________________
આગમસાર- ઉતરાર્ધ
166
મરવું. (૯) ઝેર ખાઈને મરવું. (૧૦) તલવાર વગેરે શસ્ત્રથી કપાઈને મરવું. (૧૧) ફાંસી ખાઈને મરવું. (૧૨) પશુપક્ષી દ્વારા શરીર ભક્ષણ કરાવીને મરવું. આ રીતે કોઈપણ પ્રકારે કષાયોના વશીભૂત થઈને મરવું, તે બાલ મરણ છે. ૫. પંડિત મરણ - પાદોપગમન અને ભક્ત પ્રત્યાખ્યાન આ બે પ્રકારનું પંડિત મરણ છે. આ બંને નિહારિમ અનિહારિમ બે પ્રકારના હોય છે, મરવા પછી અગ્નિ સંસ્કાર ક્રિયા કરવી અને ન કરવી એ બંનેમાં સંભવ છે. સંથારાના કાલમાં શરીરની પરિકર્મ(ચાલવું, અંગોપાંગ હલાવવા વગેરે) ક્રિયા કરવી, ભક્ત પ્રત્યાખ્યાન પંડિત મરણમાં સંભવ છે. પરંતુ પદોપગમન પંડિત મરણ તો પરિકર્મ રહિત જ હોય છે.
આવીચિ મરણ ના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવની અપેક્ષા પ ભેદ છે. અને ૪ ગતિની અપેક્ષા એના ૨૦-૨૦ ભેદ હોય છે. આ પ્રકારે પ્રથમના ત્રણ મરણના આ ૨૦–૨૦ ભેદ છે. બાલમરણ ના ૧૨ ભેદ છે અને પંડિતમરણના બે ભેદ કહ્યા છે. કુલ ૨૦ + ૨૦ + ૨ + ૧૨ + ૨ ઊ ૭૪ ભેદ અહીં મરણના બતાવ્યા છે.
ઉદ્દેશક: ૮-૧૦ (૧) કર્મ પ્રકૃતિનું વર્ણન પ્રજ્ઞાપના પદ ૨૩ ઉર્શક બે ની અનુસાર જાણવું જોઈએ. (૨) કોઈ જીવ વૈક્રિય લબ્ધિ સંપન્ન હોય તો તે વિવિધ ઈચ્છિત રૂપ બનાવી શકે છે. એનું વર્ણન ત્રીજા શતકના પાંચમા ઉદ્દેશકમાં છે. આ બધી વૈક્રિય શક્તિના અસ્તિત્વની અપેક્ષાએ કથન છે. આવી વિક્રિયાઓ માયાવી, પ્રમાદી સાધુ કરે છે. અપ્રમાદી ગંભીર સાધુ નથી કરતા. (૩) છાઘસ્થિક સમુદ્યાતનું વર્ણન પ્રજ્ઞાપના પદ ૩૬ ની અનુસાર જાણવું જોઇએ.
// શતક ૧૩/૧૦ સંપૂર્ણ ||
શતક-૧૪: ઉદ્દેશક-૧ (૧) આયુબંધના પરિમાણોની અપેક્ષાએ એક દેવસ્થાનની સીમાનું ઉલ્લંઘન થઈ જાય અને બીજા દેવસ્થાન યોગ્ય પરિણામ સુધી ન પહોંચે એ વચ્ચેના પરિણામમાં અટકી જાય અને ત્યાં આયુબંધ કરી કાળ કરે તો જીવ ક્યા સ્થાનના આયુબંધ કરે છે અને ક્યાં જાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં બતાવ્યું છે કે તે સ્થિર થયેલ પરિણામ જ્યાં વધારે નિકટ હોય ત્યાંનું આયુબંધ અને ગતિ હોય છે. યથા–કોઈ વ્યક્તિ માર્ગમાં ચાલી રહેલ છે. એક આરામના સ્થાનથી ૫૦ ફૂટ આગળ વધી ગયો અને બીજું આરામનું સ્થાન ૫૦૦ ફૂટ દૂર છે. એ સમયે મૂશળધાર વરસાદ શરૂ થઈ જાય તો તે વ્યક્તિ નજીકના સ્થાન પર પહોંચીને પોતાની સુરક્ષા કરી લેશે. આવી જ રીતે એ આત્માના પરિણામોને યોગ્ય જે નજીકનું સ્થાન હોય છે, એ સ્થાનનું આયુબંધ અને ગતિ હોય છે. (૨) એકેન્દ્રિયને વિગ્રહગતિ(વાટે વહેતાં) માં ચાર સમય લાગે છે. બાકી બધાને ત્રણ સમય લાગે છે. (૩) વાટે વહેતા અવસ્થાના જીવને અનંતર–પરંપરા અનુત્પન્નક પણ કહેવાયા છે. સ્થાન પર ઉત્પન્ન પ્રથમ સમયવર્તી જીવ અનંતરોત્પન્નક છે. બાકી બધા જ પરમ્પરાત્પન્નક છે. (૪) જન્મના અંતર્મુહૂર્ત બાદ જ આયુબંધ થાય છે. પહેલા નહીં. (૫) દુઃખપૂર્વક ઉત્પન્ન થનારા ખેદોત્પન્નક જીવ કહેવાય છે.
ઉદ્દેશક: ૨ (૧) યક્ષાવેશ ઉન્માદનું છૂટવું એટલું મુશ્કેલ નથી હોતું કે જેટલી મુશ્કેલીથી મોહનો ઉન્માદ છૂટે છે. ચાર ગતિ ૨૪ દંડકમાં બંને પ્રકારના ઉન્માદ હોય છે. નારકને દેવ દ્વારા પણ અશુભ પુલ પ્રક્ષેપથી યક્ષાવેશ ઉન્માદ હોય છે અને દેવોમાં પણ બીજા વિશિષ્ટ શક્તિ (ઋદ્ધિ)સમ્પન્નદેવો દ્વારા આવી પ્રક્રિયા હોય છે. (૨) તીર્થકર ભગવાનના જન્મ, નિર્વાણ વગેરે સમયે દેવ વૃષ્ટિ કરે છે. શક્રેન્દ્રને વર્ષા કરવી હોય તો તે આત્યંતર પરિષદના દેવને બોલાવે છે. પછી તે દેવ આભિયોગિક દેવોને બોલાવે છે અને આભિયોગિક દેવ વર્ષા કરનારા દેવોને બોલાવે છે. આ પ્રકારે જ તમસ્કાય કરવી હોય તો આભિયોગિક દેવ તમસ્કાય કરનારા દેવોને બોલાવે છે. રતિક્રીડાને માટે, પોતાના સંરક્ષણના માટે,સંતાવા માટે, વિરોધી દેવ વગેરેને ભ્રમિત,વિસ્મિત કરવા માટે દેવ તમસ્કાય ઉત્પન્ન કરે છે
ઉદ્દેશકઃ ૩ (૧) સમ્યગુદષ્ટિ દેવ અણગારની અવગણના કરીને વચ્ચેથી જતા નથી, તેઓ વંદન નમસ્કાર કરે છે અને પર્યુપાસના કરે છે. મિથ્યાદષ્ટિ દેવ અવગણના કરી શકે છે. (૨) નૈરયિકોમાં પરસ્પરમાં વિનય સત્કાર સન્માન હાથ જોડવા, પ્રણામ કરવા આસન આપવા વગેરે શિષ્ટાચાર હોતા નથી . એકેન્દ્રિયથી કરી ચઉન્દ્રિય સુધીમાં પણ વિનય,વિવેક હોતા નથી. દેવ,મનુષ્યમાં હોય છે. તિર્યંચ સંક્ષિપંચેન્દ્રિયમાં આસન-દાન સિવાય અનેક શિષ્ટાચાર હોય છે અર્થાત્ પશુઓમાં સામે જવું, પહોંચાડવું ઉડવું વગેરે પણ હોય છે.
ઉદ્દેશક: ૪ (૧)પુદ્ગલ એક વર્ણાદિથી અનેકમાં અનેક વર્ણાદિથી એક વર્ણાદિમાં,રુક્ષથી સ્નિગ્ધમાં આ પ્રકારે પરિવર્તન પરિણમન થતું રહે છે
જીવના પણ ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ આ પ્રકારે કર્મોદયથી વિવિધ પરિવર્તન થતાં રહેતા હોય છે. પરમાણુ વગેરે દ્રવ્યની અપેક્ષા શાશ્વત છે, વર્ણાદિની અપેક્ષા અશાશ્વત છે. દ્રવ્યની અપેક્ષા તે અચરમ હોય છે. ક્ષેત્ર કાલ ભાવની અપેક્ષા ચરમ અચરમ બંને હોય છે.
ઉદ્દેશક: ૫ (૧) નારકી અને પાંચ સ્થાવર વિગ્રહ ગતિવાળા જીવ અગ્નિકાયની વચ્ચેથી નિકળે છે પરંતુ બળતા નથી અને અવિગ્રહ ગતિવાળા (ધીમી ગતીથી)નથી નિકળતા.