SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II (૨) ઔદારિક, વૈક્રિય, આહારક શરીર હેતુ સ્થિત અને અસ્થિત બન્ને પ્રકારના પુદ્ગલ ગ્રહણ કરી શકાય છે. તૈજસ, કાર્મણ શરીર અને મન,વચન યોગ હેતુ સ્થિત પુદ્ગલ જ ગ્રહણ કરી શકાય છે. બાકી પાંચ ઇન્દ્રિય અને કાયા યોગ હેતુ સ્થિત, અસ્થિત બન્ને પ્રકારના પુદ્ગલ ગ્રહણ કરી શકાય છે. (નોંધ : ચાર સ્પર્શ વાળા પુદગલો સ્થિત જ ગ્રહણ કરાય છે. આઠ સ્પર્શ વાળા પુદગલો સ્થિત અસ્થિત બેઉ ગ્રહણ કરાય છે. કાર્મણ—તેજસ શરીર તથા મન વચન યોગનો તેવો સ્વભાવ ન હોવાથી પુદગલો દૂરથી ખેંચવામાં નથી આવતાં.) (૩) ઔદારિક તૈજસ, કાર્પણ–શરીર, કાય—યોગ, સ્પર્શેન્દ્રિય આ પાંચ બોલ એકેન્દ્રિયને હોય છે. એટલે દિશાની અપેક્ષા ૩, ૪, ૫, ૬ દિશાથી એના પુદ્ગલ ગ્રહણ નિઃસરણ હોય છે. બાકી આઠ બોલમાં નિયમા ૬ દિશાથી પુદ્ગલોનું ગ્રહણ હોય છે. શ્વાસોચ્છવાસ હેતુ પુદ્ગલ ગ્રહણ વિગેરે વર્ણન, ઔદારિક શરીરના સરખા છે. ઉદ્દેશક : ૩ 193 સંસ્થાન ૬ ઃ- (૧) પરિમંડલ – બંગડીનો આકાર (૨) વૃત – પૂર્ણ ચંદ્રનો આકાર (૩) ત્ર્યંસ– શીંગોડાનો આકાર (૪) ચતુરંસ - બાજોઠનો આકાર (૫) આયત – લાકડાના પાટિયાનો આકાર (૬) અનિëસ્થ – મિશ્રિત આકાર – ૨, ૩ સંસ્થાનોના યોગ. = પરિમંડળમાં વધુ પ્રદેશ લાગે છે. એટલે તે લોકમાં અલ્પ છે. વ્રત, ચતુરંસ, ચેંસ, આયતમાં ક્રમશઃ ઓછા ઓછા પુદ્ગલ પ્રદેશ લાગે છે અને એની સંખ્યા લોકમાં ક્રમશઃ વધુને વધુ છે. અનિથંસ્થ—મિશ્ર હોવાથી બધાથી વધારે છે. અને એના પ્રદેશોના યોગ પણ બધાથી(અધિક)વધારે હોય છે. અનિથંસ્થના દ્રવ્યથી પરિમંડલના પ્રદેશ અસંખ્યગુણા હોય છે. બાકી ક્રમ ઉક્ત પ્રકારથી જ દ્રવ્ય અને પ્રદેશોના હોય છે. બધા જ પરસ્પરમાં સંખ્યાતગુણા છે. પરંતુ અનિયંસ્થ અસંખ્યાતગુણા છે. આમ તો સ્વતંત્ર ગણત્રીમાં બધા અનંત અનંત હોય છે. પ્રત્યેક પૃથ્વી અથવા વિમાન વિગેરેમાં પણ આ બધા અનંત અનંત હોય છે. સ્થિતિ વર્ણાદિ :– બધા સંસ્થાનોમાં સ્થિતિ કોઈ પણ હોઈ શકે છે. વર્ણાદિ પણ એક ગુણ યાવત્ અનંત ગુણ પણ હોઈ શકે છે. શ્રેણિઓ :– આકાશની શ્રેણિઓ અનંત છે. એ એક પ્રદેશી પહોળી તથા અનંત પ્રદેશી લાંબી લોકાલોક પ્રમાણે સંલગ્ન હોય છે. અપેક્ષાથી એના લોકાકાશની શ્રેણિઓ અને આલોકાકાશની શ્રેણિઓ એમ બે ભેદ માનવામાં આવે છે. આગમસાર લોક અસંખ્ય પ્રદેશ લાંબો, પહોળો અને ઉંચો નીચો છે. એટલે આ અપેક્ષાથી તે શ્રેણિઓ અસંખ્ય પ્રદેશી છે અને લોકમાં તે શ્રેણિઓ પણ અસંખ્ય છે, અનંત નથી. લોકમાં ચારે દિશાઓમાં ત્રાંસા ખૂણા પણ છે. જેમ પાંચમાં દેવલોકની પાસે. આ કારણ અને આ ભેદથી—અપેક્ષાથી લોકમાં કેટલીક સંખ્યાત પ્રદેશી શ્રેણીઓ હોય છે. બાકી બધી અસંખ્ય પ્રદેશી હોય છે. અલોકમાં પણ આ કારણે સંખ્યાત અસંખ્યાત પ્રદેશી કેટલીક શ્રેણિઓ લોકની બાહર નિકટમાં હોય છે. એના સિવાય બધી અનંતપ્રદેશી શ્રેણિઓ હોય છે. લોક ઉપર નીચે સમતલ છે. ચારેય દિશાઓમાં વૃદ્ધિ હોવાના કારણે વિષમ છે. એ વિષમતાના કારણે જ અસંખ્ય પ્રદેશી લાંબા પહોળા લોકમાં સંખ્યાત પ્રદેશી શ્રેણિઓ બને છે અને એ જ કારણથી અનંત પ્રદેશી અલોકમાં અસંખ્યાત અને સંખ્યાત પ્રદેશી શ્રેણિઓ બને છે. તે ઉપરથી નીચેની તરફ બને છે. લોકની બધી શ્રેણિઓ સાદિ શાંત છે. અર્થાત્ બન્ને દિશાઓમાં એનો અંત છે. અલોકમાં લોકને કારણે સાદિ અનંત છે અને લોક સિવાયના સ્થાન વાળી અનાદિ અનંત છે. વચ્ચેના ખાંચામાં સાદિ શાંત પણ છે. શ્રેણીઓના પ્રકાર :– શ્રેણિઓ સાત પ્રકારની હોય છે. (૧) સીધી (૨) એક વળાંકવાળી (૩) બે વળાંકવાળી (૪) એક તરફ ત્રસ નાડીની બહાર જવા− વાળી (૫) બન્ને તરફ ત્રસ નાડીની બહાર જવા વાળી (૬) ચક્રવાલ (૭) અર્ધ ચક્રવાલ. આ જીવ અને પુદ્ગલની ગતિની અપેક્ષા કહેવાય છે. આમ સ્વતઃ શ્રેણિઓ તો બધી સીધી જ છે. જીવ પ્રારંભની પાંચ ગતિ શ્રેણીમાંથી ગમન કરે છે અને પુદ્ગલ સાતે શ્રેણિ ગતિમાંથી ગમન કરે છે. આ પ્રકારે જીવ અને અજીવ અનુશ્રેણીમાંથી જ ગમન કરે છે. આ શ્રેણિઓ સિવાય વિશ્રેણિમાંથી ગતિ કરતા નથી. જેવી રીતે વાયુયાનના જવાનો માર્ગ આકાશમાં નિશ્ચિત હોય છે, એ જ માર્ગોથી તે જાય છે અને આવે છે. તેવી રીતે જીવ પુદ્ગલના ગમનના માર્ગ રૂપ આ શ્રેણી ગતિઓ હોય છે. અમાર્ગ રુપ વિશ્રેણિ ગતિઓ હોતી નથી. દ્વાદશાંગ ગણિપિટકનું વર્ણન નંદી સૂત્રથી તથા અલ્પબહુત્વ પ્રજ્ઞાપના સૂત્રના ત્રીજા પદથી જાણવું. ઉદ્દેશક : ૪ ચોવીસ દંડક સિદ્ધ વિગેરેના મૃતયુગ્મ સંબંધી વર્ણન શતક ૧૮, ઉદ્દેશક ૪ ની સમાન જાણવું. સ્વતંત્ર અને સંમિલિત અપેક્ષા માટે શાસ્ત્રમાં ઓઘાદેશ અને વિધાનાદેશ શબ્દ પ્રયોજાયેલ છે. અવગાહન ઃ– જીવના આત્મ પ્રદેશ તો કૃતયુગ્મ છે. પરંતુ શરીર અનુસાર અવગાહન કરે છે. એટલે એક જીવના અવગાહન પ્રદેશ કૃતયુગ્મ વિગેરે કોઈ પણ યુગ્મ થઈ શકે છે. બહુવચનમાં ઓઘાદેશથી કડજુમ્મ પ્રદેશ અવગાહન (લોક પ્રમાણ) છે અને વિભાગાદેશથી કોઈમાં કંઈ, કોઈમાં કંઈ એમ ચારેય યુગ્મ થઈ શકે છે. ૧૯ દંડકમાં બહુવચનના ઓઘાવેશમાં કયારેક કોઈ, કયારેક કોઈ એમ ચારેયમાંથી કોઈ એક હોય છે. પાંચ સ્થાવર અને સિદ્ધ જીવ(સમુચ્ચય) ના સરખા છે. કારણ કે સમસ્ત પાંચ સ્થાવરોના અવગાહન સંપૂર્ણ લોક પ્રમાણ હોવાથી મૃતયુગ્મ છે અને સિદ્ધ ક્ષેત્ર ૪૫ લાખ યોજન લાંબું, પહોળું, ગોળ અને ૩૩૩ ધનુષ્ય ૩૨ અંગુલ જાડું છે. તે પણ કૃતયુગ્મ(કડજુમ્મા) આકાશ પ્રદેશવાળા છે. સકંપ અકંપ જીવ : પ્રથમ સમયવર્તી સિદ્ઘ બધા સકંપ હોય છે. સંસારી જીવ અશૈલેશી દેશ કંપ સર્વ કંપ, બન્ને હોય છે. અપ્રથમ સમયવર્તી સિદ્ધ તથા શૈલેશી અણગાર અંકપ હોય છે. ૨૪ દંડકના જીવ વિગ્રહ ગતિમાં સર્વ સકંપ તથા અન્ય સમયમાં દેશ સકંપ હોય છે. પરમાણુ વગેરેનું અલ્પ બહુત્વ :– (૧) અનંત પ્રદેશી દ્રવ્ય થોડા હોય છે. પરમાણુ એનાથી અનંત ગુણ હોય છે, એનાથી સંખ્યાત પ્રદેશી સંખ્યાત ગુણા હોય છે અને અસંખ્યાત પ્રદેશી અસંખ્ય ગુણા હોય છે. આ જ ક્રમ પ્રદેશોના અલ્પબહુત્વનો હોય છે.
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy