________________
મહામાભાવિક નવસ્મરણ, બીજા સિદ્ધપદનું વર્ણન આ પ્રમાણે –
“મો રિા કહેતાં નમો સિગ્યા એ પ્રમાણે સંસ્કૃત અર્થ થાય છે, અહીં વિત કહેતાં બદ્ધ એટલે ચિરકાલને બાંધેલ એ અકર્મરૂપ કાષ્ટને ભારે, તેને શુક્લધ્યાન રૂપી જાજવલ્યમાન અગ્નિએ કરી દHધપે છે–બાળીને ભસ્મ કીધો છે જેણે તેઓને નિરુક્તિના વિધિ પ્રમાણે સિદ્ધ કહીએ.
અથવા-વિવું તૌ એ ધાતુથી “પશબ્દ બને છે, તેથી અપુનરાવૃત્તિ એટલે જ્યાંથી પાછું ન અવાય એવી મોક્ષનગરી તરફ જેએ ગયા છે તેઓને સિદ્ધ કહીએ.
અથવા-જેઓનું કઈ પણ કાર્ય અપરિપૂર્ણ નથી રહ્યું તેઓને સિદ્ધ કહીએ. અથવા-જેઓ શિક્ષા કરનાર શાસ્ત્રકથક થયા તેઓને સિદ્ધ કહીએ.
અથવા-શાસનને પ્રવર્તાવનાર થઈને સિદ્ધરૂપ માંગલ્યપણને જેઓ અનુભવ કરે છે તેઓને સિદ્ધ કહીએ.
અથવા–જેઓ નિત્ય અવયવસિત અનંતસ્થિતિને પામ્યા છે તેઓને સિદ્ધ કહીએ
અથવા-જેઓથી ભવ્યજીને ગુણસમૂહની પ્રાપ્તિ થાય છે તેઓને સિદ્ધ કહીએ. કહ્યું પણ છે કે –
'ध्मात सितं येन पुराण कर्म यो वा गतो निवृत्तिसौधमूनि ।
ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थः यः सोऽस्तु सिद्धः कृतमङ्गलो मे ॥१॥ અર્થાત-જેઓએ (પ્રથમના]બંધાએલાં પ્રાચીન કામે બાળીને ભસ્મ કરી નાખ્યા છે, જેઓ મુક્તિરૂપ મહેલના શિરેભાગમાં બિરાજમાન થએલા છે, જેઓ શાસ્ત્રના કહેનાર અને અનુશાસન કર્તા છે તથા જેઓના સર્વ કાર્ય પરિપૂર્ણ થઈ ગએલા છે તેવા સિદ્ધ ભગવાન મારૂં મંગલ કરે.
ઉપરના લક્ષણોએ કરીને યુક્ત એવા ભગવાનને નમસ્કાર કરવાને શું હેતુ છે ?
અવિનાશી એવા અનંત ચતુષ્ક એટલે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અને અનંતવીર્ય રૂ૫ ગુણો જેઓને પ્રગટ થયા છે, તે અનંતજ્ઞાન અનંત દર્શન અનંતસુખ વીર્યાદિક ગુણયુક્તપણે કરી સ્વવિષય પ્રમોદ પ્રકર્ષ ઉત્પાદન કરી આનંદ ઉત્પાદન કરવાને લીધે ભવ્ય જીવોને અત્યંત ઉપકારના હેતુભૂત છે માટે તેઓને નમસ્કાર કરવો ઉચિત છે. એવા સિદ્ધ ભગવાનનું ઉગતા સૂર્ય સમાન રક્તવર્ણથી ધ્યાન કરવું જોઈએ.
પ્રશ્ન–fશાળ” પદમાં ગરિમા સિદ્ધિ કેવી રીતે સમાએલી છે?