________________
jainology I
179
આગમસાર
(૨) જે ભાવ જે સ્થાનમાં હવે જીવ પાછો આવવાનો નથી, એને 'ચરમ' કહેવાય છે. જે ભાવ જ્યાં હંમેશા રહેવાનો છે અથવા ફરી થવાનો છે, એને 'અચરમ' કહેવાય છે. જે ભાવ જે કોઈ જીવમાં ચરમ છે, કોઈ જીવમાં અચરમ છે તે ભાવ તે સ્થાનની અપેક્ષાએ સિય ચરમ સિય અચરમ. અર્થાત્ ઉભય ભાવવાળા કહેવાય છે. ૧૪ દ્વારોના ૯૩ બોલ – ૨૪ દંડક સમુચ્ચય જીવ અને સિદ્ધોની અપેક્ષાએ ઃ
દ્વાર
| ભેદ વિવરણ ૨૪ દંડક, જીવ, સિદ્ધ
જીવ
૧
૨
આહારક આહારક,અનાહારક ભવી, અભવી, નોભવી
૩
ભવી
૪
સન્ની
૫
લેશ્યા
ç
દૃષ્ટિ
૭
સંયત
८
કષાય
૯ શાન
૧૦ યોગ ૧૧ ઉપયોગ ૧૨ | વેદ ૧૩ શરીર ૧૪ પર્યાપ્તિ
સન્ની, અસન્ની, નોસન્ની સલેશી, લેશ્યા, અલેશી સમ્યગ્, મિથ્યા, મિશ્ર
સંયત, અસંયત, સંયતાસંયત, નોસંયત સકષાયી, ૪ કષાય, અકષાયી
૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, સણાણી, અણાણી સયોગી, ૩ યોગ, અયોગી સાકાર, અનાકાર સવેદી, ૩ વેદ, અવેદી ૫ શરીર, અશરીરી ૫ પર્યાપ્તિ, ૫ અપર્યાપ્તિ
કુલ
ભેદ સંખ્યા
૨૬
૨
૩
૩
८
૩
૪
Ç
૧૦
૫
૨
૫
$
૧૦
૯૩
ઉદ્દેશક : ૨
કાર્તિક શેઠ :
હસ્તિનાપુરમાં કાર્તિક નામના શેઠ રહેતા હતા. જે ઋદ્ધિ સંપન્ન હતા. તે ૧૦૦૮ વેપારીઓના પ્રમુખ હતા. એમણે વીસમા તીર્થંકર ભગવાન મુનિસુવ્રત સ્વામીની પાસે શ્રાવક વ્રત સ્વીકાર કર્યા હતા. તે જીવાજીવના જાણકાર તેમ જ શ્રમણોપાસકના ગુણોથી સંપન્ન હતા. તેમના અનેક વર્ષ શ્રમણોપાસક પર્યાયમાં પસાર થઈ ગયા.
એકવાર વિચરણ કરતા ભગવાન મુનિસુવ્રત સ્વામી હસ્તિનાપુરમાં પધાર્યા. નગરના લોકો તથા કાર્તિક શેઠ ભગવાનની સેવામાં હાજર થયા. પરિષદ ભેગી થઈ, ભગવાને વૈરાગ્યમય પ્રતિબોધ આપ્યો. કાર્તિક શેઠ વૈરાગી થઈ ગયા, દીક્ષા લેવાની પ્રબળ ભાવના જાગૃત થઈ. તેમણે ભગવાનની સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા. સ્વીકૃતિ મળવાથી ઘરે જઈને પોતાને આધીન વેપારીઓને બોલાવ્યા અને પોતાની ઈચ્છા એમની સામે રાખી. ૧૦૦૮ વેપારીઓએ પણ કાર્તિક શેઠ સાથે દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. બધાએ પોત પોતાના પુત્રોને કાર્યભાર સોંપ્યો અને દીક્ષાની તૈયારી કરી. કાર્તિક શેઠ સાથે મહોત્સવપૂર્વક બધા(૧૦૦૯) વૈરાગી આત્માઓ એક જ સમયે ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. પોતાની વૈરાગ્ય ભાવનાના બે શબ્દ કાર્તિક શેઠે સભા સહિત ભગવાનની સમક્ષ રજૂ કર્યા. પછી વેશ પરિવર્તન કરીને ફરી સભામાં આવ્યા. ભગવાન મુનિસુવ્રત સ્વામીએ બધાને એક સાથે દીક્ષા પાઠ ભણાવ્યો. એમને શિક્ષા દીક્ષા આપી; મહાવ્રત, સમિતિ, ગુપ્તિ સમાચારીનું જ્ઞાન આપ્યું. આ પ્રકારે તે બધા શ્રેષ્ઠી સાધુ બની
ગયા.
સ્થવિરોની પાસે એમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સૌએ તપ સંયમથી પોતાના આત્માને ભાવિત કર્યો.
કાર્તિક મુનિએ સામાયિક વગેરે ૧૪ પૂર્વોનો અભ્યાસ કર્યો. ૧૨ વર્ષ દીક્ષાપર્યાયનું પાલન કરી એક મહિનાના સંથારાથી આયુષ્ય પૂર કર્યું અને પહેલા દેવલોકમાં ઈન્દ્ર રૂપે ઉત્પન્ન થયા. બાકીના સાધુઓ પણ સંયમ આરાધના કરીને એ જ પહેલા દેવલોકમાં ઉત્પન્ન
થયા.
ગંગદત્ત શેઠ કાર્તિક શેઠના પૂર્વવર્તી હસ્તીનાપુરના શેઠ હતા. એમણે કાર્તિક શેઠના પ્રમુખ વેપારી બન્યા પછી મુનિસુવ્રત સ્વામીની પાસે દીક્ષા અંગીકાર કરી હતી અને આરાધના કરીને સાતમા દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. વેપારી જીવનમાં ગંગદત્ત શેઠથી કાર્તિકશેઠ આગળ રહ્યા હશે. એના કારણે શક્રેન્દ્રની ગંગદત્ત દેવથી સમક્ષ મળવાની અસહ્યતા શતક ૧૬ ના પાંચમા ઉદ્દેશકમાં બતાવી છે. અર્થાત્ ગંગદત્ત દેવ સમવસરણમાં આવી રહ્યા છે તેમ શકેન્દ્રને ખબર પડી કે તરત જ પાછા જતા રહ્યા, ભગવાનની સેવામાં રોકાયા નહીં.
આ વર્ણનમાં આશ્રિત સાથી વેપારીઓના એક સાથે દીક્ષા લેવાનો આદર્શ ઉપસ્થિત કરાયો છે. તેઓએ વાસ્તવમાં ખરો સાથ નિભાવ્યો હતો. તેથી તેઓ દેવલોકમાં પણ સાથે જ રહ્યા.
ઉદ્દેશક ઃ ૩
(૧) કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાવાળા પૃથ્વી,પાણી, વનસ્પતિના જીવ મનુષ્ય ભવ કરીને મુક્ત થઈ શકે છે.
અણગારના ચરમ નિર્જરા પુદ્ગલ અત્યંત સૂક્ષ્મ હોય છે. તે સર્વ લોકમાં ફેલાય છે. એ પુદ્ગલોને જાણવા, જોવા, આહાર કરવા સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૧૫ થી જાણવું.
(૨) પ્રયોગબંધ અને વિશ્વસાબંધને દ્રવ્યબંધ કહેવાય છે અને આઠ કર્મની ૧૪૮ (૧૨૦) પ્રકૃતિના બંધને ભાવબંધ કહેવાય છે. પ્રયોગબંધ શિથિલ અને ગાઢ બે રીતના છે. વિશ્વસાબંધ આદિ અને અનાદિ બે પ્રકારના છે. ભાવબંધ પણ મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ એમ બે પ્રકારના છે.