છે, તેમ તે દેવોના કુતૂહલના સમયમાં દેવવાણીવાળા આ શાસ્ત્રોના ઉચ્ચારણમાં ભૂલ થઈ જાય તો આ દેવો કુતૂહલ કે રોષ પ્રકટ કરી શકે છે.(ફકત અર્ધમાગધી ભાષામાં જ વાતચીત કરતા દેવોને મનુષ્ય દ્વારા તે ભાષાના ઉચ્ચારણની કોશીષ રમુજીક લાગે).તેથી સ્વાધ્યાયના નિમિત્તે આવી. આપત્તિ ન આવે, એટલા માટે તે સમયને 32 પ્રકારના અસ્વાધ્યાયમાં મૂકીને નિષેધ કરવામાં આવ્યો છે. રુધિર, પરૂ આદિની અસ્વાધ્યાય આત્મ(સ્વ) અસ્વાધ્યાય કહેલ છે. આ પોતાની વ્યક્તિગત અસ્વાધ્યાય ત્રણ દિવસ કે અનેક દિવસી આ કારણે વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૭ તથા નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૯માં પરસ્પર માસિકધર્મ કાળમાં પણ સૂત્રાર્થ વાંચણી દેવાનું વિધાન કર્યું છે. સાથે-સાથે માસિકધર્મ કાળમાં સ્વયં એકલા બેસીને સ્વાધ્યાય કરવાનો નિષેધ પણ કર્યો છે. નિયુક્તિ ભાષ્યમાં પોતાના લોહી પરૂના વિષયમાં શુદ્ધિ કરીને તથા વસ્ત્રપટ લગાવીને પરસ્પર વાંચના દેવાની સ્પષ્ટ વિધિ બતાવી છે. આ જ પ્રકારે સૂત્રોના માસિકધર્મ સંબંધી અસ્વાધ્યાયમાં પણ આવશ્યક સૂત્રના પાઠોના(નવકાર મંત્ર વગેરે) ઉચ્ચારણ કરવાનું તથા અન્ય આગમોની વાંચના દેવાનું આગમ અને ભાષ્યોથી સિદ્ધ થાય છે. ત્યારે અસ્વાધ્યાયનો જ્યાં કિંચિત પણ સંબંધ નથી, તેવી ધાર્મિક ક્રિયાઓનો નિષેધ કરવો કદાપિ ઉચિત નથી. શુચિ પ્રધાન સમાજની નજીક રહેવાથી વીતરાગ ધર્મમાં વિકૃતિ આવી ગઈ છે કે ધાર્મિક ક્રિયાઓ પણ ન કરવી પરંતુ આપણો ધર્મ અહિંસામૂલ અને વિનયમૂલ ધર્મ છે, શુચિમૂલક નથી. આચારાંગ સૂત્રમાં ગૃહસ્થોને શુચિધર્મી કહીને ભિક્ષુઓને મોય સમાચારીવાળા કહ્યા છે. અર્થાત્ આવશ્યકતા પડે તો તે સ્વમૂત્રનો ઉપયોગ કરે તેવા કહ્યા છે. તેઓ શુચિ ધર્મ ન હોઈ શકે. રાત્રિમાં સાધુઓએ આહાર-પાણી બધા જ પદાર્થોને ન રાખવાનું કહ્યું છે, ત્યાગવાનું કહ્યું છે), કદાચ રાખે તો નિશીથ સૂત્રમાં તેનું પ્રાયશ્ચિત્ત પણ કહ્યું છે. તથા અન્ય વિલેપનના પદાર્થોને રાત્રિમાં રાખવાનો નિષેધ તથા પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે. અતઃ શુચિધર્મી જનસાધારણની નકલ કરીને ધાર્મિક ક્રિયાઓનો એકાંત નિષેધ કરવો તે આગમ સંમત નથી. વિજય :- અમે તો સંવત્સરીના દિવસે પણ રજસ્વલા બહેનોને ધર્મ આરાધના કરવાની પૂર્ણતઃ ના પાડીએ છીએ, તેઓ એક નમસ્કાર મંત્ર પણ ભણી ન શકે. ખરેખર તેમને નિષેધ છે?