________________
jainology II
187
આગમસાર
ચોથો વર્ગ – રીંગણા, પાંડઈ ગંજ, અંકોલ્લ વગેરેનું વર્ણન વાંસના વર્ગ સરખુ છે. પાંચમો વર્ગ – શ્રિયક, સિરિયક, નવનાલિક, કોરંટક, બંધુજીવક, મોજા, નલિની, કુંદ વગેરેનું વર્ણન શાલિ વર્ગ સરખું છે. છઠ્ઠો વર્ગ – પૂસફલિકા, તુમ્બી, ત્રપુષી(કાકડી) એલવાલુંકી વગેરે વલ્લિયોનું વર્ણન તાડ વર્ગ સરખુ છે. પરંતુ સ્થિતિ ઉત્કૃષ્ટ અનેક વર્ષ જ છે. ફળની અવગાહના ઉત્કૃષ્ટ અનેક ધનુષ્યની છે. છ વર્ગના ૬૦ ઉદ્દેશા આ શતકમાં છે.
| શતક ૨૨ સંપૂર્ણ
શતક: ૨૩ પહેલો વર્ગ:- બટાકા, મૂળા, આદુ, હળદર ક્ષીર વિરાલી મધુશ્રુંગી, સર્પસુગંધા, છિન્નરુહા, બીજહા, વિગેરેનું વર્ણન વંશ વર્ગ સરખુ છે. વિશેષતા નીચે પ્રમાણે છે. (૧) પરિમાણ– એક સમયમાં એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ અનંતા જીવ ઉત્પન્ન થાય છે. (૨) સ્થિતિ– અનંત જીવ ઉત્પન્ન થનારાની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. બાકીનાની વાંસ સરખી છે. બીજો વર્ગ – લોહી, નીહુ, થીજુ, અશ્વકર્ણા, સિંહક, સિઢિી, મુકુંઢી વિગેરે બટાકાના વર્ગ સરખુ છે. "અવગાહના તાડ વર્ગ" સરખી છે. ત્રીજો વર્ગ – આય, કાય, કુટુણા, સફા, સજા, છત્રા, કંદુરુક્ક, વિગેરે બીજા વર્ગ સરખા છે. ચોથો વર્ગ :- પાઠા, મૃગવાલુંકી, મધુર રસા, રાજવલ્લી, પદ્મા, મોઢરી, દંતી, ચંડી વિગેરેનું વર્ણન બટાકાના વર્ગ સરખુ છે. અવગાહના વલ્લી વર્ગ સરખી છે. પાંચમો વર્ગ માષપર્ટી, મુગપર્ણ, જીવક, કાકોલી, ક્ષીર કાકોલી, કૃમિરાશિ, ભદ્રમુસ્તા વગેરેનું વર્ણન બટાકાના વર્ગ સરખુ છે. કુલ પાંચ વર્ગના ૫૦ ઉદ્દેશા આ શતકમાં છે. એમાં ક્યાંય પણ દેવ ઉત્પન્ન થતા નથી. એટલે ત્રણ લેશ્યા જ થાય છે.
// શતક ૨૩ સંપૂર્ણ
શતક: ૨૪ [ગમ્મા વર્ણન]. ઘર - ચોવીસ દંડક જીવો ઘરના રૂપમાં છે. એના ૪૪ સ્થાન છે. યથા– ૨૨ દંડકના ૨૨, ૭ નારકીના ૭, વૈમાનિકના ૧૫ - ૧૨ દેવલોકના ૧૨, નવગ્રેવેયક, ૪ અણુત્તર વિમાન અને સર્વાર્થ સિદ્ધના એક એક સ્થાન. આ રીતે બે દંડકના ૭ + ૧૫ ઊ ૨૨ સ્થાન છે. ૨૨ દંડકના રર અને બે દંડકના ૨૨ મેળવી ર૨ + રર ઊ ૪૪ સ્થાન ઘર થાય છે. ૨૪ દંડકના જ આ ૪૪ ઘર કહેવાય છે. જીવઃ- ૪૨ ઘરના ૪૨ જીવ છે. મનુષ્ય અને તિર્યંચના ઘરમાં ૩, ૩ જીવ છે. સન્ની, અસન્ની અને યુગલિયા એટલે કુલ ૪૨ + ૬ ઊ ૪૮ જીવ છે. આગતિ - પ્રત્યેક ઘરમાં ૪૮ જીવોમાંથી જેટલા જીવોની આગતિ થાય છે. એનો યોગ કરવાથી ૩૨૧ થાય છે. આ ૩૨૧ નો ખુલાશો ચાર્ટમાં જુઓ. આગતના ૩૨૧ સ્થાન :ઘર | જીવ
આગત સંખ્યા | વિવરણ ૧ | પહેલી નરક | ૩ ૪ ૧ ઊ ૩ | સન્ની તિર્યચ, અસત્રી તિર્યચ, સન્ની મનુષ્ય | ૬ | બાકી નરક | ૨ x ૬ ઊ ૧૨ | સન્ની તિર્યંચ મનુષ્ય ૧૦ દશ ભવનપતિ | ૫ x ૧૦ ઊ ૫૦ સન્ની અસન્ની તિર્યચ, સન્ની મનુષ્ય અને બે યુગલિયા | ૧ | વ્યંતર | ૫ x ૧ ઊ ૫ | સન્ની અસન્ની તર્યચ, સન્ની મનુષ્ય અને બે યુગલિયા ૧ | જ્યોતિષી | ૪ x ૧ ઊ ૪ | ઉપરના પાંચમાં અસન્ની તિર્યંચ ઓછા થયા ૨ | ૧ – ૨ દેવલોક ૪ x ૨ ઊ ૮ | ઉપરના પાંચમાં અસન્ની તિર્યંચ ઓછા થયા ૬ | ૩-૮ દેવલોક | ૨ x ૬ ઊ ૧૨ | સન્ની તિર્યંચ મનુષ્ય | ૭ | શેષ દેવતા | ૧ x ૭ ઊ ૭ | મનુષ્ય ૩ | પૃથ્વી પાણી | ૨૬ ૪ ૩ ઊ ૭૮ | ભવનપતિ વિગેરે ૧૪ દેવતા, ૧૨ઔદારિક
| | واه
વનસ્પતિ
اه
૨ | તેઉ વાયુ
| | ૧૨ ૨ ઊ ૨૪ | ૧૨ ઔદારિક ૩ | વિકલેન્દ્રિય | ૧૨ x ૩ ઊ ૩૬ ] ૧૨ ઔદારિક ૧ | તિર્યંચ | ૩૯ ૧ ઊ ૩૯ ૭ દેવતા (ઉપરના) અને બે યગલિયા આ ૯ ઓછા ૪૮ જીવમા ૧ | મનુષ્ય ૪૩ ૪ ૧ ઊ ૪૩ તેઉ, વાયુ, સાતમી નરક, બે યુગલિયા આ ૫ ઓછા ૪૮ જીવમા |
૪૪ ઘર સ્થાનની આગત ઊ ૩૨૧ ગમ્મા :- પ્રત્યેક આગતિના બોલના વિષયમાં ૯ પ્રકાર–ગમક–અપેક્ષાએ પૃચ્છા થાય છે. આ ૯ ગમક(પ્રકાર) સ્થિતિની અપેક્ષાએ હોય છે. આવનારા જીવની સમુચ્ચય, જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ તથા ઉત્પન્ન થવાના સ્થાન – ઘરમાં પ્રાપ્ત થવાવાળી સમુચ્ચય, જઘન્ય, અને ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાથી ૯ ગમક બને છે. તે આ પ્રકારે છે.(૧) ઔધિક(સમુચ્ચય) ઔધિક (૪) જઘન્ય ઔધિક (૭) ઉત્કૃષ્ટ ઔધિક (૨) ઔધિક જઘન્ય (૫) જઘન્ય જઘન્ય (૮) ઉત્કૃષ્ટ જઘન્ય (૩) ઔધિક ઉત્કૃષ્ટ (૬) જઘન્ય ઉત્કૃષ્ટ (૯) ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ.