SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ jainology II 167 આગમસાર ત્રણ વિકસેન્દ્રિય વિગ્રહ ગતિવાળા અને અવિગ્રહ ગતિવાળા બંને અગ્નિકાયમાં જાય છે. વિગ્રહ ગતિવાળા બળતા નથી અને અવિગ્રહ ગતિવાળા (ધીમી ગતી વાળા)બળે છે. - તિર્યંચ મનુષ્ય દેવ વિગ્રહ ગતિવાળા (તીવ્રગતિ વાળા) અગ્નિમાં જાય છે અને બળતા નથી. અવિગ્રહ ગતિવાળા ઋદ્ધિ(લબ્ધિ) સંપન્ન જાય છે તે નથી બળતા. જે ઋદ્ધિ સંપન્ન નથી તે કોઈ જાય છે, કોઈ જતા નથી. જે જાય છે તે બળે છે. (૨) નૈરયિકોને શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ, ગતિ, સ્થિતિ, લાવણ્ય, યશ, કીર્તિ અને ઉત્થાન કર્મ બળ વીર્ય પુરુષકાર પરાક્રમ આ દસ અનિષ્ટ મળે છે, દેવોને ઈષ્ટ મળે છે. મનુષ્ય, તિર્યંચમાં ઈષ્ટ, અનિષ્ટ બને હોય છે. શબ્દ, રૂપ, ગંધ અને રસ એ ચાર એકેન્દ્રિયમાં નથી હોતા. તેથી એનામાં હોય છે, બેઈન્દ્રિયમાં ૭ હોય છે. તેઈન્દ્રિયમાં ૮ હોય છે. ચૌરન્દ્રિયમાં ૯ હોય છે. ઉદ્દેશકઃ ૬ (૧) શકેન્દ્ર ઈશાનેન્દ્ર વિષય ભોગની ઈચ્છા થવા પર દેવલોકમાં જ એક નૂતન ભવન (વિમાન) શધ્યા(પથારી) વગેરે વિકુર્વણા કરે છે અને સનત્કુમારેન્દ્ર વગેરે ઉપરના દેવલોકના ઈન્દ્ર શય્યાની વિદુર્વણા કરતા નથી. પરંતુ સિંહાસનની વિકુર્વણા કરે છે. કેમ કે એને કાય પરિચારણા હોતી નથી. સ્પર્શ પરિચારણા વગેરે હોય છે. ઉદ્દેશકઃ ૭ (૧) એકવાર ગૌતમસ્વામીના મનોગત સંકલ્પોને જાણીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વ્યાખ્યાન પછી પરિષદનું વિસર્જન થયા બાદ આ પ્રકારે કહ્યું કે હે ગૌતમ! તું અને હું આજથી નહીં, લાંબા સમયથી જન્મ જન્માંતરથી પરિચિત અને સાથી છીએ. અર્થાત્ આ ભવથી પહેલાં દેવલોકમાં અસંખ્ય વર્ષ સાથે હતા. એના પૂર્વે મનુષ્ય ભવમાં પણ આપણો સાથ હતો અને આ ભવ પછી તમાં એક સરખા તુલ્ય આત્મ સ્વરૂપમાં સાથે રહેશું. આનાથી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન ન હોવાની અધેર્યતામાં બહુ જ શાંતિ અને આશ્વાસન મળ્યું કે મને આ ભવમાં કેવલજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિ અવશ્ય થશે. (૨) ભગવાન અને ગૌતમની આ વાર્તા અથવા તત્વ-જ્ઞાનને અણુત્તર વિમાનના દેવ પોતાની અવધિજ્ઞાનની મનોવર્ગણા લબ્ધિ દ્વારા જાણે છે, જુએ છે. (૩) તુલ્યતા – છ પ્રકારની તુલ્યતા કહેવાય છે.– (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૪) ભાવ (૫) ભવ (૬) સંસ્થાન. ૧. પરમાણુ-પરમાણુ, ક્રિપ્રદેશી– ક્રિપ્રદેશ યાવત્ અનંતપ્રદેશી-અનંતપ્રદેશી પરસ્પરમાં તુલ્ય હોય છે. એક શુદ્ધ આત્મા બીજા શુદ્ધ આત્માની સાથે તલ્ય થાય છે. આ દ્રવ્ય તત્યતા છે. ૨. આવી રીતે અવગાહનાની અપેક્ષા ક્ષેત્ર તત્યતા હોય છે. ૩. સ્થિતિની અપેક્ષાએ કાળ તુલ્યના હોય છે. ૪. પુદ્ગલના વર્ણાદિની અપેક્ષાએ અને જીવના ગુણોની અપેક્ષાએ ભાવ તુલ્યતા હોય છે. ૫. નરકાદિ દંડકોના ભવની અપેક્ષાએ ભવ તુલ્યતા હોય છે. ૬. પરિમંડલ વગેરે આકૃતિની અપેક્ષાએ સંસ્થાન તુલ્યતા હોય છે. (૪) સંથારામાં આહારાદિના ત્યાગમાં કાળ કરનારી વ્યક્તિ દેવગતિ વગેરેમાં પહોંચતા જ પહેલા વિશિષ્ટ આસક્તિથી, તીવ્રતાથી. આહાર ગ્રહણ કરે છે. પછી ક્રમશઃ તીવ્રતામાં, આસક્તિમાં ઘટાડો થઈ જાય છે. (૫) અનુત્તર વિમાનમાં કેટલાક દેવ લવસત્તમ સંજ્ઞક હોય છે. એની એ સંજ્ઞાનો આશય એ છે કે પહેલાંના મનુષ્ય ભવમાં જો એની ઉમર ૭ લવ પ્રમાણ વધારે હોત તો તે સંપૂર્ણ અવશેષ કર્મક્ષય કરીને એ જ ભવમાં મોક્ષ ચાલ્યા જાત. ૭૭ લવનું એક મુહૂર્ત હોય છે. એક લવ એક મિનિટથી નાનો હોય છે અને સેંકડથી મોટો હોય છે. અનુત્તર વિમાનના સમસ્ત દેવ એટલા અલ્પકર્મી હોય છે કે જો તે પૂર્વ ભવમાં એક છઠની તપસ્યા વધુ કરી લે, એટલી ઉમર વધુ હોય તો તે એ જ ભવમાં બધા કર્મોનો ક્ષય કરી શકે. ત્યાં અણુત્તર દેવોના શબ્દ, રૂપ વગેરે બધા લોકથી ઉત્તમ, શ્રેષ્ઠ, શ્રેષ્ઠતમ હોય છે. એનાથી અધિક ઊંચા ક્યાં ય પણ શબ્દાદિ વિષય હોતા નથી. અર્થાત એના પૌગલિક સુખ-સંસારના સમસ્ત જીવોના સુખથી અણુત્તર હોય છે. એટલા માટે તે અણુત્તર દેવ કહેવાય છે. ઉદેશક: ૮ (૧) સાતે નરક પૃથ્વી અને વિમાનો વચ્ચે અસંખ્ય યોજનાનું અંતર છે. રત્નપ્રભા પૃથ્વી અને જ્યોતિષીનું અંતર ૭૮૦ યોજનાનું છે. સિદ્ધશિલા અને અનુત્તર વિમાનનું અંતર ૧૨ યોજનાનું છે. સિદ્ધશિલાથી અલોકનું અંતર ઉભેંઘાંગુલના દેશોન એક યોજન પ્રમાણ છે (૨) રાજગૃહી નગરમાં ભગવાન અને ગૌતમસ્વામીની સામે રહેલ શાલ- વૃક્ષના સંબંધમાં ગૌતમ સ્વામીના પૂછવા પર ભગવાનને કહ્યું કે આ શાલવૃક્ષનો જીવ અહીંથી મરીને આ નગરીમાં ફરીથી શાલવૃક્ષ રૂપમાં જન્મ લેશે. ત્યાં તે લોકો દ્વારા પૂજિત સન્માનિત થશે, દેવાધિષ્ઠિત થશે. પછી ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થઈ જશે. આ શાલવૃક્ષની શાખાનો મુખ્ય જીવ મરીને વિદ્યાચલ પર્વતની તળેટીમાં માહેશ્વરીનગરમાં શાલવૃક્ષના રૂપમાં ઉત્પન્ન થશે. ત્યાં તે વંદિત, પૂજિત અને દેવાધિષ્ઠિત થશે. એના પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષ જશે. આ ઉબર વૃક્ષની શાખાનો જીવ પાટલિપુત્ર નગરમાં પાટલી વૃક્ષના રૂપમાં ઉત્પન્ન થશે. બાકીનું વર્ણન ઉપર પ્રમાણે સમજવું. તે કાલે, તે સમયે અંબડ પરિવ્રાજકનાં સાતસો શિષ્યો ગ્રીષ્મકાળની ગરમીમાં વિહાર કરી રહ્યા હતાં. અમ્બડ શ્રાવકનું વર્ણન ઔપપાતિક સૂત્ર થી જાણવું. (નોંધઃ એકેન્દ્રીયના જીવો–પૃથ્વી, પાણી અને વનસ્પિતિના જીવો કેવલી, તીર્થકર અને અણગારોને સંયમ યાત્રામાં સહાયરૂપ થાય છે. વૃક્ષ છાયડો આપે છે તથા આશ્રયરૂપ થાય છે. આ કારણે તે જીવોને શુભ કર્મનો બંધ થાય છે. તેમાંના કેટલાક જીવો પરંપરાથી કે સીધા પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, સર્વકર્મનો ક્ષય કરી, મકિત પણ પામી શકે છે.) (૩) અવ્યાબાધ દેવઃ- આ દેવ પોતાની દૈવિક શક્તિ દ્વારા કોઈ વ્યક્તિની આંખોની પલક પર ૩૨ પ્રકારના નાટક દેખાડી શકે છે. એવું કરતાં પણ તે વ્યક્તિને જરાપણ બાધા પરેશાની થવા દેતા નથી. આ સાતમા લોકાંતિક દેવ છે. આ છે
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy