________________
194
આગમચાર– ઉતરાર્ધ
દશ પ્રદેશથી નવ પ્રદેશી વધારે હોય છે. એનાથી ૮.૭.૬૫.૪.૩.૨. પ્રદેશી ક્રમશઃ વધારે વધારે થાય છે. બે પ્રદેશથી પરમાણુ વધારે હોય છે. આ ક્રમ દ્રવ્યોની અપેક્ષા છે. પ્રદેશમાં આનાથી વિપરીત ક્રમ છે. પરમાણુ અલ્પ છે. તથા દશ પ્રદેશી સ્કંધના પ્રદેશ સર્વાધિક છે. (વાકય પધ્ધતિમાં ૧૦ સુધી કહેવાય છે પણ તેથી અતિરિકત સંખ્ય, અસંખ્ય, અનંત પ્રદેશી પુદગલ સ્કંધ પણ હોય છે.) (૨) એક પ્રદેશાવગાઢ પુગલ ઓછા થાય છે. એનાથી સંખ્યાત પ્રદેશાવગાઢ પુગલ સંખ્યાત ગુણા અને એનાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ અસંખ્ય ગુણા હોય છે. આ જ ક્રમ પ્રદેશમાં જાણવો.
દશ પ્રદેશાવગાઢ પુદ્ગલથી એક પ્રદેશાવગાઢ પુગલ સુધી ક્રમશઃ વિશેષાધિક હોય છે. પ્રદેશમાં એનાથી વિપરીત ક્રમ સમજવા. આ પ્રમાણે સ્થિતિનું સંપૂર્ણ અલ્પ બહત્વ જાણવું.(અહીં અનંત પ્રદેશાવગાઢ પુદગલ ન કહેવું) (૩) વર્ણ, ગંધ રસના એક ગુણ વગેરેનું અલ્પ બહત્વ પરમાણુથી અનંત પ્રદેશ સુધીનું અલ્પ બહુત્વ સરખુ જાણવું. (૪) કર્કશ સ્પર્શ ૧ થી ૧૦ ગુણ સુધી ૧૦ બોલ ક્રમશઃ વિશેષાધિક છે. આગળ અનંતગુણ સુધી ક્રમશઃ વધારે વધારે છે. અવગાહનાના બોલની જેમ છે પરંતુ અનંત ગુણના બોલ વધારે છે. તથા એક ગુણ કર્કશથી સંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલ પ્રદેશથી ગુણા કહેવા. સંખ્યાતગુણ કર્કશ યુગલોથી એના પ્રદેશ સંખ્યાત ગુણ જ કહેવા. કર્કશની સમાન મૃદુ ગુરુ લધુ સ્પર્શ પણ જાણવા. બાકી ચાર સ્પર્શ વર્ણના સરખા હોય છે. સાદ્ધ - પરમાણુ ૩.૫.૭.૯. પ્રદેશી સાદ્ધ નથી. અનદ્ધ છે. ૨.૪.૬.૮.૧૦ પ્રદેશી સાદ્ધ છે. આગળ સંખ્યાત પ્રદેશી વિગેરે બન્નેમાંથી એક છે, સાદ્ધ અથવા અનદ્ધ. સકંપ-નિષ્કપ – પરમાણુથી અનંત પ્રદેશી સુધી બધા સકંપ, નિષ્કપ બને હોય છે. બધાની સંકપની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળની હોય છે. બહુવચનની અપેક્ષા પરમાણુ વિગેરે બધાના સકંપ નિષ્કપની સ્થિતિ સર્વદ્ધા કાળની હોય છે. સકંપ નિષ્કપનું અંતર :- સ્વસ્થાન અને પરસ્થાન એમ બે પ્રકારના સકંપ નિષ્કપની અપેક્ષા અંતર હોય છે. સ્વસ્થાનનો અર્થ છે પરમાણુ પરમાણમાં રહીને અને પરસ્થાનનો અર્થ છે દ્ધિપ્રદેશી વિગેરેમાં રહીને સ્વસ્થાનની અપેક્ષા પરમાણના સકંપની સ્થિતિ જ નિષ્કપનો અંતર કાળ છે અને નિષ્કપની સ્થિતિ જ સકંપનો અંતર કાળ છે. પરસ્થાનની અપેક્ષા સકંપ નિષ્કપ બન્નેના જઘન્ય અંતર એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળનો છે. અર્થાત્ પરમાણુ ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ પછી પુનઃ પરમાણુ બને જ છે.
દ્વિપ્રદેશી વિગેરે બધાના સ્વસ્થાન, પરસ્થાનના અંતર કાળ ઉપરના પ્રમાણે જ સમજવું. એમાં પર અનંત કાળ થાય છે. અર્થાત્ તે પુનઃ ટ્રિપ્રદેશી વિગેરે બને એની વચ્ચે અનંત કાળ વીતી શકે છે. બહુવચનની અપેક્ષા પરમાણુ વિગેરે કોઈના પણ સ્વ પર કોઈ પણ અંતર હોતુ નથી. બધા સ્કંધ હંમેશા સકંપ નિષ્કપ શાશ્વત મળે છે. દેશ સર્વ સકંપ:- પરમાણુ બધા સકંપ હોય છે. ઢિપ્રદેશી વિગેરે દેશ અને સર્વ બને સકંપ હોય છે. બહુવચનમાં પણ એમ જ સમજવું. ક્રિપ્રદેશી વિગેરેના દેશ અને સર્વ સકંપની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગની હોય છે. બાકી કાયસ્થિતિ પરમાણુ વિગેરેની સકંપ નિષ્કપની સરખી છે. બહુવચનમાં દેશ, સર્વેની કાર્યસ્થિતિ સર્વદ્ધા કાળની હોય છે.
રચક પ્રદેશ :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તથા જીવોના આઠ આઠ મધ્ય(ચક) પ્રદેશ હોય છે, જે આઠ આકાશ પ્રદેશ અવગાહન કરે છે, પરંતુ જીવના સંકોચ, વિસ્તાર થતા રહે છે. આ કારણે કયારેક એક બે વિગેરે આકાશ પ્રદેશ પર પણ આઠ મધ્ય પ્રદેશ રહે છે અને કયારેક આઠ આકાશ પ્રદેશ પર પણ રહે છે. પરંતુ સ્વભાવ અનુસાર સાત પ્રદેશ પર રહેતા નથી.
આત્માના સંકોચન પ્રસરણ ગુણને કારણે આમ થઇ શકે છે.
ઉદ્દેશક: ૫ (૧) પર્યવ(પજ્જવા) સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ પ ની સમાન છે. (૨) સમયથી લઈને પુદ્ગલ પરાવર્તન સુધીના કાળનું સ્વરૂપ અનુયોગ દ્વાર સૂત્ર ની સમાન છે. અસંખ્ય સમયોની આવલિકા યાવત સાગરોપમ હોય છે. પુદ્ગલ પરાવર્તનમાં અનંત સમય હોય છે. સંખ્યાત વર્ષોમાં
પત હોય છે. પલ્યોપમ વિગેરે અસંખ્યાત વર્ષોમાં અસંખ્ય આવલિકા વિગેરે હોય છે. પુગલ પરાવર્તનમાં અનંત હોય છે. સમયથી માંડીને શીર્ષ પ્રહેલિકા સુધી ૪૬ ભેદ છે. ૧૯૪ અંક હોય છે. અહીં સુધી ગણના સંખ્યા છે. આગળ ઉપમા સંખ્યા છે.
ભૂતકાળ, ભવિષ્યકાળ અનંત હોવાથી બરાબર હોય છે. પરંતુ, વર્તમાનનો એક સમય અલગ હોય છે. એને ભવિષ્ય કાળમાં ભેગો કરવાથી ભવિષ્યકાળ સમયાધિક કહેવાય છે. સર્વદ્ધા કાળ ભૂતકાળથી એક સમય સાધિક,બે ગણો(બમણો) હોય છે. નિગોદ - નિગોદ શરીર અને નિગોદના જીવ એમ બે પ્રકાર છે. પુનઃ સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ એમ બે ભેદ છે. સૂક્ષ્મ ચક્ષુ ગ્રાહ્ય હોતા નથી. અને બાદરના અસંખ્ય શરીર મળવાથી ચક્ષુ ગ્રાહ્ય થાય છે. એનું વિશેષ વર્ણન સ્થિતિ વિગેરે જીવાભિગમ સૂત્ર સારાંશ માં જોવું. ૬ ભાવનું વર્ણન શતક ૧૭, ઉદ્દેશક પ્રથમની સમાન છે તથા વિશેષ વિવરણ માટે અનુયોગ દ્વારા સારાંશ માં જોવું.
ઉદ્દેશક: ૬ છ નિયંઠાઃ નિર્ચન્થ વર્ણન – પંચ મહાવ્રતધારી શ્રમણોને નિર્ગસ્થ કહે છે. એમને ૬ પ્રકારના કહેવાયા છે. (૧) પુલાક (૨) બકુશ (૩)પ્રતિસેવના કુશીલ (૪)કષાય કુશીલ(૫) નિર્ગસ્થ(૬) સ્નાતક.આ ૬ ના સ્વરૂપ ૩૬ દ્વારથી સ્પષ્ટ કર્યા છે. તે દ્વાર આ પ્રમાણે છે પહેલો પ્રજ્ઞાપના દ્વાર:- આ દ્વારમાં આ છ ની પરિભાષા તથા અવાંતર ભેદ સમજાવ્યા છે. મૂળ ભેદ નિન્જના પાંચ જ કહ્યા છે. પણ કુશીલના પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ મુખ્ય બે ભેદ કરવામાં આવ્યા છે અને આગળ ૩૫ કારોનું વર્ણન આ ૬ ભેદો