________________
178
આગમસાર- ઉતરાર્ધ
ઉદ્દેશક: ૨ (૧) સંયત, વિરત જીવ ધર્મમાં રહેલો છે. અસંયત, અવિરત જીવ અધર્મમાં રહેલો છે અર્થાત્ તે ધર્મ અધર્મને સ્વીકાર કરીને રહેનારો છે. સમુચ્ચય જીવ અને મનુષ્યમાં ત્રણે ભેદ છે. તિર્યંચમાં બે ભેદ છે. શેષ દંડકમા એક અધર્મ જ છે. (૨) અસંયત જીવ બાલ કહેવાય છે. સંયત જીવ પંડિત કહેવાય છે અને સંયતાસંયત જીવ બાલ પંડિત કહેવાય છે. ૨૪ દંડકમાં ધર્મ અધર્મની સમાન જાણવુ. (૩) અઢાર પાપમાં, પાપની વિરતિમાં, ચાર બુદ્ધિમાં, અવગ્રહાદિ મતિજ્ઞાનમાં, ચાર ગતિમાં, આઠ કર્મમાં, વેશ્યા, દર્શન, જ્ઞાન-અજ્ઞાન, શરીર યોગ, ઉપયોગમાં રહેલો જીવ અને જીવાત્મા એક છે. અલગ નથી. અન્યતીર્થિક(સાંખ્ય મતાવલંબી) પ્રકૃતિ(પ્રવૃતિ) અને (પુરુષ)જીવાત્માને એકાંત અલગ માને છે. જેને સિદ્ધાંત કથંચિત્ ભેદ સ્વીકાર કરે છે પરંતુ આત્યંતિક ભેદ માનતો નથી. (૪) દેવતા રૂપી(દેખાતા) રૂપોની વિક્રિયા કરી શકે છે. તેઓ અરૂપી રૂપ બનાવી શકતા નથી. પરંતુ સામાન્ય મનુષ્યોને ન દેખાય એવું રૂપ બનાવી શકે છે. વાસ્તવમાં તો તે પણ રૂપી જ હોય છે. જીવ પહેલા રૂપી છે, પછી કેવલી બની અરૂપી બને છે. પરંતુ કોઈ અરૂપી (સિદ્ધ) બની પાછો રૂપી (સંસારી) બનતો નથી.
ઉદ્દેશક: ૩ (૧) શૈલેશી અવસ્થામાં રહેલા અણગાર કંપન, સ્પંદન, ગમનાદિ કરતા નથી પરંતુ પર પ્રયોગની અપેક્ષા શરીરનું ગમનાદિ થઈ શકે છે. અર્થાત્ કોઈ ધક્કો મારે પાડી દે, ક્યાંક ફેંકી દે, પાણીમાં વહાવી દે, વગેરે પ્રસંગથી શરીર ગતિમાન થાય છે. આ કંપન. સ્પંદન વગેરે પાંચ પ્રકારના છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ. આ પાંચે ચાર ગતિની અપેક્ષા ચાર ચાર પ્રકારના છે.
સામાન્ય ગતિમાન થવાને કંપન કહેવાય છે અને વિશેષ કંપનને ચલન કહેવાય છે. ચલનના મુખ્ય ત્રણ પ્રકાર અને તેર ભેદ છે. ૫ શરીર ચલન, ૫ ઈન્દ્રિય ચલન ૩ યોગ ચલન. આ રૂપોમાં પુગલોને પરિણમન કરવું, તે જીવોની ચલના છે. (૨) સંવેગ આદિ ૪૯ બોલોના અંતિમ ફળને મોક્ષ કહેવાય છે. અર્થાત્ આ બધા ગુણ મોક્ષ સાધનામાં સહાયક અને ગતિ આપનારા છે. સાધકે સાધના કાળમાં આ ગુણોની વૃદ્ધિ અને સંરક્ષણ કરતા રહેવું જોઇએ. તે ગુણો આ પ્રમાણે છે– (૧) સંવેગ, વૈરાગ્ય ભાવ (૨) નિર્વેદ, ત્યાગ ભાવ (૩) ગુરુ વિગેરેની સેવા (૪) સ્વ આલોચના (૫) સ્વનિંદા (૬) સ્વગહ (૭) ક્ષમાપના ભાવ (૮) સુખશાતા માટે અનુત્સુકતા – ઉતાવળ રહિતતા – શાંત ભાવથી પ્રવર્તન (૯)ઉપશાંતતા(સુખ શાતામાં શારીરિક પ્રવૃતિઓમાં શાંતિ થાય છે) ઉપશાંતતામાં માનસિક પ્રવર્તનમાં શાંતિ અને ગંભીરતા હોય છે. (૧૦) ભાવ અપ્રતિબદ્ધતા – અનાસક્તિ ભાવ (૧૧)પાપની પૂર્ણ નિવૃત્તિ – અક્રિય (૧૨) વિવિક્ત શય્યા સેવન. (૧૩ થી ૧૭) પાંચ ઈન્દ્રિય સંવર (૧૮ થી ૨૩) યોગ, શરીર, કષાય, સંભોગ, ઉપધિ અને ભક્તના પ્રત્યાખ્યાન (૨૪) ક્ષમા (૨૫) વીતરાગ ભાવ (૨ થી ૨૮) ભાવોની, કરણની અને યોગની સત્યતા. (૨૯ થી ૩૧) મન, વચન કાયાનું સમ્યફ અવધારણ(વશમાં રાખવું) (૩૨ થી ૪૪) ક્રોધાદિ ૧૩ પાપોનો ત્યાગ (૪૫ થી ૪૭) જ્ઞાન, દર્શન, ચરિત્રથી સંપન્ન થવું. (૪૮) રોગાદિની વેદનામાં સહિષ્ણુતા (૪૯) મારસંતિક કષ્ટ ઉપસર્ગમાં સહિષ્ણુતા.
ઉદ્દેશક: ૪-૫ (૧) પ્રાણાતિપાત વગેરે પાંચ પાપથી સ્પષ્ટ થવાથી જીવ કર્મ બંધ કરે છે. શેષ વર્ણન પહેલા શતકના છઠ્ઠા ઉદ્દેશા સરખો છે. અર્થાત કેટલીક દિશાથી કર્મ ગ્રહણ વગેરે થાય છે. (૨) જે સમયમાં (૩) જે ક્ષેત્રમાં અને (૪) જે પ્રદેશમાં જીવ પ્રાણાતિપાત વગેરે કરે છે,
કર્મોના બંધ કરે છે.(સ્પષ્ટ એટલે પોતાના આત્માના અવગુહમાં રહેલા અને આત્મપ્રદેશોને અડેલા પણ) (૨) કર્મોના ઉદયથી ઉત્પન્ન દુઃખ, સ્વકૃત દુઃખ છે. એનું જ જીવ વેદન કરે છે. પરંતુ પરકૃત દુઃખ(કર્મનું વેદન) થતું નથી.
વેદના(પર નિમિત્ત જન્ય દુ:ખ) પણ અચકૃત નહીં પરંતુ સ્વકૃત કર્મ જન્ય જ હોય છે. એ શાતા અશાતા બન્ને પ્રકારની હોય છે. (૩) ઈશાનેન્દ્રની સુધર્મા સભાનું વર્ણન શકેન્દ્રની સુધર્મા સભાની સમાન છે. દશમા શતકનો છઠ્ઠો ઉદ્દેશક જુઓ. સ્થિતિ સાધિક બે સાગરોપમની હોય છે.
ઉદ્દેશક: ૬-૧૭. (૧) સમવહત મરનારા જીવનો પહેલા આહાર અને પછી ઉત્પાત થાય છે. અસમવહત મરનારા જીવને પહેલા ઉત્પાત અને પછી આહાર થાય છે. કારણકે એક સાથે આત્મ પ્રદેશ પહોંચે છે ત્યારપછી જ આહાર થાય છે. આ રીતે પૃથ્વીકાયિક જીવોનો રત્નપ્રભા વગેરેથી સિદ્ધશિલા સુધી આહાર અને ઉત્પાદ (ઉત્પત્તિ) જાણવા જોઇએ. (૨) એવી જ રીતે અપ્લાય, વાયુકાય, જીવોનો અધોલોકથી ઉદ્ગલોક અને ઉર્ધ્વ લોકથી અધોલોક સુધી ઉત્પાદ અને આહાર જાણવો. જોઇએ (૩) એકેન્દ્રિયના સમ વિષમ આહાર શરીર વિગેરેનું વર્ણન પહેલા શતકના બીજા ઉદ્દેશક સરખુ છે.
નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુતકુમાર, વાયુકુમાર અને અગ્નિકુમાર; આ પાંચેનો સમ આહાર વિગેરે સંબંધી વર્ણન સોળમા. શતક ના અગીયારમા ઉદ્દેશકમાં આવેલ દીપકુમારના વર્ણન સમાન જાણવું.
_// શતક ૧૭/૧૭ સંપૂર્ણ ..
- શતક-૧૮: ઉદ્દેશક-૧ (૧) જે ભાવ અનાદિથી થાય છે એને અપઢમ કહેવાય છે. જે ભાવ જ્યાં પહેલીવાર થાય છે તે ભાવ તે સ્થાનની અપેક્ષા પઢમ કહેવાય છે. જે ભાવ જે કોઈ જીવોમાં પહેલી વખત અને કોઈ જીવમાં બીજી ત્રીજીથી માંડી અનેક વખત પણ થાય છે. એને સિય પઢમ સિય અપઢમ કહેવાય છે અર્થાતુ ઉભય ભાવવાળા કહેવાય છે.