________________
આગમસાર– ઉતરાર્ધ
188
૩૨૧ આગતિમાં પ્રત્યેકના ૯ ગમક હોવાથી ૩૨૧ X ૯ ઊ ૨૮૮૯ ગમક થાય છે. આ ગમકને જ ''ગમ્મા' કહે છે. જેનો અર્થ છે – વસ્તુ, તત્ત્વને પૂછવાની, સમજવાની પદ્ધતિ. એનું તાત્પર્ય એ છે કે એક એક આગતિના બોલમાં સ્થિતિની અપેક્ષા ૯ – ૯ પ્રશ્નો દ્વારા એના વિષયમાં ઋદ્ધિ જાણવી અને સમજવી.
શૂન્ય ગમ્મા :– સર્વત્ર જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તો ૨૮૮૯ ગમ્મા બને છે. પરંતુ ક્યાંક તો એક જ સ્થિતિ છે અને ક્યાંક એક સ્થિતિ જ પ્રાપ્ત થતી હોય છે તો ત્યાં એ આગતિના સ્થાનથી ૯ ગમ્મા બનતા નથી. જેમ ઃ
(૧) અસન્ની મનુષ્યની સ્થિતિ કેવળ અંતર્મુહૂર્ત જ છે. એટલે ત્રણ ગમ્મા (સ્થિતિ સંબંધી ત્રણ પ્રશ્ન) જ થાય છે. ૬ ઓછા થયા. ઔદારિકના દશ ઘરોમાં અસન્ની મનુષ્ય જાય છે. એ બધી જગ્યાએ ૬ – ૬ ઓછા થવાથી ૧૦ x ૬ ઊ ૬૦ ગમ્મા શૂન્ય છે. અર્થાત્ આ પ્રશ્ન બનતા નથી.
(૨) સર્વાર્થ સિદ્ધમાં ૩૩ સાગરની એક જ સ્થિતિ છે. તે દેવ કેવળ મનુષ્યમાં જ જાય છે અને કેવળ મનુષ્ય જ એમા આવે છે. એટલે આ બે આગત સ્થાનમાં ૬ – ૬ ગમ્મા ઓછા થવાથી ૧૨ ગમ્મા શૂન્ય છે.
(૩) તિર્યંચ યુગલિયા અને મનુષ્ય યુગલિયા આ બે જીવ જ્યોતિષી અને પહેલા બીજા દેવલોકમાં જાય છે. ત્યારે જઘન્ય સ્થિતિના યુગલિયા ત્યાં એક જ સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. જેનાથી એક ચોથો ગમ્મો જ બને છે. પરંતુ પાંચમો છઠ્ઠો ગમ્મો બનતો નથી. એટલે યુગલિયા × સ્થાન × ગમ્મા ઊ ૨ × ૩ × ૨ ઊ ૧૨ ગમ્મા શૂન્ય છે.
ઉપરના ત્રણે મળીને ૬૦ + ૧૨ + ૧૨ ઊ ૮૪ ગમ્મા શૂન્ય છે. એને તૂટેલા ગમ્મા પણ કહે છે.
૨૮૮૯ – ૮૪ ઊ ૨૮૦૫ વાસ્તવિક, સાચા ગમ્મા ઊ પ્રશ્ન ઉત્તર, વિકલ્પ થાય છે. જે ૪૪ ઘરમાં ૪૮ જીવોના ૩૨૧ આગતિ સ્થાનોમાં ૯–૯ ગમ્મા કરવાથી તથા ઉપરના ૮૪ ઓછા કરવાથી ૨૮૦૫ થાય છે.
ઋદ્ધિ :- આ ૨૮૦૫ ગમ્મા અથવા પ્રશ્ન વિવક્ષામાંથી પ્રત્યેક ઉપર ૨૦ દ્વારોનુ વર્ણન છે. આ ૨૦ દ્વારના સંપૂર્ણ વર્ણનને ઋદ્ધિ કહેવાય છે. તે દ્વાર આ પ્રમાણે છે.– (૧) ઉપપાત (૨) પરિમાણ (૩) સંહનન (૪) અવગાહના (૫) સંસ્થાન (૬) લેશ્યા (૭) દૃષ્ટિ (૮) જ્ઞાન–અજ્ઞાન (૯) યોગ (૧૦) ઉપયોગ (૧૧) સંજ્ઞા (૧૨) કષાય (૧૩) ઈન્દ્રિય (૧૪) સમુદ્દાત (૧૫) વેદના (૧૬) વેદ (૧૭) આયુ (૧૮) અધ્યવસાય (૧૯) અનુબંધ (૨૦) કાય સંવેધ.
સમઋદ્ધિ (સ્થિર ઋદ્ધિ) :
આ વીસ દ્વારોમાં આઠ દ્વાર એવા છે જેનુ વર્ણન સરખુ રહ્યુ છે. અર્થાત્ ૪૮ જીવ ૩૨૧ માંથી કોઈપણ આગતિ સ્થાનમાંથી જાય અથવા ૯ ગમ્મામાંથી કોઈપણ ગમ્મામાંથી જાય તો પણ આઠ દ્વારોનુ વર્ણન સ્થિર રહે છે. તે આ પ્રમાણે છે.
૧
૨
૫
સહનન | સંસ્થાન
જીવ જીવનામ
સંખ્યા
૭
૧૪
૧૩
૫
૩
૧
૧
૧
૧
૨
૪૮
નારકી
દેવતા
દેવતા
સ્થાવર
વિકલેન્દ્રિય
અસન્ની મનુષ્ય અસન્ની તિર્યંચ સન્ની તિર્યંચ
સન્ની મનુષ્ય
૩
૪
;
૭ ८
સંજ્ઞા કષાય ઈન્દ્રિય વેદના વેદ ઉપયોગ
નહીં
હૂંડક
૪
નહીં
નહીં
સમચોરસ | ૪ સમચોરસ | ૪ સેવાર્ત હુંડક
૪
સેવાર્ત હુંડક સેવાતે હુંડક સેવાર્ત હુંડક
S
s
S
૧
બે યુગલિયા ૧
૪
ܡ ܡ
૪
૪
૪
૪
૪
વિશેષ :(૧) અહીં ભવનપતિથી બીજા દેવલોક સુધી ૧૪ દેવતા કહ્યા છે. હોય છે.
૪
xx
૪
૪
૪
૪
૪
૪
૪
૪
૪
૫
||
૫
૫
૧
va
૫
૫
૫
૫
૫
૨
ર
૨
|
૨,૩,૪૨
૨
ર
૨
૨
૨
૧
૨
૨
૨
૨
૨
૨
૧
૨
૩ ૨
૩
૨
૨
૨
|૪||
૧
م امام
૧
||
બાકી ત્રીજા દેવલોકથી સર્વાર્થ સિદ્ધ સુધી ૧૩ દેવતા
(૨) પહેલી બીજી નરકમાં જનારા તિર્યંચ મનુષ્યમાં ૬ સંહનન. એ પ્રમાણે ત્રીજીમાં ૫, ચોથીમાં ૪, પાંચમીમાં ૩, છઠ્ઠીમાં ૨, સાતમી માં ૧, ચોથા દેવલોક સુધી જનારામાં ૬ સંહનન, પાંચમા, છઠ્ઠામાં ૫, સાતમા આઠમામાં ૪, નવથી બાર સુધી ૩, ત્રૈવેયકમાં ૨, અણુતરમાં ૧, સંહનનવાળા જાય છે. ૨૮૦૫ ગમ્મામાં આઠ દ્વારોની આ ઉપર કહેલી સ્થિર ઋદ્ધિ છે. વિભિન્ન : પરિવર્તનીય ઋદ્ધિઃ
બાકી ૧૨ દ્વારોમાંથી કોઈ આગતના સ્થાનમાં અને કોઈ ગમ્મામાં, કેટલાક દ્વારોમાં સમાનતા રહે છે કેટલાકમાં અંતર પડે છે, ભિન્નતા રહે છે. અર્થાત્ ૧૨ દ્વારોમાં સર્વત્ર ભિન્નતા જ રહે એવુ સમજવુ નહીં. કોઈ આગત સ્થાન તથા ગમ્મામાં ૨ દ્વારો (બોલો)મા અંતર પડે છે. કોઈ આગત સ્થાન તથા ગમ્મામાં ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૯ બોલોમાં અંતર પડે છે. એ બાર દ્વાર આ છે. (૧) ઉપપાત – પ્રાપ્ત કરવાની સ્થિતિ (૨) પરિમાણ – ઉત્પન્ન થવા વાળાની સંખ્યા (૩) અવગાહના (૪) લેશ્મા (૫) દૃષ્ટિ (૬) જ્ઞાન-અજ્ઞાન (૭) યોગ (૮) સમુદ્દાત (૯) આયુ (૧૦) અધ્યવસાય (૧૧) અનુબંધ (૧૨) કાય સંવેધના બે પ્રકાર– ભવાદેશ અને કાલાદેશ. આ ૧૨ દ્વારોમાં પડવા વાળું અંતર – ફર્ક — વિશેષતાઓ – પરિવર્તન – (નાણતા) આ પ્રકારે છે.
(૧) ઉપપાત ઃ– ઉત્પતિ સ્થાનમાં પ્રાપ્ત કરવાવાળી સ્થિતિને અહીં ઉપપાત કહેવાય છે. પહેલા, ચોથા અને સાતમા ગમ્માથી
-
જવાવાળા ઉત્પતિ સ્થાનની જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીની બધી સ્થિતિઓ પ્રાપ્ત કરે છે. બીજા, પાંચમા અને આઠમા ગમ્માથી જવાવાળા